હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું:
وأشدهم في أمر الله عمر (سنن الترمذي، الرقم: ٣٧٩١)
મારી ઉમ્મતમાં, અલ્લાહ ત’આલા ના દીન ના મામલામાં સૌથી વધારે મજબૂત ઉમર છે (એટલે કે તે ખૂબ જ મક્કમતાથી અમ્ર બિલ્-મારૂફ અને નહી ‘અનિલ્-મુન્કર ની (નેક અને સારા કામો નાં આદેશ આપવું અને ખરાબ કામો થી રોકવું) ફરજ બજાવે છે).
‘અવામના (લોકોના) માલમાં સાવધાની (એહતિયાત)
હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ ‘અવામના માલ માં જે સાવચેતી રાખી તે ચોક્કસપણે આપણા માટે એક ઉદાહરણ છે.
એકવાર હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની ખિલાફત દરમિયાન બહેરીનથી ખુશ્બુ કસ્તુરી (મુશ્ક) અને અંબર આવી; એટલા માટે કે આ વસ્તુઓ જાહેર જનતા માટે હતી તેથી હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: અલ્લાહની કસમ! મને એવી ઔરત ની તલાશ માં છું જે સારી રીતે તોલવાનું જાણતી હોય; જેથી તે આ ખુશ્બુનું (perfume) પરફેક્ટ વજન કરી મને આપે અને હું તેને ન્યાય સાથે મુસ્લિમોમાં બરાબર વહેંચી શકું.
આ સાંભળીને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુની બીવી હઝરત ‘આતીકા બિન્ત ઝૈદ રદિ અલ્લાહુ અન્હાએ કહ્યું: હું તોલવામાં માહીર છું. હું તમારા માટે વજન કરી શકું છું; પરંતુ હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ તેમની ઓફર (પેશ્કાશ) નકારી કાઢી હતી.
હઝરત ‘આતીકા રદિઅલ્લાહુ અન્હાએ આનું કારણ પૂછ્યું તો હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો કે મને આ વાત નો ડર છે કે તેનું વજન કરતી વખતે તમારા હાથ પર થોડી સુગંધ રહી જાય અને તમે તેને તમારા શરીર પર લગાવી લો, અને જો તમે તેને તમારા શરીર પર લગાવી લેશો તો તમને બીજા મુસ્લિમો કરતાં વધુ સુગંધ મળી જશે (અને હું મારા ઘરવાળા ઓ માટે આ વધારાની ખુશ્બુને પસંદ નથી કરતો).