سأل سيدنا عمرو بن العاص رضي الله عنه ذات مرة فقال: يا رسول الله، أي الناس أحبّ إليك؟ قال صلى الله عليه وسلم: عائشة قال: من الرجال (من أحبّ إليك)؟ قال: أبو بكر قال: ثم من؟ قال: عمر قال: ثم من؟ قال: أبو عبيدة بن الجراح (صحيح ابن حبان، الرقم: ٤٦٠، صحيح البخاري، الرقم: ٣٦٦٢)
હઝરત અમ્ર બિન આસ રદ઼િય-લ્લાહુ અન્હુમાએ એક વખત રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને પૂછ્યું કે તમામ લોકોમાં સૌથી વધારે કોનાથી મોહબ્બત છે? અલ્લાહના રસૂલ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ‘આઇશા. પછી તેમણે પૂછ્યું: પુરુષોમાં? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-બક્ર. પછી તેમણે પૂછ્યું: તેમના પછી? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: ઉમર. પછી તેમણે પૂછ્યું: તેમના પછી? રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-ઉબૈદહ બિન જર્રાહ઼.
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમે કરીને ઉમ્મતની સામે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુનું સ્થાન અને દરજ્જો જાહેર કર્યો
એકવાર રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબૂ-બક્ર, હઝરત ઉમર, હઝરત અબૂ-ઉબૈદહ અને અન્ય સહાબા-એ-કિરામ રદ઼િય-લ્લાહુ અન્હુમ સાથે બેઠેલા હતા.
તે જ ટાઇમે હઝરત રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને પીણું અર્પણ કરવવમાં આવ્યું. આપ સલ્લ-લ્લાહુ અલૈૈહિ વ-સલ્લમે તેને પોતાના હાથમાં લીધું અને હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુને આપ્યું જેથી તેઓ તેને પહેલા પી; પરંતુ રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમના માન ને કારણે, હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુએ પહેલા પીવાનું પસંદ ન કર્યુ; તેથી તેમણે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈહિ વ-સલ્લમને વિનંતી કરી: હે અલ્લાહના રસૂલ! તમે પહેલા પીવા ના વધુ હકદાર છો.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું, અબૂ-ઉબૈદહ! આ વાસણ લો અને (પહેલા) તમે પીવો, પછી હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્હુએ તે પાત્ર રસૂલુ-લ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના બાબરકત હાથમાંથી લીધું.
પીતા પહેલા, હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ એ ફરી એકવાર રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ ને અદબપૂર્વક અર્ઝ કર્યુ: હે અલ્લાહના નબી! તમે તેને લો (અને તમે પહેલા પીઓ).
રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે જવાબ આપ્યો:
اشرب فإن البركة مع أكابرنا
(ઓ અબૂ-ઉબૈદહ!) તમે પીઓ (પહેલા); કારણ કે બરકત (માંગલિકતા) આપણા વડીલો સાથે છે (એટલે કે, ઉમ્મતને અલ્લાહ તઆલા તરફથી ત્યારે બરકત પ્રાપ્ત થશે જ્યારે તે તેના વડીલો સાથે અદબ અને ઇજ્જત સાથે વર્તેશે અને તેમને આગાળ રાખશે.)
તે પછી રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે ફરમાવ્યું:
فمن لم يرحم صغيرنا ويجلّ كبيرنا فليس منا
જે આપણા નાનાઓ પર દયા (રહમ) નથી ખાતો; અને આપણા મોટાઓની ઇજ્જત નથી કરતો; તે આપણામાંથી નથી.
નોંધ: આ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે આપણે વડીલો-બુઝુર્ગો સાથે વાતચીત કરીએ; ત્યારે સુન્નત રસ્તો એ છે કે આપણે તેમની સાથે પ્રેમ-મોહબ્બત અને ઇજ્જત-આદર સાથે વ્યવહાર કરીએ. તેમના પ્રત્યેની મોહબ્બત અને આદરની નિશાની એ છે કે આપણે તેમને આપણી જાત ઉપર પ્રાથમિકતા આપીએ.
આ જ કારણ છે કે જ્યારે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ ને પહેલા પીવાની ઓફર કરી, ત્યારે હઝરત હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુ એ પહેલા પીવાનું પસંદ ન કર્યુ; ત્યાં સુધી કે, તેમણે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમને બે વાર પહેલા પીવા માટે વિનંતી કરી, કારણ કે આપ (રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ) પહેલા પીવાના વધુ લાયક હતા.
હાં, જ્યારે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે તેમને પ્રથમ પીવાનો આદેશ આપ્યો, ત્યારે તેમણે તરત જ તેનું પાલન કર્યું; કારણ કે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ (અથવા કોઈપણ મોટા માણસ) ના હુકમનું પાલન કરવું અને તેના માટે પોતાની મરજીને કુર્બાન કરવુ એ સુન્નત છે.
આ ઘટના પરથી માલુમ પડે છે કે રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમનો ઉદ્દેશ્ય (મકસદ) ઉમ્મતને હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુનો બુલંદ મકામ (ઉચ્ચ સ્થાન) અને મર્તબો બતાવવાનો હતો; જેથી ઉમ્મત પણ તેમનું સન્માન કરે, ઇજ્જત કરે.
રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પાસે સહાબા-એ-કિરામ (અને ઉમ્મત) સમક્ષ (સામે) હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુના મકામ અને દરજ્જાને જાહેર કરવાનો એક રસ્તો એ હતો કે આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પોતાના મુબારક મુંહથી સહાબા-એ-કિરામની સામે તેમના સદ્ગુણોને (ફઝીલતોને) બયાન કરતે. આ પદ્ધતિને (તરીકાને) પણ આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે અપનાવી હતી, જેવી રીતે કે હદીસ-શરીફમાં ઉલ્લેખ છે કે રસૂલે-અકરમ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે ફરમાવ્યું: અબૂ-ઉબૈદહ આ ઉમ્મતના (ખાસ) અમીન છે.
હઝરત અબૂ-ઉબૈદહ રદ઼િય-લ્લાહુ અન્-હુનો મકામ અને મર્તબાને સહાબા-એ-કિરામ (અને ઉમ્મત) સમક્ષ જાહેર કરવા માટે રસુલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ પાસે બીજો રસ્તો એ હતો કે આપ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમ સહાબા-એ-કિરામની સામે કોઈ વ્યવહારુ પદ્ધતિ અપનાવે, જેના દ્વારા તેઓ તેમના માન-મોભા, શરાફત-સજ્જનતા અને ઉચ્ચ મકામને જાણી શકે. અને તેઓ તેમની સાથે ઇજ્જત-આદર સાથે વર્તે શકે; તેથી રસૂલુ-લ્લાહ સલ્લ-લ્લાહુ અલૈ-હિ વ-સલ્લમે આ પદ્ધતિ અપનાવી કે તેમને પહેલા પીવા માટે વિનંતી કરી; જેથી તેમનો ઉચ્ચ મકામ ઉમ્મતની સામે પ્રગટ થઈ જાય.