બલિદાનના દિવસો પછી સુધી બિનજરૂરી રીતે યાત્રા મુલતવી રાખવી

સવાલ: જો કોઈ હજયાત્રી કોઈ પણ શરઈ કારણ વગર કુરબાનીના દિવસો પછી સુધી તવાફ-એ-ઝિયારતને મુલતવી રાખે છે, તો આ અંગે શરીઅતનો શું હુકમ છે?

જવાબ: ઝિયારતના તવાફને કુરબાનીના દિવસો પછી સુધી કોઈ પણ શરઈ કારણ વગર મુલતવી કરવું જાઈઝ નથી.

જો કોઈ વિલંબ કરે છે, તો તે ગુનેહગાર થશે અને તેના પર એક દમ વાજીબ થશે. (એટલે ​​​​કે તેણે કફ્ફારા તરીકે હરામની હદમાં એક ઘેટું અથવા બકરીની કુરબાની કરવી પડશે.)

(હવાઈજે-અસલિય્યાહ =અસલ જરૂરતો)

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

Check Also

કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બક઼રહની પ્રથમ પાંચ આયતો પઢવી

સવાલ – શું કુરાન-મજીદ ખતમ કર્યા પછી સૂરહ-બકરહની પ્રથમ પાંચ આયતો પઢવુ બરાબર છે? જવાબ: …