સવાલ – મેં ઘણીવાર કોઈ છોકરી સાથે વાત કરૂ તો મારું પાણી નીકળી જાય છે. તો એના પર ગુસલ (ન્હાવુ) કરવુ પડે અને એનાથી રોઝો તો ટુતી નથી જતો? મારી નીય્યત ખરાબ નથી હોતી પણ ખબર નથી પડતી શું મસ્અલો છે. મહેરબાની કરી કંઈ બતાવો આના વિષે, અને મઝી અને મની માં શું ફર્ક (તફાવત) છે, તે પણ બતાવજો.
જવાબ- વાત જ ન કરો, જેથી પાણી ન નીકળે. ઈસ્તીગફાર કરો.
મની જોશ અને કુવ્વત (તાકત) ની સાથે નીકળે છે. અને મઝી જોશ અને કુવ્વત (તાકત) ની સાથે નથી નીકળતું તે ઘીરે ઘીરે થી નીકળે છે. મની ન નીકળવાથી ગુસલ (ન્હાવુ) વાજીબ થઈ જાય છે, અને મઝી એમ તો નાપાક છે મની ની જેમ. પણ એના નીકળવાથી ગુસલ નથી ટુટતુ, પણ વુઝુ ટુટી જાય છે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
قال والمعاني الموجبة للغسل إنزال المني على وجه الدفق والشهوة من الرجل والمرأة حالة النوم واليقظة (الهداية 1/31)
قال وليس في المذي والودي غسل وفيهما الوضوء لقوله عليه الصلاة والسلام كل فحل يمذي وفيه الوضوء والودي الغليظ من البول يتعقب الرقيق منه خروجا فيكون معتبرا به والمني خاثر أبيض ينكسر منه الذكر والمذي رقيق يضرب إلى البياض يخرج عند ملاعبة الرجل أهله والتفسير مأثور عن عائشة رضي الله تعالى عنها (الهداية 1/33)
જવાબ આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી.