રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના હકો – ૪

​દુરૂદો-સલામ મોકલવાની ફરજ

​હાફિઝ ઇઝ્ઝુદ્દીન ઇબ્ને-અબ્દુસ્સલામ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહની વાત

​હાફિઝ ઇઝ્ઝુદ્દીન ઇબ્ને-અબ્દુસ્સલામ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહ ફરમાવે છે:

“આપણું દુરૂદ હઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ માટે સિફારિશ નથી? એટલા માટે કે આપણા જેવા લોકો હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે શું સિફારશ કરી શકીએ?

પરંતુ વાત એ છે કે અલ્લાહ જલ્લ શાનુહુએ આપણને મોહસિન (એહસાન કરવા વાળા)ના એહસાન નો બદલો ચૂકવવાનો હુકમ આપ્યો છે, અને હઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમથી વધીને કોઈ મોહસિને-આ’ઝમ નથી. આપણે ચૂંકે હઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના એહસાનોનો બદલો ચૂકવવાથી અ઼ાજિઝ (તાકાત ન હોવી) હતા, તેથી અલ્લાહ જલ્લ શાનુહુએ આપણી આ ઇજ્ઝ (લાચારી/બેબસી) જોઈને આપણને એની મુકાફાતનો તરીકો બતાવ્યો કે દુરૂદ પઢવામાં આવે.

અને એટલા માટે કે આપણે આ (દુરૂદના માધ્યમથી પૂરતો બદલો ચૂકવવા)થી પણ આજિઝ હતા; એટલા માટે આપણે અલ્લાહ જલ્લ શાનુહુની બારગાહમાં દરખાસ્ત કરી કે, ‘તું પોતાની શાનના મુવાફિક મુકાફાત (અમારો આ બદલ અતા) ફરમાવ.'” (ફઝાઇલે-દુરૂદ, પેજ નંબર: ૧૫)

​અ઼લ્લામા ઝરકાની રહ઼્મતુલ્લાહિ અ઼લૈહનો ઇરશાદ

​અલ્લામા ઝરકાની રહ઼્મતુલ્લાહિ અ઼લૈહ ‘શર્હુલ-મવાહિબ’માં નકલ કરે છે:

“મકસૂદ, દુરૂદ શરીફથી કે અલ્લાહ તઆલા શાનુહુની બારગાહમાં તેના હુકમને પૂરા કરવાના ઝરીયે તકુર્રુબ (નજદીકી) હાસિલ કરવામાં આવે, અને હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના જે હકો આપણા પર છે, તેમાંથી કેટલાક હકોની અદાયગી છે.” (ફઝાઇલે-દુરૂદ, પેજ નંબર: ૧૫)

હાફિઝ ઇબ્નુલ-કય્યિમ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહની વાત

​હાફિઝ ઇબ્નુલ-કય્યિમ રહ઼્મતુલ્લાહિ અ઼લૈહ ફરમાવે છે:

“જો કોઈ વ્યક્તિ પોતાની પૂરી જિંદગીના શ્વાસોની તાદાદ (સંખ્યા) બરાબર પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર દુરૂદ મોકલે, તો પણ તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો હક અદા કરી શકશે નહીં, અને ન તો તે અઝીમ નેમતનો હક અદા કરી શકશે, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના તુફૈલ આપણને હાસિલ થઈ છે (એટલે કે દીને-ઇસ્લામની નેમત).” (જિલાઉલ-અફહામ, પેજ નંબર: ૫૪૯)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હકો – ૩

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે હઝરત અ઼બ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની ઇતાઅત (ઇતાઅ઼ત = ખુશી-ખુશી કહેવું …