તબુકની જંગ અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુની) ઉદારદિલી

لما حضّ رسول الله صلى الله عليه وسلم الصحابة رضي الله عنهم على الإنفاق تجهيزا للجيش لغزوة تبوك، أنفق سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه مائتي أوقية (ثمانية آلاف درهم) في سبيل الله. (من تاريخ ابن عساكر ٢/٢٨)

ગઝ્વ-એ-તબુકના મૌકા પર, જ્યારે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ)ને લશ્કર તૈયાર કરવા માટે તેમને ખર્ચવા માટે તર્ગીબ દીધી (પ્રોત્સાહિત કર્યા) ત્યારે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુએ અલ્લાહના રસ્તામાં બે સો (૨૦૦) ઊકિયા ચાંદી (એટલે કે આઠ હજાર દિરમ) ખર્ચી. (તારીખ-ઇબ્ને-‘અસાકિર ૨/૨૮)

તબુકની જંગ અને હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુની) ઉદારદિલી

જ્યારે અલ્લાહ ત’આલાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમને તબૂકના ગઝ્વહ માટે રવાના થવાનો હુકમ આપ્યો, ત્યારે ઘણા સહાબા-એ-કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ પાસે આ લાંબી અને મુશ્કેલ મુસાફરી માટે પૂરતી સગવડ ન હતી, ખાસ કરીને આ કે તેઓ રોમન આર્મીનો સામનો કરવા જઈ રહ્યા હતા, જેમની સંખ્યા ખૂબ મોટી હતી અને તમામ પ્રકારના શસ્ત્રોથી સજ્જ હતી.

તેથી, અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુમ) ને લશ્કર તૈયાર કરવા માટે અલ્લાહના રસ્તામાં તેમનો માલ ખર્ચવા માટે તર્ગીબ આપી. (પ્રોત્સાહિત કર્યા.) અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમને મદદ કરવા માટે તર્ગીબ આપી (પ્રોત્સાહિત કર્યા). જેમની પાસે આ જિહાદમાં ભાગ લેવા માટે સગવડ ન હતી અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને વાદો કર્યો કે આ મદદ કરવા બદલ અલ્લાહ ત’આલા તરફથી તેમને મોટો બદલો મળશે ; તેથી ઘણા ગરીબ સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ અન્હુ)ને આ સફર માટે પરિવહનની સગવડ અને જરૂરી સામાનની સગવડ કરી આપવામાં આવી.

હઝરત અબ્દુલ્લા બિન અબ્બાસ (રદ઼િયલ્લાહુ અન્હુ) ફરમાવે છે:

તે વખતે, હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ તે સહાબા-એ-કિરામ (રદ઼િયલ્લાહુ ‘અન્હુમ) માં શામેલ હતા જેમણે સૌથી વધુ પૈસા અને માલ ખર્ચે કર્યા હતા. હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) એ બેસો ઉકિયા ચાંદી (એટલે ​​કે આઠ હજાર દિરહમ) ખર્ચ્યા.

તે સમયે હઝરત ઉમર (રદ઼િયલ્લાહુ અન્હુ) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)! મને લાગે છે કે અબ્દુર્રહ઼માને તેમના ઘરના લોકો માટે કંઈ છોડ્યું નથી.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુ) ને સંબોધીને ફરમાવ્યું: શું તમે તમારા ઘરવાળા માટે કંઈ છોડ્યું છે?

તેમણે જવાબ આપ્યો: હા, મેં તેમના માટે તેનાથી ઘણુ વધારે છોડ્યુ છે જે મેં ખર્ચ કર્યુ, અને જે કંઈ મેં તેમના માટે છોડ્યું છે તે ખરેખર તેમના માટે વધારે બેહતર છે.

અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) એ પછી તેમને પૂછ્યું કે તમે તેમના માટે કેટલું છોડ્યુ છે? તેમણે જવાબ આપ્યો: મેં તેમના માટે અલ્લાહ અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)ના સાચા વચનો છોડ્યા છે કે જે અલ્લાહના દીનની ખાતર કુરબાની આપશે, અલ્લાહ તઆલા તેને ખૈર અને રોજી આપશે. (તારીખ-ઇબ્ને-અસાકીર 2/28)

આના પરથી આપણે સમજી શકીએ છીએ કે તે ટાઇમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ (રદ઼િયલ્લાહુ અન્હુએ) અને તેમના ઘરના લોકોએ અલ્લાહ તઆલાની ખુશી માટે તેમનો તમામ માલ ખર્ચી કરી નાંખ્યો હતો.

Check Also

હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુની સખાવત

أوصى سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه لكل من شهد بدرا بأربعمائة دينار، …