વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૧

૧) વુઝૂ નાં માટે ઉંચી જગ્યા, ખુરસી વગેરે પર બેસવુ, અને વુઝૂની જગ્યા ચોખ્ખી રાખવી. [૧]

عن عبد خير عن علي رضي الله عنه أنه أتي بكرسي فقعد عليه ثم دعا بتور فيه ماء فكفأ على يديه ثلاثا (سنن النسائي رقم ٩٣)

હઝરત અબ્દે ખૈર (રહ.) ફરમાવે છે કે હઝરત અલી (રદિ.) ના માટે કુરસી મંગાવામાં આવી. આપ (રદિ.) તેના પર બેસ્યા ત્યાર પછી એક વાસણમાં પાણી મંગાવ્યુ. અને (લોકોને નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો વુઝૂ કરવાનો તરીકો સિખવવા માટે) ત્રણ વખત પોતાના બન્નેવ હાથોનાં ઉપર પાણી નાંખ્યું એટલે કે (પોતાના હાથોને ત્રણ વખત કાંડા સુઘી ઘોયા).

૨) વુઝૂ ની નિય્યત કરવું. [૨]

૩) વુઝૂ શરૂ કરવા પેહલા મસ્નૂન દુઆ પઢવું. [૩]

بسم الله ، والحمد لله

“હું અલ્લાહ તઆલાના નામથી વુઝૂ શરૂ કરૂ છું અને બઘી તારીફો (પ્રશંસાઓ) અલ્લાહ તઆલાના માટે છે.”

عن أبى هريرة رضى الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: يا أبا هريرة إذا توضأت فقل بسم الله والحمد لله فإن حفظتك لا تبرح تكتب لك الحسنات حتى تحدث من ذلك الوضوء (مجمع الزوائد رقم ١١١٢)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમેં) ફરમાવ્યુ, એ અબૂ હુરયરહ (રદિ.), જ્યારે તમે વુઝૂ કરો તો બિસ્મીલ્લાહ, વલ્હમ્દુલિલ્લાહ કહો, એટલા માટે કે તમારી હિફાઝત પર મામૂર (ઝિમ્મેદાર) ફરિશ્તા તમારા માટે નેકિયોં (કર્મો) લખતા રહેશે, ત્યાં સુઘી કે તમારું વુઝૂ ટૂટી જાય.

 

Source: http://ihyaauddeen.co.za/?cat=130


 

[૧] (ومن آدابه) … (استقبال القبلة ودلك أعضائه) … (والجلوس فى مكان مرتفع) (شامى ١/١٢٧)

[૨] ( البداية بالنية ) أي نية عبادة لا تصح إلا بالطهارة كوضوء أو رفع حدث أو امتثال أمر (شامى ١/١٠٥)

[૩] ( و ) البداءة ( بالتسمية ) قولا وتحصل بكل ذكر لكن الوارد عنه عليه الصلاة والسلام باسم الله العظيم والحمد لله على دين الإسلام

قال الشامي : قوله ( لكن الوارد الخ ) قال في الفتح لفظها المنقول عن السلف وقيل عن النبي صلى الله عليه وسلم باسم الله العظيم والحمد لله على الإسلام وقيل الأفضل بسم الله الرحمن الرحيم بعد التعوذ وفي المجتبى يجمع بينهما اه وفي شرح الهداية للعيني المروي عن رسول الله باسم الله والحمد لله رواه الطبراني في الصغير عن أبي هريرة بإسناد حسن اهـ (رد المحتار ١/١٠٩)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …