દુરૂદ શરીફ પઢવા માટે સમય ખાસ કરવુ

عن أبي بن كعب رضي الله عنه قال: قلت: يا رسول الله إني أكثر الصلاة عليك فكم أجعل لك من صلاتي؟ فقال: ما شئت قال: قلت: الربع قال: ما شئت فإن زدت فهو خير لك قلت: النصف قال: ما شئت فإن زدت فهو خير لك قال: قلت: فالثلثين قال: ما شئت فإن زدت فهو خير لك قلت: أجعل لك صلاتي كلها قال: إذا تكفى همك ويغفر لك ذنبك (سنن الترمذي الرقم 2457: وقال هذا حديث حسن)

હઝરત ઉબય બિન કઅબ રદિ અલ્લાહુ અન્હુ ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી કહ્યુ, હે અલ્લાહનાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ! હું તમારા ઉપર ઘણું વધારે દુરૂદ શરીફ મોકલવા માંગું છું, તેથી હું મારી દુઆનો કેટલો સમય આપનાં પર દુરૂદ મોકલવા માટે ખાસ કરૂં? આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું, તમે જેટલુ ચાહો ખાસ કરો, મેં અરજ કર્યુ, ચોથાઈ? આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે. મેં કહ્યુ, અડધો સમય? આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે. મેં કહ્યુ, બે તૃત્યાંશ ટાઈમ? આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું, જેટલુ ચાહો કરો, અને જો તમે વધારે કરશો, તો તે તમારા માટે બેહતર રહેશે, મેં કહ્યુ, હું પૂરી દુઆનો સમય તમારા ઉપર દુરૂદનાં માટે ખાસ કરી દઉં. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું, ત્યારે તો તમારા બઘા ગમો અને ફિકરોની કિફાયત કરવામાં આવશે ( એટલે કે અલ્લાહ ત’આલા તમારા દરેક ગમો અને ફિકરોને દૂર કરશે) અને તમારા ગુનાંહોને બખશી દેવામાં આવશે.

હઝરત બિલાલ રદિ અલ્લાહુ અન્હુ નો અંતિમ સમય

હઝરત બિલાલ રદી અલ્લાહુ અન્હુ નો જ્યારે વફાતનો સમય કરીબ હતો ત્યારે એમની બીવી (પત્ની) કેહ રહી હતી, હાય અફસોસ! તમે જઈ રહ્યા છો અને તેવણ(હઝરત બિલાલ રદિ અલ્લાહુ અન્હુ) કહી રહ્યા હતા, “કેટલી સારી મઝાની વાત છે, કેટલી લુત્ફની વાત છે કાલે દોસ્તોથી મળશું, હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી મુલાકાત કરશું. એમનાં સાથીયોને મળશું.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://ihyaauddeen.co.za/?p=5717 , http://ihyaauddeen.co.za/?p=7518

 

Check Also

દુરૂદે ઈબ્રાહીમ

عن عبد الرحمن بن أبي ليلى قال لقيني كعب بن عجرة فقال ألا أهدي لك هدية سمعتها من النبي صلى الله عليه وسلم فقلت بلى فأهدها لي فقال سألنا رسول الله صلى الله عليه وسلم فقلنا يا رسول الله كيف الصلاة عليكم أهل البيت فإن الله قد علمنا كيف نسلم عليكم...