દુરૂદ શરીફથી સદકાનો ષવાબ

عَنْ أَبِي سَعِيدٍ الخدري عن رَسُولَ الله صَلَّى الله عَلَيه وسَلَّم قَالَ : أيما رَجُلٍ لَمْ يَكُنْ عِندَهُ صَدَقَةٌ ، فَليَقُل في دُعَائِه: اَللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُولِكَ ، وَصَلِّ عَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ، وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمِاتِ ، فَإِنَّهَا زَكَاةٌ  (صحيح ابن حبان)

હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ પાસે સદકો આપવા માટે કંઈપણ ન હોય (સારા કાર્યમાં ખર્ચ કરવા માટે કંઈપણ ન હોય) તો તે નીચેનું દુરૂદ શરીફ પઢે, બેશક આ દુરૂદ તેના માટે સદકો ગણાશે. તેને સદકાનો સવાબ મળશે.”

اَللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُولِكَ ، وَصَلِّ عَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ، وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمِاتِ

એ અલ્લાહ ! મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જે તમારા બંદા અને તમારા રસૂલ છે એમના ઉપર પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવ. અને મોમિન મર્દ ઔરત અને મુસલમાન મર્દ ઔરત  પર દુરૂદ (રહમત) નાઝિલ ફરમાવ

દુરૂદ શરીફ હિફાઝત ના માટે

મુસા ઝરીર (રહ.) એક નેક સાલેહ બુઝુર્ગ હતા. એવણે એમના ભૂતકાળનાં દિવસોની એક ઘટના(કિસ્સો) મને વર્ણવી (નકલ કર્યો) કે એક જહાઝ ડૂબવા લાગ્યુ અને હું એમા મૌજૂદ હતો. તે સમયે મને ગુનૂદગી (ઊંઘ જેવી લાગી)  જેવુ થયુ, તે હાલતમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને આ દુરૂદ તાલીમ ફરમાવી ઈરશાદ ફરમાવ્યુ કે જહાઝવાળા આ દુરૂદને એક હઝાર વાર પઢો. હજી ત્રણસો વાર સુઘી પહોંચ્યા હતા કે જહાઝ ડુબવાથી બચી ગયુ. આ દુરૂદ શરીફ ની બરકત હતી જે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સપનામાં સિખવ્યુ હતું. તે દુરૂદ આ છેઃ

أّللَّهُمَّ صَلِّ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ صَلَوةً تُنْجِينَا بِهَا مِن جَمِيعِ الْأَهْوَالِ وَ الْآفَاتِ وَ تَقْضِي لَنَا بِهَا جَمِيعَ الحَاجَاتِ وَ تُطَهِّرُنَا بِهَا مِن جَمِيعِ السَّيِئَاتِ وَ تَرْفَعُنَا بِهَا أَعْلَى الدَّرَجَاتِ وَ تُبَلِّغُنَا بِهَا أَقْصَى الغَايَاتِ مِن جَمِيعِ الخَيرَاتِ فِي الحَيَوةِ وَ بَعدَ الممَات (اِنَّكَ عَلَى كُلِّ شَيئٍ قَدِيرٌ)

એ અલ્લાહ ! અમારા પ્યારા અને મહબૂબ મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એવી રહમત નાઝિલ ફરમાવ, જે અમારા માટે દરેક મુસીબતોં અને પરેશાનિયોં થી હિફાઝતનો ઝરીઓ હોય, જેનાથી અમારી જરૂરતો પૂરી થાય, જેનાથી અમે બઘા દરેક ગુનાહોથી પાક સાફ થઈ જાય, જેની બરકતથી અમે ઉચ્ચ કોટીનું સ્થાન નસીબ થાય (આખિરતમાં) અને જેના ઝરીએ અમે ઝિંદગી અને મૃત્યુ પછી દરેક ભલાઈઓનાં ઊંચા અને અંતિમ સ્થાન પર પહોંચી જાય. બેશક, તું દરેક વસ્તુ પર કાદીર છે.

હઝરત ઉમરનો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહની યાદો

હઝરત ઉમર (રદિ.) એક વખત રાત્રે લોકોની સુરક્ષા માટે ગશ્ત ફરમાવી ‎રહ્યા હતા કે એક ઘરમાંથી ચીરાગની રોશની મહસૂસ થઈ અને એક ‎ડોસીમાંનો અવાજ કાનમાં પડ્યો જેવણ ઊનને સાફ કરતી કરતી અશઆર ‎‎(કાવ્યપંક્તિઓ) પઢી રહી હતી. જેનો તર્જુમો આ છે કે:

“મોહમ્મદ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નેકિયોનો દુરૂદ પહોંચે અને પાક સાફ ‎લોકોની તરફથી જેઓ બરગુજીદા (પસંદ કરેલા) લોકો હોય તેઓનો દુરૂદ ‎પહોંચે. બેશક યા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તમો રાતોમાં ‎ઈબાદત કરવા વાળા હતા અને રાતોનાં છેલ્લા પહોરમાં રડવા વાળા હતા. ‎કાશ મને એ ખબર થઈ જતે કે હુંળ અને મારા મહબૂબ ક્યાર ભેગા થઈ ‎શકિશું યા નહી એટલા માટે કે મોત વિભિન્ન હાલતોમાં આવે છે ખબર નહી ‎મારી મૌત કેવી હાલતમાં આવે અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ)થી મરવા બાદ મળવાનું થઈ શકશે યા નહી.”

હઝરત ઉમર ‎‎(રદિ.) પણ આ અશઆર (કાવ્ય પંક્તિઓ) ને સાંભળીને રડવા બેસી ગયા. ‎‎(ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૧૭૪)‎

يَا رَبِّ صَلِّ وَ سَلِّم  دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الْخَلْقِ كُلِّهِمِ

 Source: http://ihyaauddeen.co.za/?p=4027

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...