દરેક દુરૂદનાં બદલામાં એક કીરાતનાં બરાબર ષવાબ

عن علي بن أبي طالب رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال : من صلى علي صلاة كتب الله له قيراطا والقيراط مثل أحد (مصنف عبد الرزاق، الرقم: 153، وسنده ضعيف كما في القول البديع صـ 260)

હઝરત અલી બિન અબી તાલિબ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે, “જે મારા ઉપર એક દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં માટે એક કીરાત ષવાબ લખી દે છે. અને એક કીરાત ઉહદ પહાડનાં બરાબર છે.”(અલ કવલુલ બદીઅ)

હઝરત તલહા(રદિ.) ઉહદની લડાઈમાં

હઝરત ઝુબૈર અવામ (રદિ.) ફરમાવે છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં શરીર પર ઉહદની લડાઈમાં બે ઝિરહ (કવચ, બખતર) હતી.

હુઝૂર અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક ચટ્ટાન(મોટી શીલા)પર ચઢવાનો ઈરાદો ફરમાવ્યો, પણ તે બે ઝિરહોનાં લીઘે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે ચટ્ટાન પર ચઢી ન શક્યા. એટલા માટે હઝરત તલ્હા (રદિ.) ને નીચે ઝુકવાનું ફરમાવ્યુ, જેથી કે આપ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ) તેમનાં દ્વારા તે ચટ્ટાન પર ચઢી શકે.

હઝરત ઝુબૈર (રદિ.) કહે છે કે તે સમયે મેં હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ વાત કેહતા સાંભળ્યુ છે કે તલ્હાએ વાજીબ કરી લીઘી (એટલે તલહાએ પોતાનાં આ અમલથી પોતાનાં માટે જન્નતને વાજીબ કરી લીઘી).

હઝરત તલ્હા (રદિ.) તે દિવસે બહાદુરીનો કમાલ દેખાડ્યો અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો સાથ આપ્યો હતો. ત્યાં સુઘી કે સહાબા (રદિ.) જ્યારે ગજવએ ઉહદ યાદ ફરમાવતા હતા, તો તેઓ કેહતા હતા કે તે દિવસ (ઉહદનો દિવસ) પૂરે પૂરો ભાગ તલ્હા (રદિ.) નો થઈ ગયો.

હઝરત તલ્હા (રદિ.) પોતાને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઢાલ બનાવી રાખ્યો હતો. જેનાં કારણેથી તેમનાં શરીર પર એંસીથી વધારે ઝખમ આવ્યા અને તેવણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો સાથ ન છોડ્યો. ત્યાં સુઘી કે તેમનો હાથ પણ તેજ ગઝવામાં શલ થઈ ગયો હતો. (સુનને તીર્મીઝી, મુસ્નદે અબી દાવુદ અત તયાલિસી, સહીહલ બુખારી)

Source: http://whatisislam.co.za/index.php/durood/item/552-one-qeeraat-of-reward-in-lieu-of-one-durood

http://ihyaauddeen.co.za/?p=7829

Check Also

હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم …