ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૩

મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાની સુન્નતનો પ્રબંઘ

મુહદ્દીષે જલીલ, ફકીહુલ અસર હઝરત મૌલાના ખલીલ અહમદ (રહ.) પોતાનાં જમાનાનાં ઘણાં મોટા વલી હતા. તેઓ તબલીગનો પાયો નાંખનાર હઝરત મૌલાના મોહમ્મદ ઈલ્યા કાંઘલવી (રહ.) અને  મુહદ્દીષે જલીલ હઝરત મૌલાના શૈખુલ હદીષ મોહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) નાં શૈખ હતા (જેઓ મશહૂર કિતાબ ફઝાઈલે આમાલ અને ફઝાઈલે સદકાતનાં લેખલ હતા).

હઝરત મૌલાના મુફતિ આશિક ઈલાહાબાદી સાહબ મેરઠી (રહ.) હઝરત મૌલાના ખલીલ અહમદ સહારનપૂરી (રહ.) નો વાકીયો નીચે લખે છે કે આ વાકિયાથી આ વાતનો સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે હઝરત મૌલાના ખલીલ અહમદ સહારનપૂરી (રહ.) મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝ અદા કરવાનો કેટલો પ્રબંઘ ફરમાવતા હતા.

મુફતી આશિક ઈલાહાબાદી (રહ.) લખે છે કે

નમાઝતો આપ (મૌલાના ખલીલ અહમદ સહારનપૂરા રહ.) ની દરેક જગ્યાએ આંખોની ઠંડક હતી પછી શું પૂછવું મસ્જીદે હરામની નમાઝનું. આપનાં હઝારો રફીકોમાંથી એક પણ નહી બતાવી શકતુ કે ફલાંણી નમાઝમાં આપની તકબીરે તહરીમા અથવા પેહલી સફ અથવા ઈમામની જમણી બાજુ આપથી છૂટી હોય. સખત ગરમીમા. જ્યારે સહન પર પગ રાખવાથી છાલા પડી જતા હતા આપ ઝોહરમાં આંગળીઓનાં બલ ઝડપથી ચાલીને મુસલ્લાએ હનફી પર પહોંચતા અને પેહલી સફમાં ઈમામનાં કરીબ ઊભા રેહતા હતા.”

મને ખૂબ યાદ છે કે એક વખત મગરિબ બાદ ઘણો વધારે વરસાદ વરસ્યો અને સાથિયોની ઝબાનો પર આવ્યુ કે “અલા સલ્લુ ફિર રિહાલ” (ઘરમાં નમાઝ પઢો એટલે વરસાદનાં કારણે) પર અમલનો સમય અલ્લાહ તઆલાએ દેખાડ્યો, પણ હઝરતે અઝાનની અવાજ કાનમાં પડતાજ મને ફરમાવ્યુ ચાલો ભાઈ નમાઝ માટે.

થોડી હિમ્મત તો મારી પણ ઓછી હતી પણ ફાનસ હાથમાં લઈને સાથે થઈ ગયો અને હઝરતે પાણી ભરેલો લોટો હાથમાં ઉઠાવી લીઘો. હું જરાય પણ ન સમજ્યો કે વુઝૂની હાલતમાં હોવા છતા આની શું જરૂરત છે. પણ હઝરતે ફરમાવ્યુ “થઈ શકે કે કાદવ પગને લાગે એટલા માટે (મસ્જીદનાં) દરવાજા પર પગ ઘોઈ લેશુ કે હરમ શરીમ ગંદુ ન થાય.”

એનાંથી પેહલા મને મક્કાનાં કાદવ અને વરસાદનો દ્રશ્ય જોવાનો ક્યારેય પણ મોકો ન મળ્યો હતો. નીચે ઉતરીને સડક પર આવ્યા, તો ઝમીન પગને પકડી લેતી હતી. દરેક કદમ પર મારી તમન્ના થતી હતી કે કાશ હઝરત નમાઝ મસ્જીદની જગ્યાએ ઘરમાં પઢી લે અને સમજતા હતા કે હઝરત પણ આ તકલીફને સહન નહી કરી શકશે, પણ દરેક કદમે હઝરત મારાથી અગાળી રહ્યા.

દરેકનાં માથા પર છત્રી અલગ અલગ હતી અને મારા હાથમાં ફાનસ તો હઝરતનાં હાથમાં પાણીનો ભરેલો લોટો.

બજાર ખતમ થયો તો રોડ થી મસ્જીદે હરામની દીવાલ સુઘી પચ્ચીસ ફુટ હાથનો દરિયા જેવુ વહી રહ્યુ હતુ અને એટલી જોરથી પાણી ચાલી રહ્યુ હતુ કે જોઈને બીક લાગી રહી હતી. અહિંયા સુઘી કે હઝરત રોકાયા અને હું સમજ્યો કે હવે વાપસીનો હુકમ ફરમાવશે.

પણ હઝરત બોલ્યા છત્રીયો તો હવે બંદ કરી લો અને પાંયચાવો ચઢાવી લો, પગરખા બગલમાં લઈ લો અને એક બીજાનાં હાયમાં હાથ નાંખીલો કે સાંભળ્યુ છે વહેણમાં પઢરાવો આવે છે અને પડી જવાનો ડર રહે છે.

તે સુંદર દ્રશ્ય પણ હજી સુઘી નજરની સામે છે કે ખુલ્લા પગ ઘુંટણોં સુઘી પાંયચા ચઢાવીને કાતરની જેમ એક બીજા સાથે હાથ મેળવીને છત્રીઓ બગલમાં લટકાવીને ચાલ્યા અને “બિસ્મિલ્લાહી મજરેહા” કહીને વહેણમાં કદમ નાંખી દીઘા.

જ્યારે કે ઉતરતો રૂખ હતો એટલા માટે નાની કાંકરીઓ પાણીની સાથે વેહતી વેહતી એટલી જોરથી આવતી હતી જેવી રીતે મુઠ્ઠી ભરીને કોઈ ગોલીયો મારતુ હોય. અગાળી વધ્યા તો ઘુંટણો સુઘી પાણી આવી ગયુ અને કરીબ હતુ કે મારો પગ લપસી જતે, પણ હઝરતે બાઝુ પકડી રાખ્યો હતો કે પડવા ન દીઘો અને ખુદા ખુદા કરીને બાબુસ્સફા પર ચઢ્યા.

ત્યાં પહોંચીને પેહલી દાદર પર પેહલા પગ ઘોયા અને બવ્વાબની અલમારીમાં પગરખા મૂક્યા ત્યાર બાદ “બિસ્મિલ્લાહી અલ્લાહુમ્મફ તહલી અબવાબ રહમતિક” પઢીને મસ્જીદમાં કદમ મૂક્યો અને હું હઝરતની ઈત્તેબાઅ કરતો રહ્યો. (તઝકિરતુલ ખલીલ ૩૫૨-૩૫૩)

હઝરત મૌલાના ખલીલ અહમદ સહારનપૂરી (રહ.) ની નજરમાં તકબીરે ઊલાની મહત્તવતા

હઝરત મૌલાના ઝફર અહમદ ઉષ્માની (રહ.) નીચે વાકિયો બયાન ફરમાવે છેઃ

હું હઝરતની ખિદમતમાં છ વર્ષ રહ્યો છું મને યાદ નથી કે હઝરતની તકબીરે તહરીમા ક્યારેય પણ છૂટી હોય. અલબત્તા એક દિવસે સવારનાં વુઝૂ કરતા કરતા આપનાં દાંતોમાંથી લોહી નિકળવા લાગ્યુ અને ઘણી વાર સુઘી તેનો સિલસિલો ચાલતો રહ્યો.

તો મસ્જીદમાં ખાદિમને મોકલ્યો કે નમાઝમાં મારા કારણે મોડું ન કરવામાં આવે મારા દાંતોથી લોહી નીકળી રહ્યુ છે જે બંદ નથી થતુ. તે દિવસે બેશક ઉઝરનાં કારણે હઝરતની તકબીરે તહરીમાં છૂટી હતી, પણ રકઅત તે દિવસે પણ છૂટી ન હતી. (તઝકિરતુલ ખલીલ, પેજ નં- ૩૪૫)

ઉપર જણાવેલ બન્નેવ વાકિયાતથી આ વાત ઘોળા દિવસની જેમ છે કે અમારા અસલાફ તથા અકાબિર જમાઅતની સાથે મસ્જીદમાં નમાઝની અદાયગીનો ઘણો વધારે પ્રબંઘ ફરમાવતા હતા. તે તકલીફો સહન કરવા માટે તય્યાર રેહતા હતા. પણ તેઓને આ ગમતુ ન હતુ કે મસ્જીદમાં જમાઅતની સાથે નમાઝની અદાયગી છૂટી જાય.

અલ્લાહ તઆલા આપણને બઘાને તેઓનાં નકશે કદમ પર ચાલવાની અને પાંચ વખતની નમાઝો જમાઅતની સાથે મસ્જીદમાં અદા કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=18270


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …