હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ અલ્લાહ તઆલાના રસ્તામાં ઘાયલ થવું

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ પોતાના પુત્ર અબ્દુલ્લાને ફરમાવ્યું:

ما مني عضو إلا وقد جرح مع رسول الله صلى الله عليه وسلم (مجاهدا في سبيل الله) (سنن الترمذي، الرقم: ٣٧٤٦)

મારા કોઈ ઉઝ્વ (શરીર નો કોઈ ભાગ) એવો નથી કે જે જંગમાં જખ્મી ન થયો હોય રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે.

હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુની બહાદુરી

જંગે-યર્મૂક ના દિવસે સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુને કહ્યું કે તમે દુશ્મનોની લાઈનમાં પૂરી રીતે ઘૂસીને હુમલો કેમ નથી કરતા (જો તમે દુશ્મનની લાઇનમાં પૂરી રીતે ઘૂસીને હુમલો કરશો, તો) અમે પણ તમને સાથ આપીશું. તેમણે જવાબ આપ્યો કે જો હું તેમના પર હુમલો કરીશ તો તમે લોકો મને સાથ આપવાના નથી. સહાબા-એ-કિરામ રદ઼િય અલ્લાહુ અન્હુમે કહ્યું કે ના, અમે એવું નહીં કરીશું.

છેવટે, હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ દુશ્મનોની હરોળમાં પૂરી રીતે ઘૂસીને હુમલો કર્યો અને તેમની હરોળને ફાડીને બીજી તરફ પહોંચી ગયા અને તે સમયે તેમની સાથે કોઈ પણ ન હતું.

પછી જ્યારે તેઓ (મુસલમાનો તરફ) પાછા આવવા લાગ્યા, ત્યારે દુશ્મનોએ તેમના ઘોડાની લગામ પકડી લીધી અને તેમન ખભા પર (તલવારથી) બે વાર કર્યા, જેના કારણે તેમના શરીર પર બે ઘા થયા, આ બે ઘા સિવાય (જેમાં તેમને જંગે-યર્મૂક માં લાગ્યા) તેમના શરીર પર બીજો એક ઘા હતો, જે તેમને ગઝ્વ-એ-બદ્રમાં વાગ્યો હતો.

ઉપરોક્ત ઘટના બયાન કરવા પછી હઝરત ઉર્વહ રહ઼િમહુલ્લાહએ ફરમાવ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે તે ઘાવના સૂરાખોમાં (છિદ્રોમાં) આંગળીઓ નાખીને રમતો હતો.

હઝરત ઉર્વહ રહ઼િમહુલ્લાહએ વધુમાં ફરમાવ્યું કે તે દિવસે (જંગે-યર્મૂકના દિવસે, મારા ભાઈ) અબ્દુલ્લાહ બિન ઝુબૈર પણ તેમની સાથે હતા. (અર્થાત અમારા વાલિદ હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુ સાથે) તે સમયે તેઓ ફક્ત દસ વર્ષના હતા. હઝરત ઝુબૈર રદ઼િય અલ્લાહુ અન્હુએ તેમને ઘોડા પર બેસાડીને તેમની સંભાળ માટે એક માણસને નિયુક્ત કરી દીધો હતો.

Check Also

હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે

أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد …