જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ

عن أبي أمامة قال: قال رسول الله صلى الله عليه وسلم: أكثروا علي من الصلاة في كل يوم جمعة فإن صلاة أمتي تعرض علي في كل يوم جمعة فمن كان أكثرهم علي صلاة كان أقربهم مني منزلة (شعب الإيمان، الرقم: ٢٧٧٠، وقال الإمام المنذري رحمه الله في الترغيب والترهيب ٢/٣٢٨: رواه البيهقي بإسناد حسن إلا أن مكحولا قيل لم يسمع من أبي أمامة)

હઝરત અબૂ-ઉમામા (રદ઼િયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે દરેક જુમ્આના દિવસે મારા પર વધારે દુરૂદ મોકલ્યા કરો, કારણકે દરેક જુમ્આના મારી સામે મારી ઉમ્મતના દુરૂદ પેશ કરવામાં આવે છે, જેથી જે મારા પર સૌથી વધારે દુરૂદ મોકલશે, તે મારાથી મકામ અને મર્તબાના લિહાઝથી સૌથી વધારે નઝદીક હશે.

દુરૂદ શરીફની બરકતથી હિફાઝત

હઝરત શિબલી (રહ.) થી મરવી છે કે મેં એક પડોશીને સપનામાં જોયો જેનો ઈન્તેકાલ થઈ ગયો હતો. મેં પુછ્યુ અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો.

કહ્યુ હે શિબલી મારા પર સખત હાલાત આવ્યા, કબરમાં સવાલનાં સમયે કબર મારા પર લરઝી ઉઠી. મેં દીલમાં કહ્યુ કે શું હું ઈસ્લામ પર નથી મર્યો? અવાજ આવ્યો કે આ તારી દુન્યામાં વગર એહતિયાતે ઝબાન ચલાવવાનાં કારણે છે જ્યારે કબરનાં તે બન્નેવ ફરિશ્તાઓએ (અઝાબ આપવાનો) ઈરાદો કર્યો તો એ બેહતરીન શકલ અને સૂરતવાળો માણસ દરમિયાનમાં આવી ગયો જે ખુશ્બુઓથી સુગંધિત હતો તેણે મને ફરિશ્તાઓનાં જવાબ યાદ અપાવી દીધા.

મેં કહ્યુ અલ્લાહ તઆલા તમારા પર રહમ કરે તમે કોન છો? તેણે કહ્યુ કે હું તે છું જે તમારા વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનાં કારણે પૈદા કરવામાં આવ્યો છું અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું દરેક મુસીબતમાં તમારી મદદ કરું. (અલ કવલુલ બદીઅ, પેજ નઃ૬૮)

હઝરત અબુલ-ખૈર અક઼તઅ (રહ઼િમહુલ્લાહ) નો વાકિઓ

હઝરત અબુલ-ખૈર અકતઅ (રહ઼િમહુલ્લાહ) ફરમાવે છે કે હું મદીના મુનવ્વરહ ગરીબી અને ભૂખની હાલતમાં આવ્યો અને પાંચ દિવસ એવી હાલતમાં પસાર થયા કે મને એક લુકમો (કોડિયો) પણ ખાવા માટે ન મળ્યો.

છેવટે હું રોઝ-એ-મુબારક પર હાજર થયો અને નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ, હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ અને હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ની ખિદમતમાં સલામ પેશ કર્યા પછી મેં ક્હ્યું, હે અલ્લાહના રસૂલ! આજની રાત હું તમારો મેહમાન છું.

ત્યાર પછી હું ત્યાંથી હટી ગયો અને મિમ્બરના પાછળ જઈને સુઈ ગયો.

મેં ખ્વાબ માં નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ઝિયારત કરી અને મેં જોયુ કે હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ ‘અન્હુ આપની જમણી તરફ, હઝરત ઉમર રદ઼િયલ્લાહુ ‘અન્હુ આપની ડાબી તરફ અને હઝરત અલી રદ઼િયલ્લાહુ ‘અન્હુ આપની સામે તશરીફ ફરમા છે.

હઝરત અલી રદ઼િયલ્લાહુ ‘અન્હુ એ મને કહ્યું, ઊભા થઈ જાઓ. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તારી પાસે તશરીફ લાવી રહ્યા છે. હું ઊભો થઈ ગયો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આંખોની દરમિયાન બોસો આપ્યો.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે મને એક રોટલી આપી. મેં અડધી રોટલી ખાઘી પછી મારી આંખ ખુલી ગઈ, તો મેં જોયુ કે બાકી બચેલી અડધી રોટલી મારા હાથમાં છે. (અલ્-કવ્લુલ-બદી’અ, પેજ નં-૧૮૭, તબકાતુસ્-સુફિયા, પેજ નં-૨૮૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/583-saved-through-the-blessing-of-durood

http://ihyaauddeen.co.za/?p=5973

Check Also

એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...