خاطب رسول الله صلى الله عليه وسلم الصحابة رضي الله عنهم فقال: خذوا القرآن من أربعة من عبد الله بن مسعود – فبدأ به -، وسالم مولى أبي حذيفة، ومعاذ بن جبل، وأبي بن كعب رضي الله عنهم (صحيح البخاري، الرقم: ٣٨٠٨)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સહાબા-એ-કિરામ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમને મુખાતબ કરીને ફરમાવ્યું:
ચાર લોકો પાસેથી કુરઆને-મજીદ શીખો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સૌથી પહેલા હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું નામ લીધું. તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે સાલિમ (એટલે કે અબૂ-હુઝૈફાના આઝાદ કરેલા ગુલામ), મુઆ઼ઝ બિન-જબલ અને ઉબય બિન-કઅ્બ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમના નામ લીધા.
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના ઇસ્લામ કબૂલ કરવાનો વાકિઓ
હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ એક નવજવાન હતા, જે મક્કા-મુકર્રમાના એરિયામાં ઉક્બા બિન-અબી-મુઐતની બકરીઓ ચરાવતા હતા. એક દિવસ તેઓ બકરીઓ ચરાવી રહ્યા હતા અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ ત્યાંથી પસાર થયા. તે વખતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મક્કાના મુશરિકોથી બચીને નીકળી રહ્યા હતા.
એટલા માટે કે અરબોમાં એ રિવાજ હતો કે મુસાફરોને મફતમાં દૂધ પીવડાવવામાં આવતું હતું, તેથી બકરીઓ જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમની પાસે દૂધ માંગ્યું.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ અને હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તેમને કહ્યું: “એ નવજવાન! શું તારી પાસે થોડું દૂધ છે?”
તેમણે જવાબ આપ્યો: “હા, દૂધ તો છે; પણ આ બકરીઓ મારી પાસે અમાનત છે, તેથી હું તમને દૂધ આપવા નથી માંગતો.”
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: “મારી પાસે એક એવી બકરી લાવો, જેનો હજુ સુધી મિલાપ ન થયો હોય (એટલે કે જે હજુ સુધી દૂધ ન આપતી હોય).” તેથી હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસે એક નાની ઉંમરની બકરી લઈને આવ્યા.
હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ તે બકરીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમના સામે રોકી. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ કુરઆને-મજીદની કેટલીક આયતો પઢતા પઢતા અને અલ્લાહ ત’આલા પાસે દૂધ માંગતા માંગતા એના થનો (આંચળો) પર હાથ ફેરવવા લાગ્યા. જેવુ જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે એવું કર્યું, એના આંચળ મોજિઝાના તોર પર દૂધથી ભરાઈ ગયા.
પછી હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસે એક પથ્થર લઈને આવ્યા જે વાસણ જેવો હતો. આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે એમાં દૂધ દોહ્યું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ, હઝરત અબૂ-બક્ર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ અને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બધાએ તે દૂધ પીધું.
તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તે જાનવરના આંચળને હુકમ આપ્યો કે તે પહેલાની જેમ થઈ જાય; તેથી તે તુરંત પહેલાની જેમ થઈ ગયા (એટલે કે એમાં દૂધ ન રહ્યું.)
પોતાની આંખોથી આ મોજિઝાને જોઈને હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું દિલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મોહબ્બતથી ભરાઈ ગયું. કેટલાક દિવસો પછી તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસે આવ્યા અને ઇસ્લામ કબૂલ કરી લીધો.
ઇસ્લામ કબૂલ કરતી વખતે હઝરત અબ્દુલ્લાહ બિન-મસઊદ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને અર્ઝ કર્યું કે મને એ કલિમાત (વાક્યો) શીખવી દો જે આપે તે વખતે પઢ્યા હતા જ્યારે આપે તે જાનવરમાંથી દૂધ કાઢ્યું હતું જેના આંચળમાં દૂધ ન હતું. તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે પોતાનો દસ્તે-મુબારક (મુબારક હાથ) તેમના સર પર ફેરવ્યો અને ફરમાવ્યું:
يرحمك الله فإنك غليم معلم
“અલ્લાહ ત’આલા તમારા પર રહમ ફરમાવે! બેશક તમે એક એવા નવજવાન છો જે ઇલ્મમાં ખૂબ તરક્કી (પ્રગતિ) કરશે.”
એક રિવાયતમાં એ પણ આવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે તેમના માટે અલ્લાહ ત’આલા પાસે ખાસ બરકતની દુઆ ફરમાવી.
(સહીહ ઇબ્ને-હિબ્બાન: ૬૫૦૪, મુસ્નદ અહમદ: ૩૫૯૮ / ૪૪૧૨, મુસ્નદ અબી-યા’લા: ૫૦૯૬, અલ-બિદાયા વન્-નિહાયા: ૪/૮૧)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી