
હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼્મતુલ્લાહ ‘અલૈહ એક વાર ઈર્શાદ ફરમાવ્યું (કહ્યું):
માણસ ભલે ગમે તેટલો મોટો આલિમ, ઝાહિદ અને મુત્તકી વ પરહેઝગાર હોય, પરંતુ તેને એ ક્યાં ખબર છે કે હું ખુદાની નજરમાં કેવો છું?
આ એહતેમાલ (શક્યતા) સાથે કોઈ શું દાવો કરી શકે? કારણ કે આખોય દારોમદાર (આધાર) આના પર જ છે કે માણસ ખુદાની નજરમાં સારો હોય, અને આ વાતની ચોક્કસપણે કોઈને પણ ખબર નથી. (મલ્ફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ: ૧૦, પેજ નંબર: ૩૩)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી