બીમારની ઇયાદત વખતના સમયની દુઆઓ
પેહલી દુઆઃ
لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ
“ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી)
બીજી દુઆઃ
أَسْألُ اللهَ الْعَظِيْمَ رَبَّ الْعَرْشِ الْعَظِيْمِ أَنْ يَّشْفِيَكَ
હું તે અલ્લાહ પાસે સવાલ કરું છું, જે ખૂબ જ અઝીમ છે અને અર્શે-અઝીમનો પરવરદિગાર છે કે તે તમને શિફા આપે.
હઝરત ઇબ્ને-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અન્હુમાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ સાત વાર ઉપર ઝિક્ર કરેલી દુઆ કોઈ એવા બીમાર માણસ પર પઢે, જેનું મોત આ બીમારીમાં મુકદ્દર ન હોય, તો અલ્લાહ ત’આલા તે માણસને આ બીમારીમાંથી શિફા અતા ફરમાવશે. (સુનન અબી-દાઊદ, અર્-રકમ: ૩૧૦૬; સુનન અત્-તિર્મિઝી, અર્-રકમ: ૨૦૮૩)
ત્રીજી દુઆ
أَذْهِبِ الْبَأْسَ رَبَّ النَّاسِ وَاشْفِ أَنْتَ الشَّافِيْ لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا
તમામ લોકોના પરવરદિગાર! સખ્તીને દૂર ફરમા અને શિફા અતા ફરમા. તું જ શિફા આપવા વાળો છે. તારી શિફા સિવાય કોઈ શિફા નથી. એવી શિફા અતા ફરમા, જેનાથી કોઈ બીમારી બાકી ન રહે.
ચોથી દુઆ
بِاسْمِ اللهِ أَرْقِيْكَ مِنْ كُلِّ شَيْءٍ يُؤْذِيْكَ مِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عَيْنٍ حَاسِدٍ اللهُ يَشْفِيْكَ بِاسْمِ اللهِ أَرْقِيْكَ
અલ્લાહનું નામ લઈને હું તમારા પર (આ અલ્ફાઝથી) દમ કરું છું (એટલે કે તમારા માટે અલ્લાહ પાસે શિફા માંગું છું) હર તે વસ્તુથી, જે તમને નુકસાન પહોંચાડી રહી છે, હર નફ્સ અથવા હસદ કરવા વાળી આંખથી. અલ્લાહ ત’આલા તમને શિફા અતા ફરમાવે. અલ્લાહનું નામ લઈને હું તમારા પર (આ અલ્ફાઝથી) દમ કરું છું.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી