હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની દુઆ

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી:

اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢)

હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો રસ્તો) બતાવો!

હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ ને યમન મોકલતી વખતે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની દુઆ

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ બયાન કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને પોતાનો ગવર્નર બનાવી ને યમન મોકલ્યો.

જતા પહેલા, મેં આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ અલયહી વસલ્લમને વિનંતી કરી: હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ! તમે મને એવા લોકો પાસે મોકલી રહ્યા છો જેઓ મારા કરતા ઉંમરમાં મોટા છે. તદુપરાંત, હું નવજુવાન છું અને મને કાઝી નાં કામ માં (અદાલતી મામલામાં) મારી પાસે વઘારે બસીરત અને અનુભવ નથી.

મારી ચિંતા સાંભળીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે પોતાનો મુબારક હાથ મારા સીના પર રાખ્યો અને મારા માટે આ લફ્ઝો માં દુઆ કરી:

اللهم ثبت لسانه واهد قلبه

હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કહેવા માં) સાબિત રાખો અને તેમના દિલને (હક નો રસ્તો) બતાવો!

તે પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ મને સંબોધીને ફરમાવ્યું:

“એ ‘અલી! જ્યારે બે વિવાદિત પક્ષો (જમાઅત) તમારી સામે બેસે, ત્યારે આ વાત નું ધ્યાન રાખજો કે તમે તેમના દરમિયાન ત્યાં સુધી કોઈ ફેંસલો ન કરો જ્યાં સુધી તમે બીજી જમાત અને પક્ષની વાત ન સાંભળી લો, જેવી રીતે તમે પહેલી જમાત અને પક્ષની વાત સાંભળી હતી.”

“જો તમે મારી આ નસીહત પર અમલ કરશો, તો તમે તેમના કેસોને યોગ્ય રીતે સમજી શકશો અને તમને ખબર પડી જશે કે તેમની દરમિયાન કેવી રીતે ફેંસલો કરવાનો છે.”

રિવાયત માં આવ્યું છે કે હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુ માટે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની ઉપરોક્ત ઉલ્લેખિત દુઆ અને નસીહત નાં લીધે, હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને લોકો વચ્ચે ફેંસલો કરવામાં ક્યારેય પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

Check Also

હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ

ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી …