ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું:

હું તમારા ભલા માટે કહું છું, દરેક જણ સાંભળી લે. યાદ રાખવાની વાત છે કે આ લાઈનમાં બે વસ્તુઓ તાલિબ (મુરીદ) માટે રાહઝન છે અને ઘાતક ઝેર છે.

એક: તાવીલ પોતાની ગલતી(ભૂલ)ની, અને બીજી: પોતાના પીર (શેખ, હઝરત) પર એતિરાઝ. (મલફૂઝાતે-હકીમુલ-ઉમ્મત. ભાગ નં. ૮, પેજ નં. ૨૩૧)

(રાહઝન = સીધા રસ્તાથી ભટકાવનાર, રસ્તામાં લૂંટી લેનાર)

(તાવીલ કરવી = પોતાની ગલતી પર બચાવનો રસ્તો અપનાવવો)

(એતિરાઝ = વાંધો)

Check Also

અમલ અને મહેનત કરવા વગર કોઈ ચારો નથી

શેખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહએ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મારા વ્હાલાઓ! કંઈક કરી લો. مَنْ …