હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું:
મસ્જિદો, મસ્જિદે-નબવી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની બેટીઓ છે, તેથી, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં જે કામો થતા હતા બધા મસ્જિદોમાં થવા જોઈએ.
નમાઝ ઉપરાંત, હુઝૂર (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની મસ્જિદમાં તાલીમ અને તર્બિયત પણ આપવામાં આવતી હતી, અને દીનની દાવતને લગતા બધા કામો પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતા હતા. તબ્લીગ અને તાલીમ માટે રવાના પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતા હતા; ‘અસાકિરની તૈયારી પણ મસ્જિદમાંથી જ કરવામાં આવતી હતી.
અમે ઈચ્છીએ છીએ કે આ બધા કામો આપણી મસ્જિદોમાં પણ એ જ રીતે કરવામાં આવે. (મલ્ફુઝાત હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ રહ઼િમહુલ્લાહ, પેજ ૧૩૨)