રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સખત ‎વઈદ

મુસલમાનો નાં માટે હઝરત સઅદ (રદિ.) નો સંદેશો

ઉહદ ની લડાઈમાં હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પુછ્યુ કે સઅદ બિન રબીઅ (રદિ.) નો હાલ ખબર નહી પડી શું થયુ એમની સાથે. એક સહાબી (રદિ.) ને શોધવા માટે મોકલ્યા તેવણ શહીદોની જમાઅતમાં શોધતા હતા.

અવાજો પણ લગાવી રહ્યા હતા કે શાયદ તેવણ જીવીત હોય. પછી બૂમ પાડીને કહ્યુ કે મને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોકલ્યો છે કે સઅદ બિન રબીઅ (રદિ.)ની ખબર કાઢી લાવું. તો એક જગ્યાએથી ઘણી ધીમી અવાજ આવી તેવણ તેની તરફ વધ્યા. જઈને જોયુ કે સાત મકતૂલીન(શહીદો) નાં વચ્ચે પડેલા છે અને થોડી ગણી સાંસ બાકી છે.

જ્યારે તેઓ પાસે પહોંચ્યા તો હઝરત સઅદ (રદિ.) કહ્યુ કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને મારા સલામ અરજ કરી દેજો અને કહેજો કે અલ્લાહ તઆલા મારા તરફથી આપને આનાંથી અફઝલ અને બેહતર બદલો અતા ફરમાવે જે કોઈ નબીને તેમનાં ઉમ્મતી તરફથી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ અતા કર્યો હોય.

અને મુસલમાનોંને મારો આ સંદેશો પહોંચાડી દેજો કે અગર ગૈર મુસ્લિમ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સુઘી પહોંચી ગયા અને તમારામાંથી કોઈ એક આંખ પણ ચમકતી હોય એટલે જીવતા હોય તો અલ્લાહ તઆલાને ત્યાં કોઈ બહાનું પણ તમારુ ન ચાલશે અને આ કહીને શહીદ થઈ ગયા(મૃત્યુ પામી ગયા).

હકીકતમાં આ વફાદારોએ (સહાબએ કિરામે) (અલ્લાહ તઆલા પોતાનાં લુત્ફ થી તેઓની કબ્રોને નૂરથી ભરી દે) પોતાની વફાદારીનો પૂરો ષબૂત આપી દીધો કે ઝખમો (ઘા) પર ઝખમો (ઘા) લાગેલા છે, મરી રહ્યા છે પરંતુ શું મજાલ છે કે કોઈ ફરિયાદ કોઈ ગભરાટ કોઈ ચિંતા લાગી જાય. વલવલો(જુસ્સો) છે તો હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની હિફાઝત નો. હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વફાદારી કરવાનો, હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કુર્બાન થવાનો કે કાશ મારા જેવા નાઅહલને પણ કોઈ હિસ્સો આ મુહબ્બતનો નસીબ થઈ જતે. (ફઝાઈલે આમાલ, પેજ નં-૧૭૦)

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …