હઝરત સાદ રદી અલ્લાહુ અન્હુ માટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

قيل لسيدنا سعد بن أبي وقاص رضي الله عنه: متى أصبت الدعوة (أي استجابة دعائك)؟ قال: يوم بدر، كنت أرمي بين يدي النبي صلى الله عليه وسلم، فأضع السهم في كبد القوس، أقول: اللهم زلزل أقدامهم، وأرعب قلوبهم، وافعل بهم وافعل، فيقول النبي صلى الله عليه وسلم: اللهم استجب لسعد (المعجم الكبير، الرقم: ٣١٨)

એકવાર હઝરત સા’દ બિન અબી વક્કાસ રદિઅલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે, તમને મુસ્તજાબુદ્દા’વાત નો દરજ્જો ક્યારે મળ્યો? (મુસ્તજાબુદ્દા’વાત = જેની દુઆ અલ્લાહ તઆલાના દરબારમાં કબૂલ થાય છે)

તેમણે જવાબ આપ્યો કે મને આ મકામ ગઝવએ બદરના દિવસે મળ્યો હતો, જ્યારે હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની સામે (કાફીરો તરફ) તીર ચલાવી રહ્યો હતો, જ્યારે હું મારા કમાનમાં (ધનુષ્યમાં) તીર મૂકી રહ્યો હતો અને તેને ચલાવી રહ્યો હતો, ત્યારે હું દુઆ કરી રહ્યો હતો કે હે અલ્લાહ! તેમના પગ ને ડગમગાવી દીયો, તેમના દીલમાં ખૌફ પેદા કરી દો અને તેમની સાથે હારનો મામલો કરો.

મારી દુઆ સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મારા માટે દુઆ ફરમાવી: હે અલ્લાહ! સા’દની દુઆને કુબૂલ કરો.

ઈસ્લામ માટે પહેલું તીર ચલાવનાર

હઝરત સા’દ (રદિ.) એ સહાબાની ટુકડીમાં સામેલ હતા જેમને હિજરતના એક વર્ષ પછી કુરૈશના કાફલાને રોકવા માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે મોકલ્યા હતા.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉબૈદા બિન હારિસ રદિ. ની આ ટુકડીના અમીર તરીકે નિમણૂંક કરી હતી.

આ સરય્યા દરમિયાન, સહાબા-એ-કિરામે (રદિ.) મકામે રાબિગ જગહ નો સફર કર્યો, જ્યાં તેમનો સામનો કુરૈશના કાફલા સાથે થયો; પણ કોઈ લડાઈ થઈ નહિ; બસ, બંને તરફથી તીર છોડવામાં આવ્યા.

મુસલમાન વતી સૌપ્રથમ તીર છોડનાર હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ હતા અને ઇસ્લામ ખાતર અલ્લાહ તઆલાના માર્ગમાં (રસ્તામાં) આ પહેલું તીર હતું.

આ સરય્યાના સંબંધમાં હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ આ શેર પઢયા :

ألا هل أتى رسول اللَّه أنّي … حميت صحابتي بصدور نبلي

أذود بها عدوّهم ذيادا … بكلّ حزونة وبكلّ سهل

فما يعتدّ رام من معد … بسهم في سبيل اللّٰه قبلي

એ શું જાણ કરવામાં આવી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કે મૈં બચાવ કર્યો છે મારા સાથીઓનો મારા તીર ચલાવીને.

મેં સંપૂર્ણપણે હટાવી દીધા મારા તીરોથી તેમના દુશ્મનોને દરેક કઠણ અને નરમ જમીનમાંથી.

અલ્લાહના રસ્તામાં મારા પહેલાં તીર માર્યું હોય મા’દની ઔલાદમાંથી એવું કોઈ નથી.

Check Also

ઇસ્લામનો એક મહાન સહાયક

ذات مرة، قال سيدنا عمر رضي الله عنه عن سيدنا الزبير رضي الله عنه: إن …