તકબ્બુર (ઘમંડ) દૂર થવાની નિશાની

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું:

એક સાહેબે ખત (પત્ર) લખ્યો હતો કે કિબ્ર (તકબ્બુર/ઘમંડ) નીકળી ગયું છે તેની નિશાની શું છે?

મેં જવાબમાં લખાવ્યું કે જો કોઈ વ્યક્તિ તમારા પર એ’તિરાઝ કરે (વાંધો ઉઠાવે), તનકીદ (ટીકા) કરે કે તમને ખરાબ કહે, તો જુઓ! તમારા કલ્બ (દિલ) પર તેની શું અસર થાય છે.

જો તમારા મનમાં એવો વિચાર આવે કે આ એ’તિરાઝ (વાંધા) પર ધ્યાન કે વિચાર કરવો જોઈએ, અને જો તે વાત સાચી હશે તો આપણે આપણી જાતને સુધારીશું (ઇસ્લાહ કરીશું), તો યાદ રાખો! આ નિશાની છે કિબ્ર (ઘમંડ) દૂર થઈ જવાની. અને જો કોઈનો વાંધો કે ટીકા સાંભળતાની સાથે જ, કંઈ પણ વિચાર્યા-સમજ્યા વગર ગુસ્સો આવી જાય, તો આ નિશાની છે તકબ્બુરની. (મલ્ફૂઝાતે હઝરત શૈખ રહ઼્મતુલ્લાહ ‘અલૈહ, હિસ્સો અવ્વલ, પેજ નંબર: ૭૧)

Check Also

ઝકાત અદા કરવાથી આખા માલની હિફાઝત

શૈખુલ-હદીસ હઝરત મૌલાના મુહ઼મ્મદ ઝકરિય્યા રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એ એક વાર ફરમાવ્યું: જો માલની ઝકાત ન …