દીન ના બધા કામો માટે દુઆ કરવી

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

તમે તમારા સમયની કદર કરો, (એઅતેકાફ ની હાલત માં) જરા પણ વાતો ન કરો, આપણા બધાની નિયત (ઇરાદો) આ હોય કે દુનિયાની અંદર જેટલા પણ દીન ના શોઅબા (શેત્રો) ચાલી રહ્યા છે અલ્લાહ તઆલા બધાને પ્રગતિથી માલામાલ કરે.

મસ્જિદો માટે, મદ્રેસાઓ માટે, મરકઝો માટે, જેટલી પ્રાર્થના (દુઆ) કરશો, એટલી વધુ પ્રગતિ થશે, એટલો જ તમને સવાબ આપવામાં આવશે.

તમારા માટે દરેક કામમાં સામેલ થવું મુશ્કેલ છે, હા! દુવા (પ્રાર્થના) દ્વારા તમે ચોક્કસપણે સહભાગી (શીરકત) થઇ શકો છો. હજરત સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કહ્યું છે “إنما الأعمال بالنيات” એક કાર્ય(કામ)માં જેટલી નિયત (ઇરાદો) કરશો, બધા નો સવાબ મળશે. (મલફુઝાતે શૈખ, પેજ નં-૧૧૯)

Source: https://ihyaauddeen.co.za/?p=14434

Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …