હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમ માટે દુઆ

ذات مرة، طلب بعض الناس من سيدنا سعيد بن زيد رضي الله عنه أن يسبّ بعض الصحابة رضي الله عنهم، فقال سيدنا سعيد رضي الله عنه: تأمروني بسب إخواني، بل صلى الله عليهم (خصهم برحمته)، ثم تكلم عن فضلهم وبكى (المسند للشاشي، الرقم: ١٩٣)

એકવાર કેટલાક લોકોએ હઝરત સઈદ બિન ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુને કેટલાક સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમની ટીકા કરવાનું કહ્યું.

તેમણે જવાબ આપ્યો: શું તમે મને મારા ભાઈઓની ટીકા કરવાનું કહી રહ્યા છો?

તેમના વિશે ખરાબ બોલવાને બદલે, હું અલ્લાહ તઆલાથી દુઆ કરું છું કે અલ્લાહ તઆલા તેમના પર પોતાની ખાસ રહમત નાઝિલ કરે. ત્યારબાદ, તેમણે સહાબા-એ-કીરામ રદ઼િયલ્લાહુ અન્હુમના ફઝાઇલ બયાન કર્યા અને રડવા લાગ્યા.

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુને આગામી ખલીફાના ઇન્તિખાબની ફિકર

એક વખત હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ પોતાના પુત્ર હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર, પોતાના પિતરાઈ ભાઈ હઝરત સઈદ બિન-ઝૈદ, અને હઝરત અબ્બાસ રદ઼િયલ્લાહુ અન્હુમની સાથે બેઠેલા હતા.

હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ તેમને ફરમાવ્યું કે મેં ફેસલો કરી લીધો છે કે હું મારા પછી કોઈ ખાસ વ્યક્તિને ખલીફા નહીં બનાવું.

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ મુસલમાનો અને ખિલાફતના મામલામાં ફિકરમંદ હતા, તેથી તેમણે હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુને ફરમાવ્યું કે જો આપ કોઈ વ્યક્તિ તરફ ઇશારો કરો, જે ખિલાફતના પદ માટે યોગ્ય હોય, તો સારું રહેશે; જેથી લોકો તમારા ઇશારા પર ભરોસો કરીને તેને ખલીફા તરીકે ઇન્તિખાબ કરે.

હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુને એ પણ કહ્યું કે હઝરત અબૂ-બક્ર રદ઼િયલ્લાહુ અન્હુએ તેમની વફાત પહેલા ખલીફા નિયુક્ત (મુકર્રર) કર્યા અને લોકોએ તેમના ફેસલા પર ભરોસો પણ કર્યો.

આના જવાબમાં હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ તેમને ફરમાવ્યું કે મેં મહસૂસ કર્યુ છે કે કેટલાક લોકો ખિલાફતના મામલામાં એવી તમન્ના કરી રહ્યા છે કે તેમને ખલીફા બનાવવામાં આવે; તેથી મેં આ મામલો છ લોકોના હવાલે કરી દીધો છે અને તેમને હુકમ આપ્યો છે કે તેઓ પોતાનામાંથી જ આગામી ખલીફાની પસંદગી કરે; કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ આ દુનિયામાંથી વિદાય થયા, તે હાલતમાં કે આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) તેમનાથી ઘણા ખુશ અને રાજી હતા.

આ છ સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમના નામ આ મુજબ છે: હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત ઝુબૈર, હઝરત સા’દ બિન-અબી વક્કાસ, હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ, અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન-ઔફ રદ઼િયલ્લાહુ અન્હુમ.

આ પછી હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું કે બે લોકો એવા છે જેમાંથી જો કોઈ આજે આપણી વચ્ચે હોત અને હું તેમને મારા પછી ખલીફા બનાવતે, તો મને તેમના પર પૂરો ઇત્મીનાન રહેતે; (કે તેઓ ખિલાફત માટે યોગ્ય છે). આ બે માણસો સાલિમ (અબૂ-હુઝૈફા રદ઼િયલ્લાહુ અન્હુના આઝાદ કરેલા ગુલામ) અને અબૂ-ઉબૈદા બિન-જર્રાહ રદ઼િયલ્લાહુ અન્હુમા છે.

આ બંને હઝરાતનો ઇન્તિકાલ હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુના ખિલાફતના સમયગાળામાં થયો હતા. (મુસ્નદે-અહમદ; રક઼મ: ૧૨૯)

Check Also

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ

قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير …