મસબૂક પાછળ નમાઝ

સવાલ: ઇમામના સલામ ફેરવી દીધા પછી, મસબૂક તેની છૂટી ગયેલ રકાત પઢી રહ્યો છે. એક જણ (જેની જમાત છૂટી ગઈ છે) નમાઝમાં મસબૂક સાથે જોડાય જાય છે અને તેની પાછળ નમાઝ પઢવા લાગે છે, તો મસબૂકની પાછળ નમાઝ પઢનારની નમાઝનો શું હુકમ છે? તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા નફલ નમાઝ પઢી રહ્યો છે, તો શું તેની પાછળ ફર્ઝ નમાઝ પઢવુ દુરુસ્ત છે?

જવાબ: મસબૂક પાછળ ફર્ઝ નમાઝ પઢવુ જાયઝ નથી.

તેવી જ રીતે, જો કોઈ સુન્નત અથવા નફલ નમાઝ પઢતો હોય, તો તેની પાછળ પણ ફર્ઝ નમાઝ પઢવુ જાયઝ નથી.

આ બંને સૂરતોમાં, ફર્ઝ નમાઝ પઢનારની નમાઝ સહી રહેશે નહીં અને તેના પર નમાઝનું રીપીટ કરવું લાઝિમ રહેશે.

મસબૂક = જે એક કે તેથી વધુ રકાત છૂટવા પછી નમાઝમાં જોડાય છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(و) لا (مفترض بمتنفل … (و) لا (لاحق و) لا (مسبوق بمثلهما) لما تقرر أن الاقتداء في موضع الانفراد مفسد كعكسه (الدر المختار 1 /579-581)

(وشروط صحة الاقتداء أربعة عشر شيئا) تقريبا … (وأن لا يكون) الإمام (أدنى حالا من المأموم) كأن يكون متنفلا والمقتدي مفترضا … (ولا مسبوقا) لشبهة اقتدائه
وفي حاشية الطحطاوي: (قوله: لشبهة إقتدائه) أي حال تحريمته وإنما لزمته القراءة لشبهة الإنفراد (حاشية الطحطاوي على مراقي الفلاح ص 290)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

પહેલી સફમાં બાળકો

સવાલ: પહેલી સફમાં મર્દો સાથે ઉભા રહેલા બાળકો અંગે શરિયતનો શું હુકમ છે? શું આ …