હકે-હિઝાનત – બાળકોને ઉછેરવાનો હક
છૂટાછેડા અથવા તલાકના કિસ્સામાં, માની બીજી શાદી ન થાય ત્યાં સુધી તેને બાળકોને ઉછેરવાનો હક રહેશે. જો તે એવા માણસ સાથે લગ્ન કરે છે જે બાળકોનો મહરમ નથી, તો તે બાળકોને ઉછેરવાનો હક ગુમાવશે.
તે પછી, બાળકોને ઉછેરવાનો હક બાળકોની નાની ને આપવામાં આવશે, જો તે જીવિત હોય અને જો નાનીનો ઇન્તિકાલ થઈ ગયો હોય તો બાળકોને ઉછેરવાનો હક દાદીને આપવામાં આવશે.
જો તે છોકરો છે, તો જ્યારે તે સાત વર્ષનો થશે ત્યારે તેને ઉછેરવાનો હક બાપને મળશે. અને જો તે છોકરી છે, તો જ્યારે તેણી નવ વર્ષની થશે ત્યારે બાપને તેનો ઉછેર કરવાનો હક મળશે.
બાળકોનો ખર્ચ બાપ પર ફરજિયાત છે. ખર્ચ એ છે કે બાપે બાળકોની મૂળભૂત જરૂરિયાતો (ખાના, કપડા, રહના, વગેરે) પૂરી કરવી જોઈએ.
એ જ રીતે, બાપની આ પણ જવાબદારી છે કે તે પોતાના બાળકોની સહી તાલીમ અને તરબિયત ની વ્યવસ્થા કરે.
તેથી, બાપ તેની આર્થિક સ્થિતિ અનુસાર બાળકોનો તમામ ખર્ચ ઉઠાવે.