હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમનો એતેમાદ (ભરોસો)

قال رسول الله صلى الله عليه وسلم: لو كنت مؤمرا أحدا (على جيش) من غير مشورة (الصحابة، عند صعوبة جمعهم للمشاورة) لأمرت عليهم ابن أم عبد (عبد الله بن مسعود رضي الله عنه وذلك لأن رسول الله صلى الله عليه وسلم كان على ثقة تامّة بكفاءة سيدنا عبد الله بن مسعود رضي الله عنه وأهليّته للقيادة). (سنن الترمذي، الرقم: 3808)

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:

જો મારે કોઈ મશ્વરા વગર કોઈ વ્યક્તિને (લશ્કરના) અમીર (કમાન્ડર) મુકર્રર કરવા હોય (એટલે કે જો મારા માટે સહાબા-એ-કિરામને ભેગા કરવા અને તેમની સાથે મશ્વરો કરવો મુશ્કેલ હોય અને મારે કોઈ વ્યક્તિને લશ્કરના અમીર બનાવવા હોય), તો હું ઇબ્ને-ઉમ્મે-‘અબ્દ (એટલે કે અબ્દુલ્લાહ બિન-મસ’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ)ને લશ્કરના અમીર મુકર્રર કરી દઈશ (એટલે કે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને હઝરત અબ્દુલ્લાહ બિન-મસ’ઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ પર પૂરો ભરોસો હતો કે તેઓ અમીર બનવાને લાયક છે).

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુની બહાદુરી

જંગે-હુનૈનમાં મુસલમાનોને આરઝી શિકસ્તનો સામનો કરવો પડ્યો. આ મુશ્કેલ ઘડીમાં હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ તે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ ‘અન્હુમમાંથી હતા, જેઓ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ સાથે સાબિત-કદમ રહ્યા.

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે:

હું ગઝવા-એ-હુનૈનના દિવસે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ સાથે હતો, જ્યારે બીજા મુસલમાનો મૈદાને-જંગથી હટવા લાગ્યા. તે સમયે મુહાજિર અને અન્સારમાંથી એંસી (૮૦) માણસો રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ સાથે સાબિત-કદમ રહ્યા, અમે તકરીબન એંસી(૮૦) કદમ પાછળ હટ્યા, પરંતુ અમે દુશ્મન તરફ પોતાની પીઠ ન ફેરવી (અને મૈદાને-જંગમાંથી ભાગ્યા નહીં). આ એ મોમિન હતા, જેમના પર અલ્લાહ તઆલાએ (મૈદાને-જંગમાં) સકીના (સુકૂન અને ઇત્મિનાન) નાઝિલ ફરમાવ્યું.

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ આગળ બયાન કરે છે કે રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પોતાના ખચ્ચર પર સવાર હતા અને આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ પોતાના ખચ્ચરને દુશ્મન તરફ વધારી રહ્યા હતા; પરંતુ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમનું ખચ્ચર પરેશાન થઈને બીજી તરફ વળી ગયું, જેનાથી રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ થોડાક ઝીન (સવારીની સીટ)ની એક તરફ નમી ગયા.

હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ ‘અન્હુ ફરમાવે છે:

આ જોઈને મને રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમના સવારી પરથી પડી જવાનો અંદેશો થયો, તેથી મેં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમથી કહ્યું: એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ! પોતાને મજબૂતીથી થામી લો. અલ્લાહ તઆલા આપને બુલંદ રાખે!

રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે મારાથી ફરમાવ્યું કે મને એક મુઠ્ઠી માટી આપો. મેં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમને માટી આપી, પછી આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે તેને તેમના ચહેરાઓ (એટલે કે દુશ્મનના ચહેરાઓ) તરફ ફેંકી. અલ્લાહ તઆલાએ દુશ્મનની આંખો તે માટીથી ભરી દીધી.

તેના પછી રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે પૂછ્યું: મુહાજિર અને અન્સાર ક્યાં છે? મેં જવાબ આપ્યો: તેઓ ત્યાં (મૈદાને-જંગમાં) મોજૂદ છે. આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: તેમને બોલાવો.

તેથી મેં તેમને બોલાવ્યા અને તેઓ એવી હાલતમાં આવ્યા કે તેમના જમણા હાથમાં તેમની તલવારો હતી, જે સિતારાઓની જેમ ચમકી રહી હતી. આ જોઈને મુશરિકો પોતાની પીઠ ફેરવીને (મૈદાને-જંગમાંથી) ભાગી ગયા. આ રીતે અલ્લાહ તઆલાએ રસૂલે-કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ અને સહાબા-એ-કિરામને ફતહ નસીબ ફરમાવી. (મુસ્નદે-અહમદ, રકમ: ૪૩૩૬)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ સાથે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની કુર્બત (નજીકી)

عن سيدنا أبي موسى الأشعري رضي الله عنه أنه قال: قدمت أنا وأخي من اليمن …