શૈતાન નું હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુના રસ્તેથી ભાગવુ

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુને ફરમાવ્યું:

إِيْهٍ يا ابن الخطاب، والذي نفسي بيده ما لقيك الشيطان سالكا فجا قط إلا سلك فجا غير فجك (صحيح البخاري، الرقم: ٣٦٨٣)

ઓ ખત્તાબના પુત્ર! જેના કબજામાં મારી જીંદગી છે તેની કસમ! જ્યારે પણ શૈતાન તમને કોઈ રસ્તા પર ચાલતા જુએ છે, ત્યારે તે તમારો રસ્તો છોડીને બીજો રસ્તો અપનાવે છે.

અઝવાજ-એ-મુતહહરાત રદી અલ્લાહુ અનહુન્ન ની સાથે હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુ નું હુસ્ને સુલુક અને એકરામ કરવું

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુના ગુલામ હઝરત અસલમ (રહ.) જણાવે છે કે હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુ ની પાસે નવ રકબીઓ હતી, જેમાં તેમણે અઝવાજ-એ-મુતહહરાત (રસુલ અલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની પાક બીવીઓ રદી અલ્લાહુ અન્હુન્ન) ની પાસે હદયા મોકલતા હતા.

હઝરત અસલમ (રહ.) કહે છે કે જ્યારે પણ હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ પાસે કોઈ ભેટ, ફળ અથવા ગોશ્ત આવતું તો તેઓ તેને નવ ભાગમાં વહેંચતા, પછી તેને નવ રકાબીમાં મુકીને, ઈજ્જત-ઓ-એહતીરામ ની સાથે અઝવાજ-એ-મુતહહરાત ની પાસે મોકલતા.

હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુની એક નેક આદત હતી કે તેઓ પ્રથમ આઠ રકાબીઓને બીજી અઝવાજ-એ-મુતહહરાત ની પાસે મોકલતા અને છેલ્લી રકાબીને તેમની પ્રિય પુત્રી હઝરત હફસા રદી અલ્લાહુ અન્હાની પાસે મોકલતા.

ક્યારેક એવું બનતું કે કોઈ થાળીમાં કંઈક ખૂટતું હોય તો તે પોતાની પ્રિય છોકરી હઝરત હફસા રદિઅલ્લાહુ અન્હાના ઘરે મોકલતા. જેથી બીજી અઝવાજ-એ-મુતહહરાત ને ભરેલી રકાબી મળે.

આ રીતે હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુ પોતાના પરિવારના સભ્યો કરતાં અઝવાજ-એ-મુતહહરાત રદિ અલ્લાહુ અન્હુન્ન ને તરજીહ (પ્રાધાન્ય) આપતા હતા (અને તેમની સાથે ખૂબ જ આદર અને સન્માનથી વર્તતા હતા).

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …