
મુસીબત-ઝદા લોકો સાથે તાઝિયત
ઇસ્લામ એક સર્વગ્રાહી (જામે’) અને મુકમ્મલ જીવનશૈલી છે. તેમાં ઇન્સાનની દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે; તેથી જ ઇસ્લામે આપણને ફક્ત એ જ નથી શીખવાડ્યું કે આપણે કેવી રીતે ઇન્સાન સાથે તેના જીવનમાં ભલાઈવાળો વ્યવહાર અને મામલો કરીએ; બલ્કે આપણને એ પણ શીખવાડ્યું છે કે ઇન્સાનના મોત પછી પણ કઈ રીતે આપણે તેની સાથે ભલાઈવાળો વ્યવહાર અને મામલો કરીએ.
તેથી જ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાની બુલંદ તાલીમાત અને બેહતરીન નમૂના (ઉસ્વહ-એ-હસના) દ્વારા ઉમ્મતને શીખવાડ્યું છે કે તે મુસીબત-ઝદા લોકો સાથે કઈ રીતે તાઝિયત કરે અને તેમને કઈ રીતે તસલ્લી (દિલાસો) આપે.
તેથી જ એક હદીસમાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે વ્યક્તિ કોઈ મુસીબત-ઝદા માણસને તસલ્લી આપે, તો તેને તે મુસીબત-ઝદા માણસના સવાબ જેવો જ સવાબ મળશે (એટલે કે જે સવાબ મુસીબત-ઝદા માણસને મુસીબતના સમયે સબર કરવા પર મળશે, તાઝિયત કરવા વાળાને પણ એટલો જ સવાબ મળશે).
અન્ય એક હદીસમાં વારિદ છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: જે પણ મોમિન પોતાના મુસલમાન ભાઈ સાથે મુસીબતના સમયે તાઝિયત કરે, તો અલ્લાહ ત’આલા કિયામતના દિવસે તેને ઇજ્જતનો લિબાસ પહેરાવશે.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી