عن حسين بن علي رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: من ذكرت عنده فخطىء الصلاة علي خطىء طريق الجنة (المعجم الكبير للطبراني، الرقم: 2887، وقال المناوي في فيض القدير (6/232) تحت حديث من نسي الصلاة علي خطئ طريق الجنة: لكن انتصر له ابن الملقن فقال: حديث ضعيف لكنه تقوى بما رواه الطبراني عن الحسن بن علي مرفوعا: من ذكرت عنده فخطئ الصلاة علي خطئ طريق الجنة، وتبعه الحافظ ابن حجر فقال: خرجه ابن ماجه عن ابن عباس والبيهقي في الشعب عن أبي هريرة والطبراني عن الحسين بن علي قال: وهذه الطرق يشد بعضها بعضا)
હઝરત હુસૈન બિન અલી (રદિ.) થી રિવાયત છે કે રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે જે માણસની સામે મારો તઝકિરો થાય અને તે મારા ઉપર દુરૂદ ન મોકલે, તો તેણે જન્નતનાં રસ્તાને છોડી દીધો.
દુરૂદ શરીફ પઢવાનાં કારણે દરીન્દા (ભક્ષક પ્રાણી) ઓથી હિફાઝત
હઝરત શૈખ અબુલ હસન શાઝલી (રહ.) થી મનકૂલ છે કે તેઓ એક વખત કોઈ જંગલ માં હતા કે અચાનક તેમની સામે દરીન્દા(ભક્ષક પ્રાણી) આવી ગયા.
તો તેઓને પોતની જાન નો ખતરો મહસૂસ થયો, તેથી તેવણે ફોરન (તરતજ) દુરૂદ શરીફ પઢવાનુ શરૂ કર્યુ, એટલા માટે કે સહીહ સનદથી ષાબિત છે કે જે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એક વખત દુરૂદ મોકલે, અલ્લાહ તઆલા તેનાં ઉપર દસ દુરૂદ મોકલે છે અને અલ્લાહ તઆલાની તરફથી દુરૂદનો મતલબ રહમત મોકલવાનુ છે અને જેનાં પર અલ્લાહ તઆલા રહમત મોકલે છે, તેનાં માટે દરેક તંગી અને દુશવારી માં કાફી થઈ જાય છે.
ચુનાંચે દુરૂદ શરીફ પઢવાનાં કારણે હઝરત શૈખુ અબુલ હસન શાઝલી (રહ.) દરીન્દાઓ(ભક્ષક પ્રાણી)નાં હમલાથી મહફુઝ (હિફાઝત માં રહ્યા).
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: http://whatisislam.co.za/index.php/durood/item/592-saved-from-wild-animals-through-reciting-durood , http://ihyaauddeen.co.za/?p=6337