
سئل سيدنا حذيفة رضي الله عنه عن أقرب الناس سمتا برسول الله صلى الله عليه وسلم، فقال: ” كان أشبه الناس سمتا (في مشيه وتكلمه وغيرهما) ودلا (القصد في الأمور المختلفة) وهديا من رسول الله صلى الله عليه وسلم ابن أم عبد (عبد الله بن مسعود رضي الله عنه) (مسند أحمد، الرقم: ٢٣٤٠٨، صحيح البخاري، الرقم: ٦٠٩٧)
ملاحظة: ذكر سيدنا حذيفة رضي الله عنه هذا بعد وفاة سيدنا أبي بكر وسيدنا عمر رضي الله عنهما
એક વાર હઝરત હુઝૈફા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી સવાલ કરવામાં આવ્યો કે લોકોમાં કોણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી સૌથી વધારે મુશાબહત રાખે છે?
(મુશાબહત = એક સરખા હોવાની હાલત)
તેમણે જવાબ આપ્યો કે (હમણાં) જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમથી સૌથી વધારે મુશાબહત રાખે છે આપના જાહિરી કામોમાં (એટલે કે ચાલવા-ફરવામાં, વાત કરવામાં વગેરેમાં), આપના મુઅ઼્તદિલ તરીકાઓમાં (જિંદગીની મુખ્તલિફ હાલતોમાં મિયાના-રવી ઇખ્તિયાર કરવામાં) અને આપની તર્ઝે-જિંદગી ગુજારવામાં તો તે હઝરત અબ્દુલ્લાહ બિન-મસ્ઊદ (રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ) છે.
નોટ: હઝરત હુઝૈફા રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ આ વાત હઝરત અબૂ-બક્ર અને હઝરત ઉ઼મર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમાના ઇંતિકાલ પછી બયાન ફરમાવી હતી.
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું કુરેશના સામે બુલંદ અવાજથી કુરાને-કરીમની તિલાવત કરવી
ઇસ્લામ કબૂલ કર્યા પછી સૌથી પહેલા શખ્સ, જેમણે કુરેશના સામે બુલંદ અવાજથી કુરાને-કરીમની તિલાવત કરી, તે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ હતા.
એક દિવસ સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમ એક જગ્યાએ જમા થયા અને કહેવા લાગ્યા: “અલ્લાહની કસમ! કુરેશે હજુ સુધી કોઈનાથી પણ ખુલીને બુલંદ અવાજમાં કુરાને-કરીમ પઢતા સાંભળ્યું નથી, તો આપણામાંથી કોણ એવો શખ્સ તૈયાર છે જે તેમના પાસે જઈને બુલંદ અવાજમાં કુરાને-પાક પઢીને સંભળાવે?”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “હું તેમના સામે જઈશ અને બુલંદ અવાજથી કુરાને-કરીમની તિલાવત કરીશ.” સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમે જવાબ આપ્યો: “અમને તમારી જાનનો ખૌફ છે. અમે ચાહીએ છીએ કે કોઈ એવો માણસ તેમના સામે જઈને બુલંદ અવાજમાં કુરાન પઢે, જે કોઈ તાકતવર કબીલાથી તાલ્લુક રાખતો હોય; જેથી કરીને જો કુરેશ તેને નુકસાન પહોંચાડવા ચાહે, તો તેનો કબીલો તેની હિફાઝત કરી શકે.”
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ ફરમાવ્યું: “મને જવા દો, અલ્લાહ તઅ઼ાલા મારી જાનની હિફાઝત ફરમાવશે.”
બીજા દિવસે સવારના વખતે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ નીકળ્યા અને મકામે-ઇબ્રાહીમ પર પહોંચ્યા. એ વખતે કુરેશના લોકો ત્યાં પોતાની મહફિલોમાં બેઠેલા હતા. હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મકામે-ઇબ્રાહીમના પાસે ઊભા થઈ ગયા અને બુલંદ અવાજથી કુરાને-કરીમની તિલાવત કરવા લાગ્યા. તેમણે “બિસ્મિલ્લાહિર-રહ઼્માનીર-રહ઼ીમ” પઢીને સૂરહ-રહ઼્માનની તિલાવત શિરૂ કરી દીધી.
કુરેશે તેમની તિલાવત ગૌરથી સાંભળી, પછી એક-બીજાથી પૂછવા લાગ્યા: “આ ઇબ્ને-ઉમ્મે-અ઼બ્દ (હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ) શું પઢી રહ્યો છે?” તેમનામાંથી કોઈએ કહ્યું: “આ તે જ આયતો પઢી રહ્યો છે, જે મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ તેમના પાસે લાવ્યા છે.” આ સાંભળતા જ તેઓ લોકો ઊભા થઈ ગયા અને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ચહેરા પર મારવા લાગ્યા. તો પણ હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ કુરાને-કરીમની તિલાવત કરતા રહ્યા, જેટલી તેઓ કરી શક્યા.
જ્યારે આ બધું થઈ ચૂક્યું, તો હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊ઼દ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ પોતાના સાથી સહાબાના પાસે આ હાલમાં પાછા આવ્યા કે માર-પીટના લીધે તેમનો ચહેરો જખમી થઈ ચૂક્યો હતો.
તેમને આ હાલતમાં જોઈને તેમના સાથીઓએ કહ્યું: “અમને આપના બારામાં આ જ વાતનો ડર હતો!”
તેમણે જવાબ આપ્યો: “અલ્લાહ તઅ઼ાલાના આ દુશ્મન હવે મારી નજરોમાં આ વાકિયાથી પહેલાના મુકાબલામાં પણ વધારે બે-વકઅત થઈ ચૂક્યા છે (એટલે કે મને હવે તેમની કોઈ પરવાહ નથી). જો તમે ચાહો કે હું તેમના સામે જઈને ફરીથી બીજીવાર કુરાને-કરીમની તિલાવત કરું, તો હું કાલે ફરી તેમના સામે જવા માટે તૈયાર છું.”
તેમના સાથીઓએ તેમને કહ્યું: “આટલું કાફી છે. અમારી ખ્વાહિશ હતી કે કોઈ માણસ તેમના સામે જઈને તેમને ખૂબસૂરત અંદાજમાં તિલાવત સંભળાવે અને તમે આ કામ પૂરું કરી દીધું; પરંતુ આ તેમની બદકિસ્મતી છે કે તેઓ આને સાંભળવું પસંદ નથી કરતા .”
(બે-વકઅત = જેની કોઈ ઇજ્જત ન હોય)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી