જુમ્મા ના દિવસે વધારે દુરૂદ-શરીફ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : أكثروا الصلاة علي في الليلة الزهراء واليوم الأغر فإن صلاتكم تعرض علي (المعجم الأوسط للطبراني وسنده ضعيف لكن يتقوى بشواهده كما في القول البديع صـ 325)

હઝરત અબૂ-હુરૈરા રદ઼િયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઈર્શાદ ફરમાવ્યું કે રોશન રાત અને રોશન દિવસમાં (જુમ્મા ની રાત અને જુમ્મા ના દિવસે) મારા પર વધારેમાં વધારે દુરૂદ મોકલો, કારણકે તમારૂ દુરૂદ મારી સામે પેશ કરવામાં આવે છે.

દુરૂદ-શરીફ લખવાની બરકતથી ગુનાહોની બખ્શિશ

હઝરત ઈબ્ને-અબી-સુલૈમાન રહ઼િમહુલ્લાહ કહે છે કે મેં મારા વાલિદ સાહબને ઈન્તેકાલ પછી સપનામાં જોયા.

મેં એમને પૂછ્યું કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો? તેમણે ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ મારી મગ્ફિરત ફરમાવી દીઘી.

મેં પૂછ્યુઃ કયા અમલના કારણે? તેમણે ફરમાવ્યું: દરેક હદીસમાં, હું હુઝૂરે-અકદસ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ પર દુરૂદ લખ્યા કરતો હતો. (ફઝાઇલે-દુરૂદ, પેજ નંબર=૧૬૪)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

પુલ સિરાત પર મદદ

عن عبد الرحمن بن سمرة رضي الله عنه قال: خرج علينا رسول الله صلى الله عليه وسلم فقال: إني رأيت البارحة عجبا رأيت رجلا من أمتي يزحف على الصراط مرة ويحبو مرة ويتعلق مرة فجاءته صلاته علي فأخذت بيده فأقامته على الصراط حتى جاوزه...