હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત

أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، فكانوا مائة رجل (كان مائة من أهل بدر أحياء عند وفاته).

وكذلك أوصى بخمسين ألف دينار فِي سبيل اللّه. (من أسد الغابة ٣/٣٨٠)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની વફાત પહેલા વસિયત કરી હતી કે તેમની વફાત પછી, જંગે-બદ્રમાં ભાગ લેનાર દરેક સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ)ને ચારસો દિનાર આપવામાં આવે. તે સમયે જંગે-બદ્રમાં ભાગ લેનાર સહાબા-એ-કિરામોમાંથી સો હ઼યાત હતા.

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ આ પણ વસીયત કરી હતી કે તેમના માલમાંથી પચાસ હજાર દિનાર અલ્લાહના રસ્તામાં આપવામાં આવે.

(હ઼યાત = જીવંત)

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) હજની મુસાફરી દરમિયાન રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ની પાકીઝા બીવીઓની દેખભાળ રાખતા

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) ફરમાવ્યું: જે કોઈ મારી વફાત પછી મારી પાકીઝા બીવીઓની ખબરગીરી રાખશે તે ચોક્કસપણે એક મુખ્લિસ અને નેક બંદો છે.

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) આ ફાની-દુનિયાથી રુખ્સત થયા તે પછી, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) પાકીઝા બીવીઓ પર પાબંદીથી ખર્ચ કરતા હતા.

એ જ રીતે જ્યારે તેઓ હજના સફર માટે નીકળતા ત્યારે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ અને હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુમા) પાકીઝા બીવીઓના આરામ અને આસાની માટે પૂરેપૂરી વ્યવસ્થા કરતા હતા.

સફર પર નીકળતા પહેલા હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) તમામ હૌદજ તૈયાર કરતા હતા જેમાં પાકીઝા બીવીઓ બેસીને સફર કરતી હતી. હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) તમામ હૌદજોને લીલી ચાદરથી ઢાંકી દેતા હતા.

હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) એલાન કરી દેતા હતા કે કોઈ આ હૌદજોના નજીક ન આવે અને ન તે બાજુ જોવે.

હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) તે જાનવરોના આગળ ચાલતા હતા જેના પર પાકીઝા બીવીઓના હૌદજ હતા અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની પાછળ ચાલતા હતા. કોઈ તેમની નજીક આવતો, તો તરત જ તેને કેહતા: હૌદજોથી દૂર રહો! હૌદજોથી દૂર રહો!

સફર દરમિયાન, જ્યારે કાફલો કોઈ ચોક્કસ જગ્યાએ રોકાતો, ત્યારે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) અને હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુ) હૌદજ વાળા જાનવરોને ખીણના ઉપરના ભાગમાં (કાફલામાંના અન્ય લોકોથી દૂર) રોકતા.

આ પછી, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ અને હઝરત ઉસ્માન (રદ઼િયલ્લાહુ અન્હુમા) ખીણના નીચેના ભાગમાં તેમના ખૈમાઓ લગાવતા હતા (જેથી તેઓ તેમની હિફાજત કરી શકે અને લોકોને તેમની નજીક આવતા અટકાવી શકે).

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની મુબારક-જુબાનથી હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની તારીફ

شكا سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه رجلا يؤذيه إلى رسول الله صلى …