
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أربعة: أنا سابق العرب (جئتنهم بالإسلام)، وسلمان سابق الفرس (إلى الإسلام)، وبلال سابق الحبشة (إلى الإسلام)، وصهيب سابق الروم (إلى الإسلام) (المستدرك، الرقم: ٥٢٤٣)
હઝરત અનસ રદ઼િયલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:
ચાર લોકોએ સબકત કરી (ઈસ્લામ લાવવામાં પોતાની-પોતાની કૌમોથી આગળ વધ્યા):
હું (મુહ઼મ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) અરબોમાંથી સૌથી પહેલો છું (કેમ કે હું અરબ પાસે દીને-ઈસ્લામ લાવ્યો). સલમાન ફારસીઓમાં (ઈસ્લામ લાવવામાં) સૌથી પહેલા છે. બિલાલ હબશીઓમાં (ઈસ્લામ લાવવામાં) સૌથી પહેલા છે. અને સુહૈબ રૂમીઓમાં (ઈસ્લામ લાવવામાં) સૌથી પહેલા છે.
હઝરત બિલાલ હબ્શી રદ઼િયલ્લાહુ અન્હુ ઇસ્લામ પર મજબૂતીથી ડટી રહ્યા
હઝરત બિલાલ હબ્શી રદ઼િયલ્લાહુ અન્હુ એક મશહૂર સહાબી છે, જે હંમેશા મસ્જિદે-નબવીના મુઅઝ્ઝિન રહ્યા. શરૂઆતમાં તેઓ એક કાફિરના ગુલામ હતા. તેઓ ઇસ્લામ લાવ્યા, જેના કારણે તેમને જાતજાતની તકલીફો આપવામાં આવતી હતી.
ઉમય્યા બિન-ખલફ, જે મુસલમાનોનો સખત દુશ્મન હતો, તે તેમને સખત ગરમીમાં, બપોરના સમયે તપતી રેતી પર સીધા સુવાડીને તેમની છાતી પર પથ્થરની મોટી ચટ્ટાન મૂકી દેતો, જેથી તેઓ હલનચલન ન કરી શકે, અને કહેતો કે કાં તો આ જ હાલતમાં મરી જાઓ, અથવા જો જીંદગી જોઈતી હોય તો ઇસ્લામ છોડી દો. પરંતુ તેઓ આ હાલતમાં પણ “અહદ! અહદ!” (એટલે કે, ઇબાદત કરવા યોગ્ય જાત એક જ છે! ઇબાદત કરવા યોગ્ય જાત એક જ છે!) કહેતા હતા.
રાત્રે તેમને સાંકળોમાં બાંધીને કોરડાઓ મારવામાં આવતા હતા, અને બીજા દિવસે તે જ ઘાવને ગરમ જમીન પર નાખીને વધુ ઘાયલ કરવામાં આવતા, જેથી તેઓ બેચેન અને બેકરાર થઈને ઇસ્લામથી ફરી જાય અથવા તડપી-તડપીને મરી જાય. અઝાબ આપનારાઓ કંટાળી જતા. ક્યારેક અબૂ-જહલનો વારો આવતો, ક્યારેક ઉમય્યા બિન-ખલફનો, ક્યારેક બીજાઓનો, અને દરેક વ્યક્તિ તકલીફ આપવામાં પોતાનું જોર ખતમ કરવાની કોશિશ કરતો. હઝરત અબૂ-બક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુએ જ્યારે તેમને આ હાલતમાં જોયા, તો તેમને ખરીદીને આઝાદ કર્યા.
અરબના બુત-પરસ્ત પોતાના બુતોને પણ મા’બૂદ કહેતા હતા, તેથી તેના મુકાબલે ઇસ્લામની તાલીમ તૌહીદની તાલીમ હતી, જેના કારણે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુની જીભ પર “અહદ! અહદ!” (“એક જ એક”) ની રટ હતી. આ ઇશ્ક અને સંબંધની વાત છે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી