ઈસ્તીનજા પછી પેશાબ ના કતરાત (ટીંપાઓ) નું નીકળવુ

સવાલ – મને એક મસ્અલો છે જેના કારણે મેં ઘણો પરેશાન રહું છું. કારણકે મારે કોઈ ભી હાલતમાં પોતાની નમાઝ ને ઝાયેઅ (બરબાદ) નથી કરવી. મને દરેક વખતે પેશાબ કરવા પછી બે થી ત્રણ અથવા એનાથી વઘારે કતરા (ટીંપાઓ) નીકળે છે, ઘણીવાર જયારે મેં વુઝુ કરતો હોવુ. મહેરબાની કરી મને એ બતાવી દો કે આવી હાલતમાં નમાઝ નો શું હુકમ છે અને શું આના કારણે કપડા નાપાક થઈ જાય? કારણકે મેં ઓફીસમાં હોવાના કારણે વારંવાર કપડા નહી બદલી શકું.

જવાબ- પેશાબ કરવા પછી તરતજ વુઝુ ન કરો, દાખલા તરીકે ૧૫,૨૦ મીનીટ શરમગાહ (પેશાબની જગહ) ના ઉપર ટીશુ-પેપર લગાવે જેથી પેશાબના વધારાના કતરા એના અંદર નીકળી શકે. જયારે તમને તસલ્લી થઈ જાય ત્યાર પછી વુઝુ કરે અને નમાઝ પળ્હે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

قوله ( يجب الاستبراء الخ ) هو طلب البراءة من الخارج بشيء مما ذكره الشارح حتى يستيقن بزوال الأثر وأما الاستنقاء فهو طلب النقاوة وهو أن يدلك المقعدة بالأحجار أو بالأصابع حالة الاستنجاء بالماء وأما الاستنجاء فهو استعمال الأحجار أو الماء هذا هو الأصح في تفسير هذه الثلاثة كما في الغزنوية وفيها أن المرأة كالرجل إلا في الاستبراء فإنه لا استبراء عليها بل كما فرغت تصبر ساعة لطيفة ثم تستنجي ومثله في الإمداد (رد المحتار 1/344)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકડા

ઈજાઝત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી.

Source: http://muftionline.co.za/node/3031

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?