ફરિશ્તાઓની સતત દુઆ

عن عامر بن ربيعة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: ما من مسلم يصلي علي إلا صلت عليه الملائكة ما صلى علي فليقلَّ العبد من ذلك أو ليكثر (سنن ابن ماجة، الرقم: 907، وإسناده ضعيف كما في مصباح الزجاجة 1/112)

હઝરત આમિર બિન રબીઆ (રઝ઼િ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે પણ મુસલમાન મારા ઉપર દુરૂદ મોકલે છે , ફરિશ્તા તેના માટે દુઆ કરતા રહે છે, ત્યાં સુઘી કે તે મારા ઉપર દુરૂદ મોકલતો રહે, (હવે બંદાને ઈખ્તિયાર છે કે તે) ઓછુ દુરૂદ પઢે અથવા વધારે દુરૂદ પઢે.

દલાઈલુલ ખૈરાતનાં લેખક

દલાઈલુલ ખૈરાતનું લખવાનું કારણ મશહૂર (પ્રસિદ્ધ) છે કે લેખક ને વુઝૂ કરવા માટે પાણીની જરૂરત હતી અને ડોલ,દોરીનાં ન હોવાનાં કારણે પરેશાન હતા.

એક છોકરીએ આ હાલત જોઈને પુછ્યું અને કુંવામાં થુંકી દીધુ, પાણી કિનારા સુધી ઉભળી આવ્યુ. લેખકે હૈરાન થઈ કારણ પુછ્યુ. તેણીએ કહ્યુ આ બરકત છે દુરૂદ શરીફની. ત્યાર પછી તેવણે આ કિતાબ દલાઈલુલ ખૈરાત લખી.

શૈખ ઝરૂક (રહ.) લખ્યુ છે કે દલાઈલુલ ખૈરાતના લેખકની કબર થી મુશ્ક અને અંબર ની ખુશ્બૂ આવે છે અને આ બધી બરકત દુરૂદ શરીફની છે. (ફઝાઈલે દુરૂદ,પેજનં-૧૫૨)

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મુબારક વાળનો અદબ તથા એહ઼તિરામ

અબૂ-હફ્સ સમરકંદી રહ઼િમહુલ્લાહ પોતાની કિતાબ રોનકુલ-મજાલિસમાં લખે છે કે:

બલ્ખમાં એક તાજીર હતો જે ઘણો માલદાર હતો. તેનો ઈન્તેકાલ થયો, તેના બે છોકરા હતા. મીરાસમાં (વારસામાં) તેનો માલ અડઘો અડઘો વેંહચાઈ ગયો.

પણ વારસામાં ત્રણ વાળ પણ હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મૌજૂદ હતા. એક-એક બન્નેવે લઈ લીઘા. ત્રીજા વાળ બાબતે મોટા ભાઈએ કહ્યું કે તેને અડઘો અડઘો કરી લઈએ. નાના ભાઈએ કહ્યું: કદાપિ નહી, ખુદાની કસમ! હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમના મુબારક વાળના ટૂકડા ન કરી શકાય.

મોટા ભાઈએ કહ્યું: શું તુ આના પર ખુશ છે કે આ ત્રણેય વાળ તુ લઈ લે અને આ બધો માલ મારો. નાનો ભાઈ ખુશીથી રાજી થઈ ગયો. મોટા ભાઈએ બઘો માલ લઈ લીધો અને નાના ભાઈએ ત્રણેય મુબારક વાળ લઈ લીઘા.

તે તેને પોતાના ખિસ્સામાં દરેક સમયે રાખતો અને વારંવાર કાઢતો તેની ઝિયારત કરતો (જોતો) અને દુરૂદ-શરીફ પઢતો.

થોડોજ સમય પસાર થયો હતો કે મોટા ભાઈનો બઘો માલ ખતમ થઈ ગયો અને નાનો ભાઈ ઘણો માલદાર થઈ ગયો.

જ્યારે તે નાના ભાઈનો ઈન્તિકાલ થઈ ગયો તો નેક લોકોમાંથી અમુકે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની ખ્વાબમાં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે જે કોઈને કોઈ જરૂરત હોય તેની કબરની પાસે બેસીને અલ્લાહ તઆલાથી દુઆ કરે. (ફઝાઈલે દુરૂદ શરીફ, પેજ નં-૧૬૯)

ત્યાર બાદ લોકો દુઆ કરવા માટે તે નાના ભાઈની કબર પાસે આવતા, અહિંયા સુઘી કે જે લોકો પોતાની સવારી પર તેની કબરની પાસેથી પસાર થતા, તેઓ સવારી પરથી ઉતરી જતા અને અદબો એહતેરામના કારણે ચાલીને કબર સુધી જતા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4348 ,http://ihyaauddeen.co.za/?p=5591

Check Also

દુરૂદ શરીફ પઢવા માટે મખસૂસ (નિશ્ચિત) સમયની તાયીન (નિયુક્તિ)

عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل ثلث صلاتي عليك قال نعم إن شئت قال الثلثين...