
દજ્જાલના આવવા પહેલાં ઉમ્મતનું નીચે જવું
હદીસ-શરીફમાં આવ્યું છે કે કિયામત પહેલાં લોકોની જીંદગીનો સૌથી પહેલો ગોલ અને અસલ મકસદ વધારેમાં વધારે માલ-દૌલત ભેગી કરવાનો હશે. લોકો માલને એ નજરે જોશે કે માલ જ તમામ રાહત-આરામની ચાવી છે, દરેક પ્રકારની ખુશી અને મનોરંજનનો દરવાજો છે અને તમામ લજ્જતો તથા દુનિયાની ઈચ્છાઓને પૂરી કરવાનું માધ્યમ છે; એટલા માટે તેઓ માલ મેળવવા માટે પોતાનું બધું જ લુટાવી દેશે અને કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જશે.
માલ-દૌલતની બેહદ લાલચ તેમના પર એવી રીતે હાવી થઈ જશે કે તે તેમને પોતાના દીની ફર્ઝ અને વાજિબ બાબતોથી બિલ્કુલ અજાણ બનાવી દેશે. તેઓ માલ-દૌલત મેળવવા માટે પોતાના મામલાઓમાં બેપરવાહ બની જશે; એટલા માટે જો તેમને વધારે માલ-દૌલત હાસિલ કરવા માટે શરીઅતના હુકમોને નજરઅંદાજ કરવા કે તેમની વિરુદ્ધ (ખિલાફ) જવા પર મજબૂર કરવામાં આવશે, તો તેઓ એવું કરવામાં પણ સહેજ પાછા ફરીને ન જોશે.
જેમ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો ઇર્શાદ છે કે નજીકના સમયમાં લોકો પર એક એવો જમાનો આવશે કે ઇન્સાન પોતાની કમાણીના બાબતમાં એ પરવાહ નહીં કરે કે તે હલાલ તરીકે કમાય છે કે હરામ તરીકે કમાય છે. (સહીહ અલ-બુખારી, રકમ: ૨૦૫૯)
એક બીજી હદીસમાં આવ્યું છે કે કિયામત પહેલાં માલની મહોબ્બતના કારણે લોકો દુનિયાના થોડાક માલના બદલામાં પોતાનો દીન વેચવા માટે તૈયાર થઈ જશે.
તેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનું ફરમાન છે કે ફિતનાઓના આવતા પહેલાં નેક આમાલ તરફ જલ્દી કરો, જે અંધારી રાતના ટુકડાઓની જેમ હશે. માણસ સવારે મોમિન હશે અને સાંજે કાફિર થઈ જશે અથવા માણસ સાંજે મોમિન હશે અને સવારે કાફિર થઈ જશે. તે દુનિયાની મામૂલી વસ્તુના બદલામાં પોતાનો દીન અને ઈમાન વેચી નાખશે. (સહીહ મુસ્લિમ, રકમ: ૧૧૮)
જો કોઈ વ્યક્તિ મુસલમાનોની આજની બદહાલી અને ઉમ્મતની સામે આવી રહેલી અલગ-અલગ પરિસ્થિતિઓને ધ્યાનથી જોવે, તો તેને સારી રીતે અંદાજો થઈ જશે કે આ બધી એ જ વાતો છે, જેનો ઉલ્લેખ ઉપર જણાવેલી હદીસોમાં કરવામાં આવ્યો છે.
એક હદીસમાં આવ્યું છે કે જ્યારે દજ્જાલનો ઝુહૂર (ઝાહિર થવું) થશે, તો તે લોકોને ગુમરાહ કરવા માટે આ જ હથિયાર એટલે કે માલ-દૌલતનો ઉપયોગ કરશે.
દજ્જાલ અને તેના એજન્ટોની સાઝિશ
થોડા વર્ષો પહેલાં એક આલિમ રિફાહી કામો (લોકકલ્યાણના કામો)ના સિલસિલામાં બોસ્નિયા જઈ રહ્યા હતા. ફ્લાઈટમાં તેઓ એક યહૂદીની પાસે બેઠા હતા. સફર દરમિયાન તેઓ દીન વિશે વાત કરવા લાગ્યા. આ આલિમ એ સમયે ખૂબ જ હેરાન થઈ ગયા જ્યારે તે યહૂદીએ તેમને કહ્યું કે અમે તમારા દીને-ઇસ્લામનો મુતાલો (અધ્યયન) કર્યો છે અને તમારા કુરઆન તથા હદીસને પણ પઢી છે. કદાચ અમે તમારા દીનને તમારા કરતાં વધારે સારી રીતે જાણીએ છીએ.
ત્યારબાદ યહૂદીએ કહ્યું કે તમારા દીનનો અભ્યાસ કર્યા પછી અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે આપ મુસલમાનોને અલ્લાહ ત’આલાની નુસ્રત અને મદદ હાસિલ છે અને એ જ કારણે યહૂદી લોકો આપ લોકોને પૂરી રીતે શિકસ્ત (હાર) આપવા અને કાબૂમાં કરવામાં કામયાબ થઈ શક્યા નથી. છતાં પણ, અમે આપ લોકોની કિતાબોનો મુતાલો કર્યો જેથી અમે આપ લોકોની નબળાઈઓ અને એ બાબતોને શોધી શકીએ, જેના કારણે આપ લોકો અલ્લાહ ત’આલાની મદદથી મહરૂમ (વંચિત) થઈ જાઓ.
આપ લોકોના દીનનો અભ્યાસ કર્યા પછી અમે એવા નિર્ણય પર પહોંચ્યા કે અમારે માત્ર ચાર કામ કરવાની જરૂર છે, જેના લીધે આપ મુસલમાન લોકો અલ્લાહ ત’આલાની મદદથી મહરૂમ (વંચિત) થઈ જશો.
પછી તે યહૂદીએ તે આલિમ સામે નીચે મુજબની ચાર બાબતો બયાન કરી:
(૧) અમારે મુસલમાનોને અલગ-અલગ પ્રકારની રમતો, ફિઝૂલ (બેકાર) વસ્તુઓ અને તેની સાથે મનોરંજનની બાબતોમાં મશ્ગૂલ કરવાની જરૂર છે જેથી તેઓ પોતાના દીની ફર્ઝ, વાજિબ અને અલ્લાહ ત’આલાના હકોથી બેખબર થઈ જાય.
(૨) અમારે મુસલમાન ઔરતોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને અલગ-અલગ દુનિયાદારીના હોદ્દાઓ પર નિયુક્ત કરવાની જરૂર છે જેથી અજાણ્યા મર્દો સાથે તેમનો મેળજોળ થાય અને તેઓ જાત-જાતના શરમજનક કામો કરે, જેનાથી તેમની શર્મ, હયા અને પાકદામની, પાકિઝગી ખતમ થઈ જાય.
(૩) અમારે તેમને રિબા અને સૂદ (વ્યાજ)માં લપેટવાની જરૂર છે. આ મકસદને પૂરો કરવા માટે અમે તેમને બેંકોના ગુલામ બનાવીશું અને તેમને આ સિસ્ટમમાં ફસાવવાની પૂરી કોશિશ કરીશું. તેનું રિઝલ્ટ એ આવશે કે તેઓ વ્યાજખોરીની સિસ્ટમમાં પૂરી રીતે ફસાઈ જશે.
(૪) છેલ્લે, અમારે મુસલમાનો વચ્ચે આપસી ફૂટ (અંદરોઅંદરનો ઝગડો) પેદા કરવાની જરૂર છે. અમે એવા રસ્તાઓ શોધીશું, જેના દ્વારા અમે અવામને ઉલમા-એ-હકથી દૂર કરી દઈશું અને ઉલમા પરથી જનતાનો ભરોસો ખતમ કરી દઈશું; તેથી દરેક વ્યક્તિ પોતપોતાના રસ્તે ચાલશે અને તે દીનને પોતાના હાથમાં લઈ લેશે. આનો અફસોસજનક અંજામ એ આવશે કે મુસલમાનોના જીવનમાં દીન બાકી રહેશે નહીં.
આ વાતો કહીને યહૂદીએ જણાવ્યું કે જે મન્સૂબાઓ (યોજનાઓ) તેમણે બનાવ્યા હતા, તેઓ તેમાં કામયાબ થઈ ચૂક્યા છે.
આ જ કારણ છે કે આપણે જોઈએ છીએ કે ઉમ્મતે-મુસ્લિમા દીનથી ઘણી દૂર થઈ ગઈ છે અને અલ્લાહ ત’આલા તરફથી તેમની મદદ થઈ રહી નથી.
યહૂદીઓએ ઉમ્મતે-મુસ્લિમાને ગુમરાહ કરવા માટે જે મન્સૂબાઓ અપનાવ્યા, આપણે જોઈએ છીએ કે જ્યારે દજ્જાલનો ઝુહૂર થશે, ત્યારે તે લોકોને દીન અને ઈમાનથી મહરૂમ (વંચિત) કરવા માટે આ જ યોજનાઓ (એટલે કે ઔરત, માલ-દૌલત અને મનોરંજન)નો ઉપયોગ કરશે.
અલ્લાહ ત’આલા આપણી અને આખી ઉમ્મતે-મુસ્લિમાના દીન અને ઈમાનની હિફાઝત ફરમાવે. આમીન યા રબ્બલ ‘આલમીન.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી