હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નો બુલંદ મકામ

قال سعيد بن جبير رحمه الله: كان مقام أبي بكر وعمر وعثمان وعليّ وسعد وسعيد وطلحة والزّبير وعبد الرّحمن بن عوف رضي الله عنهم مع النّبي صلّى اللَّه عليه وسلم واحدًا، كانوا أمامه في القتال (يدافعون عنه صلى الله عليه وسلم ويحفظونه)، وخلفه (مباشرة) في الصلاة (أي: في الصف المتقدم) (الإصابة ٣/٨٧)

હઝરત સઈદ બિન-જુબૈર (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઉલ્લેખ કર્યો હતો કે “નબી-એ-અકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) સાથે હઝરત અબૂ-બક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, હઝરત અલી, હઝરત સઈદ (બિન-અબી વક્કાસ), હઝરત સઈદ (બિન-ઝૈદ), હઝરત તલ્હા, હઝરત ઝ઼ુબૈર અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન-ઔફ રદ઼િયલ્લાહુ અન્હુમ બધાની ઊભા રહેવાની જગ્યા એક હતી. આ લોકો જિહાદમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની સામે રહેતા હતા (તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો બચાવ અને હિફાજત કરતા હતા), અને નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની (બિલ્કુલ) પાછળ રહેતા હતા. (એટલે ​​કે, પહેલી સફમાં).”

Check Also

હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) ની શહાદત પર હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) નું દુઃખ અને દર્દ

بعدما قتل البغاةُ سيدنا عثمان رضي الله عنه في المدينة المنورة، خاطب سيدنا سعيد بن …