ત્રણ તબકાઓમાં ખુસૂસિયતથી જવું

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહમતુલ્લાહિ અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું:

આપણી તબ્લીગમાં કામ કરવા વાળાઓએ ત્રણ તબકાઓમાં ત્રણ જ મકાસિદ માટે ખુસૂસિયતથી જવું જોઈએ:

૧. ઉલમા અને સુલહા (અલ્લાહના નેક બંદાઓ)ની ખિદમતમાં દીન શીખવા અને દીનના સારા અસરાત (અસર) લેવા માટે.

૨. પોતાનાથી કમ દર્જાના લોકોમાં દીની વાતોને ફેલાવવાના ઝરિયે પોતાની તક્મીલ (મુકમ્મલ કરવું) અને પોતાના દીનમાં રુસૂખ (મજબૂતી) હાસિલ કરવા માટે.

૩. મુખ્તલિફ ગિરોહોમાં તેમની મુતફર્રિક (અલગ-અલગ) ખૂબીઓ જઝ્બ કરવા માટે.

(મલ્ફૂઝાત હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ રહ઼્મતુલ્લાહિ અલૈહ, પેજ નંબર: ૬૦)

Check Also

બે-પર્દગીના ખતરનાક રિઝલ્ટ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહમતુલ્લાહિ અલૈહિએ એક વાર ઇરશાદ ફરમાવ્યું: “જી હા! આજ-કાલ બે-પર્દગીનો …