સવાલ- જો કોઈ માણસ શરઈ ‘ઉઝરનાં વગર રમઝાનુલ મુબારકમાં રોઝા ન રાખે અને બધાની સામે ખુલ્લમ ખુલ્લા ખાયે પીયે તો તેવા માણસ નો શું હુકમ છે?
જવાબ- રમઝાનુલ મુબારકનો રોઝો એક ઘણી મહાન ઈબાદત છે અને ઈસ્લામનો અઝીમ શીઆર (મોટી ઓળખ) છે.
રમઝાનનાં મહિનામાં બઘાની સામે ખાવુ પીવુ એ ઈસ્લામ નાં આ અઝીમ શીઆરની તૌહીન કરવુ અને કબીરા ગુનાહ છે.
જો કોઈ માણસ રમઝાનુલ મુબારક માં બઘાની સામે ખાયે-પીયે , પણ તે ઈમાનની કમઝોરીનાં કારણે એવુ કરે છે અને તે પોતાનાં એ અમલને ગુનાહ પણ સમજે છે, તો એવા માણસને કબીરા ગુનાહ કરવાવાળો ગણવામાં આવશે, પણ તે ઈસ્લામનાં દાયરાથી ખારિજ નહી થશે.
અલબત્તા જો તે પોતાનાં એ અમલને ગુનાહ નથી સમજતો, તો તે ઈસ્લામનો એક અઝીમ રુકન અને શિઆરની તૌહીન કરવાનાં કારણે ઈસ્લામનાં દાઈરાથી ખારીજ થઈ જશે અને કાફિર થઈ જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ولو أكل عمدا شهرة بلا عذر يقتل و تمامه في شرح الوهبانية قال في الوهبانية : ولو أكل الإنسان عمدا و شهرة ولا عذر فيه قيل بالقتل يؤمر قال الشرنبلالي صورتها: تعمد من لا عذر له الإكل جهارا يقتل لأنه مستهزئ بالدين أو منكر (ردالمحتار على در المختار ج۲ص٤۱۳)
أحسن الفتاوى ۱/۳۷
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Source: http://muftionline.co.za/node/13