
ذات مرة، قال رسول الله صلى الله عليه وسلم لسيدنا بلال رضي الله عنه: سمعت الليلة خشف نعليك بين يدي في الجنة (في رؤيا أريته) (من صحيح مسلم، الرقم: 2458)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે એક વખત હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું:
”ગઈ રાત્રે (સ્વપ્નમાં) મેં જન્નતમાં મારી આગળ તારા જૂતાનો અવાજ સાંભળ્યો.”
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુના પગરખાંનો અવાજ અને તહિય્યતુલ વુઝૂની નમાઝ
હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે, એક વખત ફજરની નમાઝના સમયે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ ને ફરમાવ્યું:
“હે બિલાલ! મને તારા એવા કોઈ અમલ વિશે જણાવ, જેના વિશે તને સૌથી વધુ ઉમ્મીદ હોય કે તે આખિરતમાં તારા માટે ફાયદાકારક સાબિત થશે; કારણ કે ગત રાત્રે (સ્વપ્નમાં) મેં જન્નતમાં મારી આગળ તારા જૂતાનો અવાજ સાંભળ્યો છે.”
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો:
“મને જે અમલથી સૌથી વધુ ફાયદાની ઉમ્મીદ છે તે એ છે કે, હું દિવસ કે રાતમાં જ્યારે પણ વુઝૂ કરું છું, ત્યારે તે વુઝૂ પછી (નફલ) નમાઝ ચોક્કસ પઢું છું (એટલે કે હું તહિય્યતુલ-વુઝૂની નફલ નમાઝ પઢું છું).”
આ હદીસમાં આપણે જોઈએ છીએ કે નમાઝ પઢવાને કારણે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને જન્નતમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સોબતનું માન હાસિલ થયું.
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આગળ ચાલવું એ જ રીતે છે, જે રીતે એક ખાદિમ પોતાના માલિકની આગળ ચાલે છે, જેથી તે તેની ખિદમત કરી શકે અને તેના આરામનો ખ્યાલ રાખી શકે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી