રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની દુઆ નો લાભ

عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي بلغتني صلاته وصليت عليه وكتبت له سوى ذلك عشر حسنات (المعجم الأوسط للطبراني، وسنده لا بأس به كما في القول البديع صـ 239)

હઝરતે અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે, જે માણસ મારા ઉપર એક વખત દુરૂદ મોકલે છે, તેનુ દુરૂદ મારા સુઘી પહોંચે છે અને હું તેના ઉપર દુરૂદ મોકલુ છું (મતલબ હું તેના માટે દુઆ કરું છું), ઉપરાંત તેના વગર તેના માટે દસ નેકી લખવામાં આવે છે.

દુરૂદની સાથે સલામ લખવું

અબૂ અલી હસન બિન અલી અત્તાર(રહ.) કહે છે કે મને અબૂ તાહિર(રહ.) હદિષે પાક નાં અમૂક ભાગો લખીને આપ્યા, મેં એમાં જોયુ કે જ્યાં પણ નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું પાક નામ આવ્યુ છે ત્યાં તેવણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પાક નામ પછી આ લખેલુ હતુઃ

صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا كَثِيرًا كَثِيرًا

મેં પુછ્યુ કે આવી રીતે કેમ લખો છો, એમણે કહ્યુ કે હું પોતાનાં બાળપણનાં ઝમાનામાં હદીષે પાક લખ્યા કરતો હતો અને હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પાક નામનાં ઉપર દુરૂદ લખતો ન હતો. અને એક વખત મેં હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સપનામાં ઝિયારત કરી. મેં હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં હાઝર થયો અને મેં સલામ પેશ કર્યુ. હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ. મેં બીજી તરફ હાજર થઈ સલામ પેશ કર્યુ. હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ત્યાંથી પણ મોઢું ફેરવી લીઘુ. મેં ત્રીજી વાર નૂરાની ચેહરા ની તરફ હાજર થયો. મેં વિનંતી કરી યા રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમે મારાથી મોઢું શું કારણે ફેરવી રહ્યા છો. હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)મેં ઇરશાદ ફરમાવ્યુ કે, “જ્યારે તમો પોતાની કિતાબમાં મારૂ નામ લખો છો તો મારા ઉપર દુરૂદ નથી મોકલતા.” ત્યારથી મારૂ આ નિત્યક્રમ થઈ ગયો કે જ્યારે પણ મેં હુઝૂરે અકદસ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું પાક નામ લખુ છું તો મેં આવીજ રીતે લખું છુઃ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ تَسْلِيمًا كَثِيرًا كَثِيرًا كَثِيرً (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ૧૬૮)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની કબરે-અત્હર પર એક અરબ દેહીતીની હાજરી

એક અરબ દેહાતી કબરે-અતહર પર હાજર થયો અને ઊભો થઈને અરજ કર્યુ “યા અલ્લાહ! તમે ગુલામોને આઝાદ કરવાનો હુકમ આપ્યો છે. આ તારો મહબૂબ છે અને હું તારો ગુલામ છું, પોતાના મહબૂબની કબર પર મારા જેવા ગુલામને આગથી આઝાદી અતા ફરમાવો.”

ગૈબથી એક અવાજ આવી કે “તમે એકલા પોતાના માટે આઝાદી માંગી, બઘા માણસોના માટે આઝાદી કેમ ન માંગી, અમે તમને આગથી આઝાદી અતા ફરમાવી.” (અલ-મવાહિબુલ-લદુન્નિયહ ૩/૫૯૭, ફઝાઈલે-હજ પેજ નં- ૧૨૬)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

 Source: http://whatisislam.co.za/index.php/history/seerah/seeratul-mustafaa/item/452 http://ihyaauddeen.co.za/?p=5717

Check Also

એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો

عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول: من صلى على رسول الله صلى الله عليه وسلم صلاة صلى الله عليه وملائكته سبعين صلاة فليقل عبد من ذلك أو ليكثر...