સવાલ: જો મારી ફજરની નમાઝ કઝા થઈ જાય અને હું સોઈને ઉઠ્યા પછી તેને ઝુહર પહેલા (એટલે કે ઝવાલ પહેલા) પઢું, તો શું હું પહેલા ફજરની બે રકાત સુન્નત પઢું અને પછી ફર્ઝ, કે ફક્ત ફર્ઝ પઢું?
જવાબ: જો કોઈ માણસ તે જ દિવસની ફજરની નમાઝની કઝા ઝવાલ (બપોર ઢળવા) પહેલા પઢે, તો તેણે જોઈએ કે તે ફજરની ફર્ઝ પહેલા બે રકાત સુન્નત પણ પઢે.
પરંતુ, જો કોઈ માણસ ફજરની નમાઝની કઝા ઝવાલ પછી પઢે અથવા તે કોઈ બીજા દિવસની ફજરની નમાઝની કઝા પઢે, તો તે ફજરની બે રકાત સુન્નત નહીં પઢે; બલ્કે તે ફક્ત ફજરની ફર્ઝ નમાઝની કઝા કરશે.
ફકત અને અલ્લાહ તઅ઼ાલા જ સૌથી વધારે જાણનાર છે
દારુલ ઇફ્તા, મદ્રસા તાલીમુદ્દીન
ઇસપિંગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રિકા
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી