પ્રથમ ભાગ:
દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ
જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ.
અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. જે તેને જોશે તે દજ્જાલના ફિતનામાં ફસાઈ જશે.
અલ્લાહ તઆલા તેને વાદળોમાંથી પાણી વરસાવવા અને જમીનમાંથી પાક ઉત્પન્ન કરવાની શક્તિ આપશે; તે જ્યાં જશે ત્યાં જમીનની સંપત્તિ પણ તેની પાછળ આવશે, જેમ મધમાખીઓ તેની રાણીની પાછળ-પાછળ ચાલે છે.
જ્યારે લોકો તેની પાસે તમામ પ્રકારની દૌલત જોશે, ત્યારે માલ-દૌલતની લાલચ (લોભ) તેમને દજ્જાલ તરફ ખેંચીને લઈ જશે, ત્યારબાદ તેઓ તેની જાળ અને કપટમાં ફસાઈ જશે અને તેની સાથે જોડાઈ જશે. અંતિમ પરિણામ તેમના ઇમાનનો વિનાશ હશે.
દજ્જાલના ફિત્નાઓની ગંભીરતાનું બયાન કરતા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું:
દજ્જાલ એક સમુદાયમાં આવશે અને તેમને આમંત્રણ આપશે (કે તેને અલ્લાહ માને) પછી તેઓ તેને ખુદા માની લેશે અને તેના આમંત્રણને સ્વીકારી લેશે. પછી તે આકાશને આદેશ આપશે અને તે વરસાદ વરસાવશે અને તે જમીનને આદેશ આપશે અને તે પાક ઉગાડશે; તેથી સાંજે તેમના જાનવર તેમની પાસે એવી રીતે પાછા ફરશે કે તેમના કોહાન પહેલા કરતા ઉંચા, તેમના આંચળ પહેલા કરતા વધુ ભરેલા અને તેમના પગ પહેલા કરતા વધુ જાડા હશે. તે પછી દજ્જાલ બીજા સમુદાયમાં જશે અને તેમને આમંત્રણ આપશે (તેને અલ્લાહ માને) પરંતુ તેઓ તેના આમંત્રણને સ્વીકારશે નહીં, તેથી તે તેમનાથી મુંહ ફેરવીને ચાલ્યો જશે. તે પછી તેઓ દુકાળથી પીડિત થશે અને તેમની પાસે કોઈ પણ માલ રહેશે નહીં. પછી દજ્જાલ એક બંજર જમીન પાસેથી પસાર થશે અને તેને કહેશે કે તેનો ખજાનો બહાર લાવે. તેથી, જેમ મધમાખીઓ તેમની રાણીની પાછળ ચાલે છે તેમ ખજાનાઓ તેની પાછળ ચાલશે. (સહીહ મુસ્લિમ, અર્-રકમઃ ૨૯૩૭)
દજ્જાલના અસલ ફોલોઅર
એક હદીસમાં, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે જણાવ્યું કે દજ્જાલના અસલ ફોલોઅર યહૂદીઓ, ઔરતો અને વ્યાજમાં પડેલ લોકો હશે; જેમ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમનો ઇર્શાદ છે કે દજ્જાલના મોટાભાગના અનુયાયીઓ (ફોલોઅર) યહૂદીઓ અને (બેદીન) ઔરતો હશે.
એક બીજી રિવાયતમાં, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે તે દિવસે (જ્યારે દજ્જાલ આવશે) તેના મોટાભાગના ફોલોઅર રિબા અને વ્યાજના વ્યવહારોમાં પડેલ લોકો હશે.
ઘુમને-ફિરને અને મનોરંજનનો ફિત્નો
જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ પૂરી દુનિયામાં ઉમ્મતની દીની હાલત બગડી રહી છે અને યુરોપની જીવનશૈલી (વેસ્ટર્ન કલ્ચર) તેમના દિલો-દિમાગ પર કબજો જમાવી રહી છે. આના નતીજામાં દરેક જગ્યાએ લોકોના અંદર માલો-દૌલતની ગેહરી મોહબ્બત અને લાલચ રોજ જોવામાં આવી રહી છે.
વર્ષો પહેલા, યુરોપને મહસૂસ થયુ કે લોકોના અંદર ખેલ-તમાશા, મનોરંજન અને રખડપટ્ટી કરવાનો ખૂબજ શોક છે; પછી તેઓએ તેનો લાભ લીધો અને તફરીહનો વ્યવસાય શરૂ કર્યો, જે હવે પૂરી દુનિયામાં ફેલાઈ ગયો છે અને દિવસેને દિવસે વધી રહ્યો છે (અલ્લાહ બચાવે). અને જે રીતે આ મનોરંજનનો ધંધો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, તે એક સાફ પુરાવો છે કે ઇન્સાનના અંદર મનોરંજન, સૈર-સપાટા, રખડપટ્ટી, પ્રવાસ, રમતો અને ખેલ-તમાશાની એક એવી ભૂખ છે જે ક્યારેય પૂરી થવાની નથી.
(તફરીહ = મન બહલાને કે લિએ ઘુમના-ફિરના, મનોરંજન)
જે કમી હતી તે ટેલિવિઝન, કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ફોને પૂરી કરી અને આ મનોરંજનની ભૂખમાં ગૈર-મામૂલી વધારો થયો; તેથી જ્યારે દજ્જાલ બહાર નિકળશે, ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા માટે (ગુમરાહ કરવા માટે) આ વસ્તુઓનો ઉપયોગ કરશે, એટલે કે મનોરંજન, માલો-દૌલત અને ઔરતો.
(ઔરતો = સ્ત્રીઓ)
મુસલમાન અને કાફિર વચ્ચેનો તફાવત
જ્યારે કોઈ આ બાબત વિશે વિચારે છે, ત્યારે તેને સામે સાફ થઈ જાય છે કે “મનોરંજન માટે જીવવું અને ફરવું” એ એક કાફિર સોચ અને કાફિર તબિયત છે. આનું રિઝન એ છે કે કાફિરો મોત પછીની જિંદગી આખિરતમાં તેઓ માનતા નથી, એટલા માટે તેઓ આ દુનિયા ખાતરજ જીવે છે અને તેના માટેજ મરે છે, દુનિયા તેમના માટે સર્વસ્વ છે અને તેઓ માને છે કે મોત પછી કોઈ જીંદગી નથી, અહીં જે પણ મજા કરવી હોય તે કરી લીઓ, જ્યારે એક મુસલમાન માને છે કે મોત પછી પણ એક જીંદગી છે. અલ્લાહ તઆલા સામે ઉભુ થવાનુ છે અને જે કંઈ દુનિયામાં ખરુ-ખોટુ કર્યુ તેનો જવાબ આપવાનો છે કે જ્યારે આંખ બંધ થશે ત્યારે હકીકત સામે આવશે.
કુરાને-મજીદમાં અલ્લાહ તઆલાએ કાફિરોની જીંદગીની સરખામણી ખાવા અને આનંદ માણવા સાથે કરી છે.
અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે:
وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ (سورة محمد: 12)
અને જેઓ કાફિર છે, તેઓ (દુનિયામાં) આનંદ માણે છે અને જાનવરોની જેમ ખાય છે અને (જહન્નમની) આગ તેઓનું ઠેકાણુ હશે.
જ્યારે આખિરત, જન્નત અને જહન્નમ કાફિરોના અને નફ્સના પૂજારીઓના ખ્વાબો-ખ્યાલમાં પણ નથી અને તેમના દિલમાં અલ્લાહ તઆલાને હિસાબ-કિતાબ આપવાનો કોઈ ડર નથી, તો તેમની વિચારસરણી આના સિવાય શું હશે કે તેઓ રખડપટ્ટી, ખેલકૂદ, મોજ-મસ્તી અને મનોરંજનને સર્વસ્વ સમજે અને તેના માટે જ પોતાનું જીવન વિતાવે; ખુલાસો વાત આ કે, આ કોઈ મો’મિન કે મુસલમાનની વિચારસરણી ન હોઈ શકે.
મો’મિન અને કાફિર તેમની માન્યતાઓ અને વિચારસરણીમાં એકબીજાથી અલગ છે. મો’મિનના જીવનનો મકસદ અલ્લાહ તઆલાને ખુશ કરવાનો અને આખિરતના ઉચ્ચ દરજ્જા માટે કોશિશ કરવાનો છે. તેથી જ તે આ દુનિયામાં દરેક ઘડી આખિરતમાં તેના કાયમી ઠેકાણાની તૈયારીમાં બીઝી રહે છે.
સ્પષ્ટ વાત એ છે કે દજ્જાલના ફિતનાથી ફક્ત તે જ બચી શકશે જેઓ દુન્યવી મોજશોખ અને મનોરંજનને પોતાનો મકસદ નથી બનાવતા પરંતુ આખરિતની તૈયારીને મકસદ બનાવે છે, મોત પછીની જિંદગી માટે ભાતું તૈયાર કરે છે અને જે લોકો હંમેશા દુનિયા-દુનિયા કરતા રહે છે અને દુન્યા કમાવવામાં હલાલ અને હરામની પરવા કરતા નથી તેઓ દજ્જાલના ફોલોઅર (અનુયાયીઓ) બનશે અને દજ્જાલની પાર્ટીમાં જોઇન થશે.