સૂરહ-નાસની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ‎﴿١﴾‏ مَلِكِ النَّاسِ ‎﴿٢﴾‏ إِلَٰهِ النَّاسِ ‎﴿٣﴾‏ مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾‏ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ‎﴿٦﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ લોકોને) કહો કે હું પનાહ માંગું છું લોકોના રબ પાસે (૧) લોકોના બાદશાહ પાસે (૨) લોકોના મા’બૂદ પાસે (૩) તે વસવસો નાંખવા વાળા ના શર થી, જે પાછળ હટી જવા વાળો છે (૪) જે લોકોના દિલોમાં વસવસો નાંખે છે (૫) પછી ભલે તે (વસવસો નાંખવાવાળો) જીનમાંથી હોય કે લોકોમાંથી (હું પનાહ માંગું છું) (૬) 

રૂહાની શર (બૂરાઈઓ) થી પનાહ માંગવી

પાછલી સૂરતમાં (એટલે કે સૂરહ ફલકમાં) બુનિયાદી રીતે જિસ્માની તકલીફો અને શરથી પનાહ માંગવામાં આવી હતી (જોકે. {અલ્લાહ ત’આલાની પેદા કરેલી તમામ ચીજોના શરથી પનાહ માંગું છું}ના આમ હોવામાં રૂહાની તકલીફો અને બૂરાઈઓ પણ શામેલ હતી).

આ સૂરતમાં રૂહાની તકલીફો અને શરથી પનાહ માંગવામાં આવી છે.
કારણ કે રૂહાની તકલીફો અને શર, જિસ્માની તકલીફો અને શરથી ક્યાંય વધારે બદતર છે, તેથી આ સૂરત સાથે કુરઆને-મજીદને ખતમ કરવામાં આવ્યું છે.

જે પણ જિસ્માની શર અને તકલીફ ઇન્સાનને પહોંચે છે, તે ઇન્સાનની જિંદગી સુધી મહદૂદ (સીમિત) રહે છે. જેવા જ ઇન્સાનનો ઇન્તિકાલ થાય છે, તેની આજ્માઇશ અને તકલીફ ખતમ થઈ જાય છે.

જ્યાં સુધી રૂહાની શર અને તકલીફની વાત છે, તો આ ફક્ત દુન્યવી જિંદગી સુધી મહદૂદ નથી રહેતી; બલ્કે તે આખિરેતમાં પણ ઇન્સાનને પહોંચે છે. તેથી આનાથી આ વાત વાઝેહ (સાફ) છે કે રૂહાની તકલીફો અને શર દુનિયાની જિસ્માની તકલીફો અને શરથી વધારે સંગીન અને ખતરનાક છે.

લફ્ઝ “الناس” (અન્નાસ – લોકો/ઇન્સાન)નો તકરાર (દોહરાવવું/રિપીટ કરવું/પુનરાવર્તન)

આ સૂરહમાં લફ્ઝ “અન્નાસ” પાંચ વખત આવ્યો છે. સામાન્ય રીતે વાતચીતની રીત એવી હોય છે કે જ્યારે કોઈ વસ્તુનો એક વાર સાફ શબ્દોમાં ઉલ્લેખ કરી દેવામાં આવે અને ફરીથી તેના વિશે જણાવવું હોય, તો તેની તરફ ઇશારો કરવો (જેમ કે ઝમીર/Pronoun નો ઉપયોગ કરવો) પૂરતું હોય છે; વારંવાર એ જ શબ્દને દોહરાવવામાં આવતો નથી. પરંતુ આ સૂરહમાં લફ્ઝ “અન્નાસ”ને વારંવાર દોહરાવવામાં આવ્યો છે.

લફ્ઝ “અન્નાસ”ના તકરારનું કારણ

કેટલાક ‘ઉલમા બયાન કરે છે કે લફ્ઝ “અન્નાસ”ને પાંચ વખત આ કારણોસર દોહરાવવામાં આવ્યો છે કે તેના દ્વારા ઇન્સાનની જિંદગીના તે પાંચ અલગ-અલગ મરાહિલ (તબક્કાઓ/સ્ટેજ) તરફ ઇશારો કરવામાં આવ્યો છે, જેમાંથી ઇન્સાન પોતાની જિંદગીમાં ગુઝરે છે:

૧. પહેલી વાર

ઇન્સાનની જિંદગીનો પહેલો તબક્કો બાળપણનો છે, જેમાં તે અલ્લાહ ત’આલાનો સૌથી વધુ મોહતાજ હોય છે. તેથી અલ્લાહ ત’આલા આપણને તાલીમ આપી રહ્યા છે કે આપણે તેમની હિફાઝત અને પનાહ માંગીએ. અલ્લાહ તબારક વ ત’આલા ફરમાવે છે:

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ

તરજુમો: આપ (એ મોહમ્મદ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ-સલ્લમ લોકોને) કહી દો કે હું પનાહ માંગું છું ઇન્સાનના રબની (એટલે કે અલ્લાહ ત’આલાની).

‘રબ’થી મુરાદ તે ઝાત (હસ્તી) છે, જે દરેક મખ્લૂકને પેદા કરે છે, પછી તેના ઉમૂર (બાબતો/કામો)ની નિગરાની અને ઇન્તેઝામ કરે છે, દરેક પળે તેની હાજતો અને જરૂરિયાતો પૂરી કરે છે અને જેમ-જેમ તે પ્રગતિ કરે છે, તેની મદદ અને નુસરત (સહાય) કરે છે.

એટલા માટે શરૂઆતમાં, જ્યારે બાળક પોતાની નશ્વોનુમા (વિકાસ/ઉછેર)ના તબક્કામાં હોય છે, ત્યારે અલ્લાહ ત’આલા તરફ ઇન્સાનની હાજત અને જરૂરિયાત સમજાવવા માટે લફ્ઝ ‘રબ’ ઉપયોગ કરવામાં આવ્યો, જે સૌથી વધુ મુનાસિબ શબ્દ હતો.

૨. બીજી વાર

તેના પછી ઇન્સાન તરક્કી (પ્રગતિ) કરે છે, ત્યાં સુધી કે તે જવાન થઈ જાય છે. તે સમયે તેના દિલમાં હાકિમો (શાસકો) અને સરબરાહો (લિડરો) નો ખૌફ પેદા થાય છે.

તેથી લફ્ઝ “મલિકિન્-નાસ” (مَلِكِ النَّاسِ) થી અલ્લાહ ત’આલાએ આ વાત તરફ ઇશારો કર્યો છે કે દરેક ઇન્સાને હકીકી બાદશાહ અને અહકમુલ-હાકિમીન એટલે કે અલ્લાહ ત’આલાની પનાહ માંગવી જોઈએ.

૩. ત્રીજી વાર

ઇન્સાનની જિંદગીનો ત્રીજો તબક્કો તે છે, જ્યારે તે ઘડપણમાં પહોંચી જાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ જિંદગીના આખરી હિસ્સામાં પહોંચે છે, ત્યારે તે સમજે છે કે તેને ઇબાદત અને ઇતાઅત (કહ્યું માનવું)માં અલ્લાહ ત’આલા તરફ રુજૂ કરવાની વધુ જરૂર છે; એટલા માટે તે અલ્લાહ ત’આલાની ઇબાદત અને બંદગીમાં ખૂબ મુજાહદો (મહેનત/કોશિશ) કરે છે.

ચુનાંચે આ તબક્કા માટે લફ્ઝ “ઇલાહિન્-નાસ” (إِلَٰهِ النَّاسِ) ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં એ કહી શકાય કે દરેક ઇન્સાનને અલ્લાહ ત’આલા તરફ રુજૂ થવું (પાછા વળવું) જોઈએ અને તેની પનાહ માંગવી જોઈએ; કારણ કે તે જ લોકોનો વાહિદ (એકમાત્ર) રબ અને માબૂદ છે.

અલ્લાહ ત’આલાની આ ત્રણ સિફતો (ગુણો) એટલે કે “રબ, માલિક અને ઇલાહ” આ વાત તરફ ઇશારો કરે છે કે અલ્લાહ ત’આલા જ હિફાઝત કરવાવાળા અને પનાહ આપવાવાળા છે.

રબ: અરબી ઝબાનમાં જ્યારે કોઈ વસ્તુની તરફ તેની નિસ્બત કરવામાં આવે છે, તો તેનાથી મિલ્કિયત (માલિકી)નો અર્થ નીકળે છે, જેમ કે “રબ્બુદ્દાર” (ઘરનો માલિક) અને “રબુલ્’અબ્દ” (ગુલામનો માલિક). આ એતેબારથી લફ્ઝ ‘રબ’ હિફાઝત અને પનાહ તરફ ઇશારો કરે છે; કારણ કે માલિક સામાન્ય રીતે પોતાના માલ વિશે ફિક્રમંદ રહે છે અને તેની દેખરેખ તથા હિફાઝતની પૂરી કોશિશ કરે છે.

મલિક (બાદશાહ): આ લફ્ઝ પણ હિફાઝત પર દલાલત કરે છે; કારણ કે બાદશાહ પણ સામાન્ય રીતે પોતાની રિઆયા (પ્રજા)ની હિફાઝત માટે ફિક્રમંદ રહે છે.

ઇલાહ: એવી જ રીતે લફ્ઝ ‘ઇલાહ’ હિફાઝત તરફ ઇશારો કરે છે; કારણ કે ઇલાહને (ખુદાને) પણ પોતાની મખ્લૂકની ફિક્ર હોય છે.

જ્યારે અલ્લાહ ત’આલા આ ત્રણેય ખુસૂસિયાત અને સિફાતના હામિલ (ધરાવનાર) છે, તો તેનો આ તકાઝો છે કે અલ્લાહ ત’આલા યકીનન પોતાની મખ્લૂકની હિફાઝત ફરમાવશે અને અલ્લાહ ત’આલાની હિફાઝતથી વધીને કોઈ હિફાઝત હોઈ શકે નહીં.

૪. ચોથી વાર

ચોથી વખત જ્યારે લફ્ઝ “અન્નાસ”નો ઝિક્ર કરવામાં આવ્યો છે, તો તેનાથી મુરાદ તે હાલત છે, જેનો ઇન્સાન પોતાની આખી જિંદગીમાં સામનો કરે છે, જ્યાં શૈતાન હંમેશા તેના દિલમાં ખરાબ ખ્યાલો અને વસવસા (ખરાબ વિચારો) નાખીને તેને ગુમરાહ કરવાની કોશિશ કરે છે.

એટલા માટે ઇન્સાનને આ તાલીમ આપવામાં આવી છે કે તે શૈતાનથી હંમેશા અલ્લાહ ત’આલાની હિફાઝત અને પનાહ માંગે.

૫. પાંચમી વાર

પાંચમી વખત જ્યારે લફ્ઝ “અન્નાસ”ને દોહરાવવામાં આવ્યો છે, તો તેનાથી મુરાદ શૈતાનના તે એજન્ટ અને આલાકાર (મદદગાર) છે, જે મખ્લૂકને ગુમરાહ કરવાના મિશનમાં શૈતાનની મદદ અને તઆવુન (સહયોગ) કરે છે. તેના એજન્ટોમાં બીજા શૈતાનોની સાથે-સાથે ખરાબ ઇન્સાન પણ શામિલ છે.

સામાન્ય રીતે આ જોવામાં આવે છે કે ઇન્સાનની સોહબત તેની સોચ, ઝેહનિયત અને તર્ઝે-અમલ (વર્તણૂક) પર બહુ મોટી અસર કરે છે. એવી જ રીતે એકના દિલમાંથી બીજાના દિલમાં ખરાબ અહેસાસ અને પૈગામ મુન્તકિલ (ટ્રાન્સફર) થાય છે, જેના લીધે જિંદગી પ્રત્યે ઇન્સાનનો નુક્તે-નઝર (દ્રષ્ટિકોણ) અને માઇન્ડ બદલાઈ જાય છે.

શૈતાન: વસ્વસો નાખવા વાળો

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ‎﴿٤﴾‏ الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ‎﴿٥﴾

“(હું પનાહ માંગું છું) તે વસ્વસો નાખવા વાળાની બુરાઈથી, જે પાછળ હટી જાય છે (૪) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે (૫)”

આ સૂરતમાં અલ્લાહ તઅ઼ાલાએ શૈતાનને ‘અલ-વસ્વાસ’ કહ્યો છે. ‘અલ-વસ્વાસ’ નો લફ્ઝી અર્થ છે—સરગોશી કરવી (એટલે કે ચુપકેથી કાનમાં ફૂસફૂસાવું).

અસલમાં, આ લફ્ઝ ‘અલ-વસ્વાસ’ અરબી ભાષામાં મસ્દર (મૂળ શબ્દ) છે, જેમાંથી તમામ અફ્અ઼ાલ (ક્રિયાઓ) નીકળે છે. અહીંયા શૈતાનને ‘અલ-વસ્વાસ’ મુબાલગા તરીકે કહેવામાં આવ્યો છે; જાણે કે શૈતાન સરાપા (પૂરેપૂરો) વસ્વસો જ વસ્વસો છે.

જેમ કે અલ્લાહ તઅ઼ાલાએ આ આયતમાં મસ્દરનો ઇસ્તેમાલ કર્યો છે અને શૈતાનને આ નામથી પોકાર્યો છે, તો એમાં આ વાત તરફ ઇશારો છે કે શૈતાનની અંદર લોકોને પોતાના વસ્વસાઓ દ્વારા ગુમરાહ કરવાની મોટી કાબિલિયત રહેલી છે.

ઉલમા-એ-કિરામ બયાન કરે છે કે ઇન્સાનના રૂહાની કલ્બ (દિલ) માં બે હિસ્સા હોય છે. એક તરફ એક ફરિશ્તો હોય છે, જે ઇન્સાનને નેકીની તર્ગીબ આપે છે. બીજી તરફ એક શૈતાન હોય છે, જે ઇન્સાનને બુરાઈ પર ઉભારે છે.

(તર્ગીબ આપવી = હોંસલો વધારવો, કામ કરવા પર તૈયાર કરવું)

Check Also

સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …