
મજબૂત ઈમાન અને મુકમ્મલ યકીનનો ફરીઝો
બીજો ફરીઝો એ છે કે આપણે નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર પૂરૂં ઈમાન રાખીએ અને જે કંઈ આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે આપણને બતાવ્યું છે, આપણે આપણા દિલથી તેને કબૂલ કરીએ.
કુરેશના ઘણા લોકો એવા હતા જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી સાચી મહોબ્બત કરતા હતા; ત્યાં સુધી કે તેમણે ત્રણ વર્ષ સુધી આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે બોયકોટની સખ્તીઓ પણ બર્દાશ્ત કરી, પરંતુ તે લોકો આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર ઈમાન ન લાવ્યા અને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના દીનને કબૂલ ન કર્યો. એટલા માટે તેમને નજાત ન મળી અને તેઓ કુફ્ર પર જ ઇંતિકાલ કરી ગયા.
તેથી, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મહોબ્બત કરવાની સાથે-સાથે ઇન્સાન પર જરૂરી છે કે તે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર ઈમાન લાવે અને આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની દરેક વાત પર પૂરો યકીન રાખે.
ઉલમા-એ-કિરામ બયાન કરે છે કે ઇન્સાનના દિલમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે જે મહોબ્બત છે, જોઈએ કે તે એ મહોબ્બતને અકીદતના દર્જા સુધી પહોંચાડે.
અકીદતથી મુરાદ: ઇન્સાન એ ઈમાન અને યકીન રાખે કે તમામ લોકોમાંથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ તેના સૌથી મોટા મોહસિન (ભલું કરવા વાળા) અને ખૈર-ખ્વાહ (ભલું ચાહવા વાળા) છે; અને દરેક વાત જેનો ઝિક્ર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યો છે, તે જ હક છે અને તે જ કામયાબી અને સફળતાનો એકમાત્ર રસ્તો છે. એ જ રીતે, તે કોઈ પણ બીજા શખ્સના હુકમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના હુકમના બરાબર ન સમજે.
ઇતાઅ઼તનો ફરીઝો
ત્રીજો ફરીઝો એ છે કે આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની પૂરી ઇતાઅ઼ત કરીએ.
(ઇતાઅત = ખુશી-ખુશી કહેવુ માનવું)
નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મહોબ્બત અને અકીદત રાખવાની સાથે-સાથે (એટલે કે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પર ઈમાન લાવવા અને આપની તાલીમાત પર પૂરો ભરોસો રાખવાની સાથે-સાથે) દરેક ઇન્સાન પર વાજિબ છે કે તે પોતાની જિંદગીના દરેક મામલામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની પૂરી ઇતાઅત કરે.
જ્યારે નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે અકીદત અને મહોબ્બતનો બુલંદ દર્જો ઇન્સાનના દિલમાં પેદા થઈ જાય છે, તો આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ઇતાઅત અને ફરમાંબરદારીનો બુલંદ દર્જો ખુદ-બ-ખુદ ઇન્સાનની જિંદગીમાં હાસિલ થઈ જશે. આના પછી ઇન્સાન પોતાની જિંદગીના દરેક મૈદાનને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મુબારક સુન્નતો મુજબ ગુજારશે અને ઉમ્મત સુધી આપની મુબારક સુન્નતોને પહોંચાડવાની ભરપૂર કોશિશ કરશે.
જ્યારે આપણે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમની જિંદગીઓનો જાયઝો લઈએ છીએ, તો આપણને માલૂમ થાય છે કે અલ્લાહ ત’આલાએ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મહોબ્બત, અકીદત અને ઇતાઅતનો સૌથી બુલંદ દર્જો અતા ફરમાવ્યો હતો.
હઝરત ફાતિમા રઝ઼િયલ્લાહુ અ઼ન્હા માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની નસીહત
હઝરત ફાતિમા રઝ઼િયલ્લાહુ અ઼ન્હા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સૌથી પ્યારી સાહબઝાદી (બેટી) હતી. તેમના દિલમાં નબી કરીમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે જે મહોબ્બત અને અકીદત હતી, તે સૌથી બુલંદ અને આખરી દર્જાની હતી.
તેમના દિલમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મહોબ્બતની દલીલ આ હદીસથી સારી રીતે જાણી શકાય છે, જેમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “ફાતિમા મારામાંથી છે; જેણે તેમને તકલીફ આપી, તેણે મને તકલીફ આપી.”
એ જ રીતે હઝરત ફાતિમા રઝ઼િયલ્લાહુ અ઼ન્હાના દિલમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની અકીદતનો સબૂત આ હદીસથી સમજી શકાય છે, જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “ફાતિમા જન્નતની તમામ ઓરતોની સરદાર છે.”
પરંતુ હઝરત ફાતિમા રઝ઼િયલ્લાહુ અ઼ન્હાના દિલમાં હુઝૂર સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ માટે આ કદર મહોબ્બત અને અકીદત હોવા છતાં, આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત ફાતિમા રઝ઼િયલ્લાહુ અ઼ન્હાને આ નસીહત ફરમાવી: “એ ફાતિમા બિંતે-મુહમ્મદ! મારા માલમાંથી જે ચાહો આ દુનિયામાં મારાથી માગી લો, પરંતુ હું અલ્લાહ ત’આલાના ત્યાં (આખિરતમાં) તમારા કઈ કામ ન આવી શકવા.”
(એટલે કે: જો તમે મારી પેરવી ન કરો અને મારી તાલીમાત પર અમલ ન કરો, તો હું તમને આખિરતમાં કોઈ ફાયદો ન પહોંચાડી શકવા.)
આનાથી આપણે આ નતીજો નીકાળીએ છીએ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી મહોબ્બત અને અકીદત રાખવાની સાથે-સાથે આ પણ નિહાયત જરૂરી છે કે આપણે આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ઇતાઅત કરીએ અને આપણી જિંદગીમાં આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની તમામ સુન્નતો પર અમલ કરીએ.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી