દીને ઈસ્લામ અને તેના બઘા અરકાનની બુન્યાદ અકાઈદ(માન્યતાઓ)નાં સહીહ થવા પર છે. અગર કોઈ માણસનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) ન હોય, તો અગર ચે તે રાત-દિવસ નેકિયોં કરે અને સારા સારા કામોને અંજામ આપે. તોપણ તેને તે ષવાબ હાસિલ(પ્રાપ્ત) નહી થશે, જેનો તે આમાલ પર વાયદો કરવામાં આવ્યો છે, કારણકે તેનાં અકાઈદ(માન્યતાઓ) ખરાબ છે.
એવી રીતે અગર કોઈ માણસ ઈસ્લામનાં બુન્યાદી અકાઈદ(માન્યતાઓ)નાં ખિલાફ કોઈ અકીદો(માન્યતા) રાખતો છે, તો તેને મુસલમાન પણ કેહવામાં નહી આવશે, અગર ચે તે દેખિતા તરીકે મુસલમાન નજર આવે છે અને મુસલમાનોની સાથે ઈસ્લામી આમાલ(કામો) પણ અદા કરે છે.
તે લોકો જેમનાં અકાઈદ(માન્યતાઓ) દુરૂસ્ત(બરાબર) નથી, તેમનાં વિષે અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ
مَثَلُ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ اَعْمَالُهُمْ كَرَمَادِ نِ اشْتَدَّتْ بِهِ الرِّيحُ فِي يَوْمٍ عَاصِفٍ ؕ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا عَلىٰ شَيْءٍ ؕ ذٰلِكَ هُوَالضَّلٰلُ الْبَعِيدُ ﴿سورة ابرٰهيم: ١٨﴾
તર્જુમોઃ- “તે લોકોની હાલત જેઓ પોતાના પરવરદિગારથી ઈન્કારી થયા તેમનાં અમલ(એવા) છે જેમકે તે રાખ, તેના ઉપર આંધીના દિવસે જોશભેર હવા ચાલે, પોતાની કમાઈમાંથી તેમના હાથમાં કંઈ હશે નહીં, આ જ છે ભટકીને દૂર જઈ પડવું !”
કુર્આને કરીમમાં બીજી જગ્યાએ અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ
قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْاَخْسَرِينَ أَعْمَالًا ﴿١٠٣﴾ الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيٰوةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ اَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا ﴿١٠٤﴾ أُولٓـٰئِكَ الَّذِينَ كَفَرُوا بِاٰيٰتِ رَبِّهِمْ وَلِقَآئِهِ فَحَبِطَتْ اَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيٰمَةِ وَزْنًا ﴿١٠٥﴾ ذٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا اٰيٰتِي وَرُسُلِي هُزُوًا ﴿سورة الكهف: ١٠٦﴾
તર્જુમોઃ- “તમે કહો, અમે તમને બતાવીએ કોના અમલો(કર્યા કરાવ્યા) ઘણા વ્યર્થ ગયા !, તે લોકો જેમની કોશીશ દુનિયાની જીદંગીમાં ભટકતી રહી અને તેઓ સમજતા રહ્યા કે અમે સારા કામ બનાવીએ છીએ. તે જ (તો) છે જે પોતાનાં પરવરદિગારનાં અહકામોથી ઈન્કારી થયા અને તેને મળવાથી, બસ તેમનાં અમલો બરબાદ થયા પછી અમે કયામતનાં દિવસે તેમનાં માટે વજન(તોલ) ઊભું કરીશું નહી. આ તેમનો બદલો છે દોઝખ અને ઉપર કો ઈનકારી થયા અને મારી વાતો અને મારા રસૂલોને ઠઠ્ઠો(મશ્કરી) ઠરાવ્યા.”
ઉપરોક્ત આયતોથી વાઝેહ(સ્પષ્ટ) થાય છે કે ઈસ્લામનાં બુન્યાદી અકાઈદ(માન્યતાઓ) પર ઈમાનનાં વગર કોઈ પણ માણસ મુસલમાન નહી થઈ શકે.
ઈમાનનો મતલબ એ છે કે બંદો ઈસ્લામનાં તમામ(દરેક) બુન્યાદી અકાઈદ(માન્યતાઓ)ની તસ્દીક(સાચુ માને) અને ઈકરાર કરે. જેવીરીતે કે અલ્લાહ તઆલાને એક માનવુ, અલ્લાહ તઆલાની સિફાતની તસ્દીક કરે. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અંતિમ રસૂલ માને, તમામ અંબિયાએ કિરામ(અલૈ.)ની રિસાલત અને ફરિશ્તાઓનાં વુજૂદ (અસ્તિત્વ)નો ઈકરાર કરે, દરેક આસમાની કિતાબોને અલ્લાહ તઆલાની તરફથી નુઝૂલ ને કબૂલ કરે, કયામત, મરવા પછી ફરીથી જીવીત થવુ અને જન્નત, જહન્નમ વગૈરહનાં વુજૂદ(અસ્તિત્વ)નો ઈકરાર કરે.
અગર કોઈ માણસ નમાઝ, ઝકાત, રોઝહ અને હજ્જ વગૈરહની અદાયગીનો એહતેમામ કરે, પણ ઈસ્લામનાં બુન્યાદી અકાઈદ(માન્યતાઓ) ની તસ્દીક(સાચુ ન માને) ન કરે, તો તે મુસલમાન નહી હોઈ શકે, જેથી દરેકે દરેકનાં માટે ઈસ્લામનાં બુન્યાદી અકાઈદ(માન્યતાઓ)નો ઈલ્મ (જ્ઞાન) હાસિલ કરવુ ઘણુજ જરૂરી અને જરૂરી હુકમ છે, જેથી તે સાચો મુસલમાન બની સકે અને તે ષવાબ હાસિલ કરી સકે, જેનો નેક આમાલ(સારા કાર્યો) પર વાયદો કરવામાં આવ્યો છે. તથા તે અલ્લાહ તઆલાનો મુકર્રબ(કરબતરીન) બંદો બની સકે.