કોહે-હિરા નું ખુશીથી ડોલવું

ذات مرة، صعد رسول الله صلى الله عليه وسلم جبل حراء فتحرك (الجبل ورجف)، فقال رسول الله صلى الله عليه وسلم: اثبت حراء، فما عليك إلا نبي، أو صديق، أو شهيد وعدهم رسول الله صلى الله عليه وسلم: أبو بكر، وعمر، وعثمان، وعلي، وطلحة، والزبير، وسعد، وابن عوف، وسعيد بن زيد (سنن ابن ماجه، الرقم: ١٣٤)

એક મૌકા પર અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કોહે-હિરા પર ચઢ્યા તો પહાડ (ખુશીથી) હલવા લાગ્યો.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પહાડ તરફ મુખાતબ થયા અને ફરમાવ્યું:

“ઓ હિરા! શાંત થઈ જા; કારણ કે તારા ઉપર નબી, સિદ્દીક કે શહીદ સિવાય બીજુ કોઈ નથી. પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:(તારા પર) અબૂ-બક્ર, ઉમર, ઉસ્માન, અલી, તલ્હા, ઝુબૈર, સા’દ, (અબ્દુર્રહ઼્માન) ઇબ્ને-ઔફ, ઔર સઈદ બિન ઝૈદ હૈં.”

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુની) દુઆની કબૂલિયત

એકવાર, હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુની પડોશી અર્વા બિન્તે-ઉવૈસ, મુહ઼મ્મદ બિન-અમ્ર બિન-હઝ઼મ (રહ઼િમહુલ્લાહ) પાસે પડોશી હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) વિશે ફરિયાદ કરવા માટે આવી.

(બિન્તે-ઉવૈસ = ઉવૈસની છોકરી)

અર્વા બિન્તે-ઉવૈસે દાવો કર્યો કે હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ એ તેની મિલકત પર દિવાલ બનાવી છે.

તેથી, અર્વાએ મુહમ્મદ બિન-અમ્ર (રહ઼િમહુલ્લાહ) ને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) પાસે જવા અને તેના વતી વાત કરવા કહ્યું.

અર્વા બિન્તે-ઉવૈસે એમ પણ કહ્યું: “અલ્લાહની કસમ! જો હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) મારો હક પાછો નહીં આપે, તો હું મસ્જિદે-નબવીમાં જઈને બધા લોકો સામે તેમના જુલમ વિશે બોલીશ.”

મુહમ્મદ બિન-અમ્ર બિન-હઝ઼મ (રહ઼િમહુલ્લાહ) એ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ના સહાબીને તકલીફ ન આપ. તે એવા માણસ નથી જે તારા પર જુલમ કરે કે તારો હક છીનવી લે.

મુહ઼મ્મદ બિન-અમ્રના જવાબથી અર્વા ખુશ ન હતી; તેથી તે ‘ઉમારહ્ બિન-અમ્ર (રહ઼િમહુલ્લાહ) અને અબ્દુલ્લાહ બિન-સલિમહ્ (રહ઼િમહુલ્લાહ) પાસે ગઈ અને તેમને પોતાની ફરિયાદ જણાવી. તેના કેહવા પર, તેઓ હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) પાસે ગયા, જે તે સમયે મકામે-અકીકમાં તેમની મિલકતમાં હતા.

તેમને જોઈને, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ તેમને પૂછ્યું, “તમે અહીં કેમ આવ્યા છો?” તેઓએ તેમને અર્વાની ફરિયાદ વિશે જણાવ્યું.

હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ જવાબ આપ્યો કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને આ ફરમાવતા સાંભળ્યા છે કે જે કોઈ કોઈની જમીન હડપ કરશે, ભલે તે જમીન એક વેંત બરાબર હોય, તે કયામતના દિવસે તેના ગળામાં હડપ કરેલી જમીન સાથે આવશે અને હડપ કરેલી જમીન સાથે સાતેય જમીનના હિસ્સા પણ ઉમેરવામાં આવશે.

પછી હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ કહ્યું, “તેને આવવા દો અને તેને કહો કે મારી જમીનનો તે ભાગ લઈ લે જેના પર તે ખોટી રીતે દાવો કરી રહી છે.”

ત્યારબાદ, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ તેના માટે બદ-દુઆ કરી: “હે અલ્લાહ! જો તે આ દાવામાં ખોટી છે, તો તેને ત્યાં સુધી મોત ન આપજો જ્યાં સુધી તમે તેની બીનાઈ (દૃષ્ટિ) ન લઈ લો અને તેને તેની જમીનમાં (અથવા તેના કૂવામાં) મોત આપો.” તેમણે આ પણ દુઆ કરી, “હે અલ્લાહ તઆલા! આ બાબતમાં મુસલમાનો પર હક વાત ખોલી નાંખો.”

કેટલીક રિવાયતોમાં જણાવાયું છે કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ ફરમાવ્યું, “હું અલ્લાહ તઆલાની કસમ ખાઉં છું કે મેં તેને મારી મિલકતમાંથી છસો હાથ જમીન આપી દીધી છે, કારણ કે તેણે આ છસો હાથ જમીનનો ખોટો દાવો કર્યો હતો. મેં તેને મારી સંપત્તિનો આ ભાગ ફક્ત એક હદીસને કારણે આપ્યો હતો જે મેં બરાહે-રાસ્ત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) થી સાંભળી છે, પછી તેમણે ઉપરોક્ત હદીસ બયાન કરી.

પછી અર્વા તેમની પાસે આવી અને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ જે જમીન પર દિવાલ બનાવી હતી તે જમીનનો ટુકડો લઈ લીધો. પછી તેણે દિવાલ તોડી નાખી અને તેના પર પોતાના માટે એક ઘર બનાવી લીઘુ.

થોડા દિવસો પછી, મકામે-અકીકના સમગ્ર વિસ્તારમાં એક ભયંકર પૂર આવ્યું, જેનાથી બંને મિલકતોની સીમાઓ સંપૂર્ણપણે ખુલ્લી અને સ્પષ્ટ થઈ ગઈ. ત્યારે, અર્વાનો ખોટો દાવો લોકો સામે ખુલ્લો પડી ગયો, અને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ની સચ્ચાઈ બધા સામે જાહેર થઈ ગઈ.

એક મહિના પછી (પૂર આવ્યા પછી), અર્વા બિન્તે-ઉવૈસ આંધળી થઈ ગઈ. થોડા સમય પછી, એક રાતે તેની જમીન પર ચાલતી વખતે, તે કૂવામાં પડી ગઈ અને મરી ગઈ. આમ, તેને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ની બદ-દુઆ લાગી ગઈ, અને લોકો સામે હકીકત ખુલી ગઈ.

ઘટનાના એક રાવી, અબૂ-બક્ર બિન-મુહ઼મ્મદ બિન-અમ્ર બિન-હ઼ઝ઼મ, બયાન કરે છે કે જ્યારે અમે નાના હતા અને બે માણસો ઝઘડતા, ત્યારે અમે ઘણીવાર એકને બીજાને કહેતા સાંભળતા, “અલ્લાહ તને પણ આંધળો કરે જેમ અલ્લાહે અર્વાને આંધળી કરી દીઘી હતી.” અમે સમજતા હતા કે આ બદ-દુઆમાં અર્વા થી મુરાદ એક જાનવર છે, કારણ કે પર્વતીય બકરીને અર્વા કહેવામાં આવે છે, પરંતુ પછી અમને ખબર પડી કે આ હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના બદ-દુઆના શબ્દો હતા, જ્યારે તેમણે અર્વા બિન્તે-ઉવૈસને બદ-દુઆ આપી હતી, જેના કારણે તે આંઘળી થઈ ગઈ હતી.

Check Also

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد …