અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ને દુરૂદ-શરીફ ની ફરિશ્તાઓ દ્વારા જાણકારી મળવી

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى علي من بعيد أعلمته (أخرجه أبو الشيخ في الثواب له من طريق أبي معاوية عن الأعمش عن أبي صالح عنه ومن طريقه الديلمي وقال ابن القيم إنه غريب قلت: وسنده جيد كما أفاده شيخنا كذا في القول البديع صـ ۳۲۵)

હઝરત અબૂ-હુરૈરહ રદ઼િય અલ્લાહુ અન્હુ હુઝ઼ૂરે-અક઼્દસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો પાક ઇર્શાદ નકલ કરે છે કે જે મારા પર મારી કબર પાસે દુરૂદ મોકલે છે, તે હું પોતે સાંભળું છું અને જે દૂરથી મારા પર દુરૂદ મોકલે છે. મને (ફરિશ્તાઓ વતી) તેની જાણ કરવામાં આવે છે.

હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ નું હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ની તારીફ કરવુ

સાહિબે-ઈહયાએ લખ્યુ છે કે હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ ના વિસાલ પછી હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ રડી રહ્યા હતા અને એમ કહી રહ્યા હતા કે

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુરબાન! એક ખજૂરનું થડ જેના પર સહારો લઈને આપ મિમ્બર બનવાથી પહેલા ખુત્બો પઢ્યા કરતા હતા પછી જ્યારે મિમ્બર બની ગયુ અને આપ તેના પર તશરીફ લઈ ગયા, તો તે ખજૂરનું થડ આપની જુદાઈથી રડવા લાગ્યુ, અહિંયા સુઘી કે આપે પોતાના મુબારક હાથ તેના પર મુક્યો જેનાથી તેને સુકૂન મળ્યું (આ હદીસનો મશહૂર કિસ્સો છે), યા રસૂલુલ્લાહ! આપની ઉમ્મત આપની જુદાઈથી રડવાની વધારે હકદાર છે તે થડના મુકાબલામાં. (એટલે ઉમ્મત પોતાના સુકૂનના માટે તમારી તવજ્જુહની વધારે હાજતમંદ છે.)

યા રસૂલુલ્લાહ, મારા માં-બાપ આપ પર કુર્બાન! આપનો ઉચ્ચ મર્તબો અલ્લાહના નજદીક એટલો ઊંચો થયો કે તેમણે આપની ઈતાઅતને (ફોલો કરવાને) પોતાની ઈતાઅત કરાર આપી. તેથી ઈરશાદ ફરમાવ્યુ:

مَّن يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّه

જેણે રસૂલની ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી.

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! આપની ફઝીલત અલ્લાહના નજદીક એટલી ઊંચી થઈ કે આપથી મુતાલબાથી પહેલા માફીની ખબર આપી દીઘી. તેથી ઈરશાદ ફરમાવ્યુ:

عَفَا اللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ

અલ્લાહ તઆલાએ તમને માફ કર્યા. તમે તે મુનાફિકોને જવાની ઈજાઝત આપી જ કેમ?

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! આપની ઊંચી શાન અલ્લાહના નજદીક એવી છે કે આપ જો ઝમાનાના એતેબારથી અંતમાં આવ્યા, પણ અંબિયાની લિસ્ટમાં આપને સૌથી પહેલા ઝિકર કરવામાં આવ્યા. તેથી ઈર્શાદ છે

وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ

યા રસૂલુલ્લાહ, મારા માં-બાપ આપ પર કુર્બાન! આપની ફઝીલતનો અલ્લાહને ત્યાં આ હાલ છે કે કાફિર જહન્નમમાં પડેલો હશે અને આ વાતની તમન્ના કરશે કે કાશ આપની ઈતાઅત (ફોલો) કરતે અને કહેશે:

يَا لَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولَا

યા રસૂલુલ્લાહ મારા માં બાપ આપ પર કુર્બાન! જો હઝરત મૂસાને (અલા નબિય્યિના વ-અલૈહિસ્સલાતુ વ-સ્સલામ) અલ્લાહ તઆલાએ આ મોજીઝો અતા ફરમાવ્યો છે કે પત્થરથી નેહરો કાઢી દે, તો આ તેનાથી વધારે અજીબ નથી કે અલ્લાહ તઆલાએ આપની આંગળીઓથી પાણી જારી કરી દીઘુ. (હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ નો આ મોજીઝો મશહૂર છે.)

યા રસૂલુલ્લાહ, મારા માં-બાપ આપ પર કુર્બાન! જો હઝરત સુલૈમાન (અલા નબિય્યિના વ-અલૈહિસ્સલાતુ વ-સ્સલામ) કે હવા તેમને સવારના સમયમાં એક મહીનાનો રસ્તો પાર કરાવી દે અને સાંજના સમયમાં એક મહીનાનો રસ્તો પાર કરાવી દે, તો આ એનાથી વધારે અજીબ નથી કે આપનો બુરાક રાતના સમયમાં આપને સાત આસમાનથી પણ ઉપર લઈ ગયુ હતુ અને સવારના સમયે આપ મક્કા મુકર્રમા પાછા આવી ગયા

صَلّی اللهُ عَلَیْکَ

અલ્લાહ તઆલા તમારા પર દુરૂદ મોકલે.

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! જો હઝરત ઇસાને (અલા નબિય્યિના વ-અલૈહિસ્સલાતુ વ-સ્સલામને) અલ્લાહ તઆલાએ આ મોજીઝો અતા ફર્માવ્યો કે તેઓ મુરદાઓને જીવિત ફરમાવતા હતા, તો આ તેનાથી વધારે અજીબ નથી કે એક બકરી જેના ગોશ્તના ટુકડા આગમાં શેકી નાંખવામાં આવ્યા હોય તે આપથી આ દરખ્વાસ્ત કરે કે આપ મને ન ખાતા એટલા માટે કે મારા અંદર ઝેર ભેળવવામાં આવ્યુ છે.

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! જો હઝરત નૂહ અલા નબિય્યિના વ-અલયહિસ્સલાતુ વ-સ્સલામે પોતાની કૌમના માટે આ ઈર્શાદ ફરમાવ્યું:

رَبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا

હે રબ ન છોડ ઝમીન પર કાફિરોમાંથી કોઈ રહેવાસી.

જો તમે પણ અમારા માટે બદ દુઆ કરી દેતે તો અમારામાંથી એક પણ બાકી ન રેહતે, બેશક કાફિરોએ આપની મુબારક પીઠને રોંદી (કે જ્યારે આપ નમાઝ ની અંદર સજદામાં હતા આપની પીઠ મુબારક પર ઊંટની બચ્ચાદાની નાંખી દીઘી હતી) અને ગઝવએ-ઉહુદમાં આપના મુબારક ચેહરાને લોહી લુહાણ કર્યા, આપના મુબારક દાંતને શહીદ કર્યા અને આપે બદ દુઆની જગાએ એમ ઈર્શાદ ફરમાવ્યું:

اَللّهُمَّ اغْفِرْ لِقَوْمِىْ فَاِنَّهُمْ لَايَعْلَمُوْنَ

હે અલ્લાહ મારી કૌમને માફ ફરમાવજો કે આ લોકો જાણતા નથી (જાહિલ છે).

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! આપની ઉમરના થોડા ટાઈમમાં (નુબુવ્વત પછી ત્રેવીસજ વર્ષ મળ્યા) એટલો મોટો મજ્મો આપ પર ઈમાન લાવ્યો કે હઝરત નૂહ અલા નબિય્યિના વ-અલૈહિસ્સલાતુ વ-સ્સલામની લાંબી ઉમર (એક હઝાર વર્ષ) માં એટલા માણસો મુસલામન ન થયા (કે હજ્જતુલ-વદાઅમાં એક લાખ ચોવીસ હઝાર તો સહાબએ કિરામ રદ઼િયલ્લાહુ અન્હુમ હતા અને જે લોકો ગાઈબાના મુસલમાન થયા હાજર ન થઈ શક્યા તેમની સંખ્યા તો અલ્લાહ તઆલાનેજ ખબર છે.) આપ પર ઈમાન લાવવા વાળાઓની સંખ્યા ઘણી વધારેથી વધારે છે (બુખારીની મશહૂર હદીષ عُرِضَتْ عَلَىَّ الْاُمَمُ માં છે

رَاَيْتُ سَوَادًا كَثِيْرًا سَدَّ الْاُفُق

કે હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની ઉમ્મતને એટલી વધારે સંખ્યામાં જોયા કે જેમણે આખી દુનિયા ઘેરી લીધી હતી.)અને હઝરત નૂહ અલૈહિસ્સલામ પર ઈમાન લાવવા વાળા ઘણાં થોડા છે (કુર્આને પાકમાં છે:
وَمَا آمَنَ مَعَهُ إِلَّا قَلِيلٌ).

યા રસૂલુલ્લાહ મારા માં-બાપ આપ પર કુર્બાન! જો આપ પોતાના હમજીન્સો (એક લેવલ ના લોકો) જ સાથે ઉઠવા-બેસવાનું ફરમાવતે, તો આપ અમારી પાસે ક્યારેય ન બેસતે. અને જો આપ નિકાહ ન કરતે પણ પોતાનાજ બરાબર મર્તબા વાળાની સાથે તો કોઈની સાથે પણ આપના નિકાહ ન થઈ શકતે. અને જો આપ પોતાની સાથે ખાવાનું ન ખવડાવતે પણ પોતાના હમસરોને, તો અમારામાંથી કોઈને આપની સાથે ખાવાનું ન ખવડાવતે. બેશક આપે અમને પાસે બેસાડ્યા, અમારી ઔરતોની સાથે નિકાહ કર્યા અમને પોતાની સાથે ખાવાનું ખવડાવ્યુ, વાળોના કપડા પેહર્યા. (અરબી) ગધેડા પર સવારી ફરમાવી અને પોતાના પછાડી બીજાને બેસાડ્યા. અને ઝમીન પર (દસ્તરખ્વાન બીછાવીને) ખાધું અને ખાધા પછી પોતાની આંગળીઓને (ઝબાનથી) ચાટી અને આ બઘા કામો આપે નમ્રતાના તૌર પર અપનાવ્યા.

صَلَّی اللهُ عَلَیْکَ وَسَلَّمَ

અલ્લાહ તઆલા આપ પર દુરૂદો-સલામ મોકલે. (ફઝાઈલે દુરૂદ શરીફ, પેજનં- ૧૮૩ થી ૧૮૭)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

દુરૂદ-શરીફનો અનેક ગણો સવાબ

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال من صلى علي عشرا صلى الله عليه مئة ومن صلى علي مئة صلى الله عليه ألفا ومن زاد صبابة وشوقا كنت له شفيعا وشهيدا يوم القيامة أخرجه أبو موسى المديني بسند قال الشيخ مغلطاي لا بأس به (القول البديع ص٢٣٦)...