હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૦

ઈઝતિબાઅ અને રમલ

ઉમરહનાં તવાફમાં મર્દ ઈઝતિબાઅ અને રમલ કરશે.

ઈઝતિબાઅ આ છે કે તવાફ કરવા વાળો મર્દ એહરામની ચાદર ને જમણી બગલમાંથી કાઢીને ડાબા ખભા પર નાંખી લેશે અને જમણો ખભો ખુલ્લો છોડી દેશે. આખા તવાફમાં (એટલે સાત ચક્કરમાં) મર્દ ઈઝતિબાઅ કરશે.

અને રમલ આ છે કે મર્દ ખભાને હલાવતા હલાવતા થોડુ ઝડપથી ચાલશે અને પોતાનાં કદમને નજીક નજીક રાખીને ચાલશે. તવાફનાં પેહલા ત્રણ ચક્કરોમાં મર્દ રમલ કરશે.

નોટઃ- ઈઝતિબાઅ અને રમલ માત્ર મર્દોનાં માટે છે. ઔરતો ઈઝતિબાઅ અને રમલ નહી કરશે.

તવાફ બાદ બે રકઅત વાજીબ નમાઝ

ઉમરહનો તવાફ મુકમ્મલ કરવા બાદ બે રકઅત નમાઝ પઢવુ વાજીબ છે. આ નમાઝને “વાજીબુત તવાફ” કહેવામાં આવે છે.

અફઝલ આ છે કે આ બન્નેવ રકઅતો મકામે ઈબ્રાહીમનાં પછાળી પઢવામાં આવે. પણ જો કોઈ માણસ આ બન્નેવ રકઅતો મસ્જીદુલ હરામનાં અંદર બીજી કોઈ જગ્યામાં પઢે અથવા મસ્જીદુલ હરામનાં બહાર પણ હરમનાં હુદૂદનાં અંદર પઢે, તો આ જાઈઝ છે. અલબત્તા આ બન્નેવ રકઅતો હરમનાં હુદૂદથી બાહર પઢવુ મકરૂહ છે.

આ બન્નેવ રકઅતો મકરૂહ અવકાતમાં નહી પઢી શકાશે. ઉદાહરણ તરીકે ફજરની નમાઝ પછીથી તુલૂએ આફતાબ (સુર્યોદય) સુઘી અને અસરનાં ફર્ઝ નમાઝ પઢવા પછીથી ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) સુઘી આ બન્નેવ રકઅતો નથી પઢી શકાશે.

જો કોઈએ આ મકરૂહ અવકાતમાં (એટલે ફજર પછી અથવા અસર પછી) તવાફ કર્યુ હોય, તો એવા માણસને જોઈએ કે આ બન્નેવ રકઅતોને તુલુએ આફતાબ (સુર્યોદય) અને ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) બાદ પઢે.

તવાફ પછી બે રકઅતોમાં મુસ્તહબ આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢવામાં આવે.

બે રકઅત વાજીબુત તવાફ પઢવા બાદ સઈનાં માટે અગાળી વધો.

સઈ

સઈથી પેહલા મુહરિમ (એહરામ વાળા માણસ) નાં માટે મુસ્તહબ છે કે તે ઝમઝમનું પાણી પીયે, તેથી હદીષ શરીફમાં વારિદ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હજ્જનાં મૌકા પર ઉમરહનાં તવાફ કરવા બાદ ઝમઝઝનું પાણી પીઘું, ત્યાર બાદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સઈનાં માટે તશરીફ લઈ ગયા.

સઈ શરૂ કરવા પેહલા હજરે અસ્વદનો ઈસ્તેલામ કરવુ મસ્નૂન છે. આ ઈસ્તેલામ નવમો ઈસ્તેલામ થશે.

સઈ કરવા વાળો સફાથી સઈ શરૂ કરશે અને મરવહની તરફ ચાલશે. સફાથી મરવહ સુઘી સઈનો એક ચક્કર ગણવામાં આવશે અને મરવહથી સફા સુઘી સઈનો બીજો ચક્કર ગણવામાં આવશે. એવી રીતે સઈનાં સાત ચક્કર મરવહ પર ખતમ થશે.

સઈનાં દરમિયાન જ્યારે મુહરિમ મર્દ (મીલૈન અખજ઼રૈન) લીલા રંગની બત્તિયોંની જગ્યા પર પહોંચે, તો તેઓએ દોડવુ જોઈએ અહિંયા સુઘી કે તેઓ તે જગ્યાથી પસાર થઈ જાય, જ્યારે તેઓ તે જગ્યાથી પસાર થઈ જય તો તેઓએ સામાન્ય ગતિથી ચાલવુ જોઈએ, પણ આ હુકમ મર્દોની સાથે ખાસ છે.

ઔરતોંનાં વિષે મસ્અલો આ છે કે તેઓએ જોઈએ કે (મિલૈન અખજ઼રૈન) લીલા રંગની બત્તિયોની જગ્યામાં અને તેનાં વગર આખી સઈમાં સામાન્ય ગતિથી ચાલવુ જોઈએ.

જ્યારે સઈ સંપૂર્ણ થઈ જાય, તો તમો બે રકઅત નફલ નમાઝ અદા કરે.

હલ્ક

સઈ સંપૂર્ણ કરવા બાદ માથાનાં વાળ મુંડાવે અથવા કપાવે. મુહરિમ મર્દને ઈખ્તિયાર છે કે તે વાળ મુંડાવે અથવા વાળ કપાવે, અલબત્તા મર્દ માટે વાળ મુંડાવવુ વાળ કપાવવાથી અફઝલ છે અને તેમાં વધારે ષવાબ છે.

ઔરતોએ માત્ર વાળ કપાવવુ જોઈએ. તેઓના માટે વાળ મુંડાવવુ હરામ છે. ઔરતોને જોઈએ કે તે માંથાનાં બઘા વાળોને ભેગા કરી લે અને એક આંગળીનાં આજુબાજુ લઈ લે પછી એક આંગળીનાં પોરાનાં બરાબર કપાવી લે.

જે માણસ ઉમરહનાં બઘા અફઆલથી ફારિગ થઈ જાય (તવાફ અને સઈથી ફારિગ થઈ જાય) અને માત્ર હલક રહી જાય, તો તે પોતાનાં બાલ જાતે કાપી શકે છે અથવા કોઈ એવા માણસથી કપાવી શકે છે જે એહરામની હાલતમાં ન હોય.

એવીજ રીતે જો શૌહર અને બીવી ઉમરહનાં બઘા અફઆલથી ફારિગ થઈ ચૂક્યા હોય અને માત્ર તેઓના માટે બાલનું કાપવાનું બાકી રહી જાય, તો તેઓ એક બીજાનાં બાલ કાપી શકે છે. બાલ કાપવા બાદ ઈન્સાન એહરામની હાલતથી નિકળી જશે અને તેઓનો ઉમરહ પૂરો થઈ જશે.

ઉમરહ પૂરો કરવા પછી ઈન્સાન મક્કા મુકર્રમામાં કયામ કરે. અહિંયા સુઘી કે હજ્જનાં દિવસો આવી જાય. જ્યારે હજ્જનાં દિવસો આવી જાય, તો તે હજ્જનો એહરામ બાંઘે અને હજ્જનાં અરકાન અદા કરે.

હજ્જનાં પાંચ દિવસો

હજ્જ પૈદલ ચાલીને (પગપાળા) અદા કરવાનો અઝીમ ષવાબ

હજ્જનાં પાંચ દિવસોમાં જો ઈન્સાન ચાહે, તો પૈદલ (પગપાળા) ચાલી શકે છે અને જો ચાહે તો સવારીથી જઈ શકે છે, પણ પૈદલ ચાલવા (પગપાળા) માં વધારે ષવાબ છે.

જો કોઈ માણસ સવારીનાં દ્વારા હજ્જ અદા કરે અને અમુક કદમ ચાલે અથવા હજ્જનાં અમુક ભાગમાં પૈદલ ચાલે (જેવી રીતે સવારીથી ઉતરીને ખૈમા સુઘી પૈદલ જવુ) તો જેટલી દુર પૈદલ ચાલશે, તેનાં બરાબર તેને પૈદલ હજ્જનો ષવાબ મળશે.

હજરત આંયશા (રદિ.) હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી નકલ ફરમાવે છે કે ફરિશ્તાવો તે હાજીયોથી જે સવારી પર આવે છે મુસાફહો કરે છે અને જે પૈદલ ચાલીને આવે છે તેઓથી મુઆનકો કરે છે (ગળે મળે છે) (એટલે પૈદલ ચાલવા વાળાઓની વધારે ઈઝ્ઝત કરવામાં આવે છે). (શોઅબુલ ઈમાન)

એક બીજી રિવાયતમાં હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી મનકૂલ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ હજ્જનાં માટે પૈદલ જાય અને આવે તેનાં માટે દરેક કદમ પર હરમની નેકિયોંમાંથી સાત સો નેકિયો લખવામાં આવશે. કોઈએ અરજ કર્યુ કે હરમની નેકિયોનો શું મતલબ? હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે દરેક નેકી એક લાખ નેકીનાં બરાબર છે. (અલમુસ્તદરક અલસ સહીહૈન લિલ હાકિમ)

આંઠમી ઝિલ હિજ્જહ

હજ્જનાં પાંચ દિવસોમાંથી આંઠમી ઝિલ હિજ્જહ હજ્જનો પેહલો દિવસ છે. આંઠમી ઝિલ હિજ્જહની સવારે ઈન્સાન એહરામ બાંઘીને અને સૂરજનાં નિકળવા (સુર્યોદય) બાદ મિનાની તરફ ચાલશે.

મિના પહોંચવા બાદ ઈન્સાન કયામ કરશે અને જ્યારે ઝોહરનો સમય દાખલ થઈ જાય, તો તે ઝોહરની નમાઝને  મુસ્તહબ વખતમાં અદા કરશે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નત આ છે કે ઈન્સાન મિનામાં કયામ કરીને પાંચ નમાઝો અદા કરે (એટલે આંઠ ઝિલ હિજ્જહની ઝોહર, અસર, મગરિબ, ઈશા અને નવમી ઝિલ હિજ્જહની ફજર સુઘી).

હાજીને જોઈએ કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આ મુબારક સુન્નત પર અમલ કરીને મિનામાં કયામ કરે અને ઉપર જણાવેલ પાંચ વખતની નમાઝો અદા કરે.

આ વાત પણ ઘ્યાનમાં રહે કે મિનામાં રાત પસાર કરવુ પણ સુન્નત છે.

મિનામાં કયામનાં દરમિયાન ઈન્સાન ઈબાદત કરે (ઝિકર કરે, તલબિયહ પઢે, નફલ નમાઝ પઢે અને કુર્આને કરીમની તિલાવત કરે વગૈરહ).

નવમી ઝિલ હિજ્જહ

નવમી ઝિલ હિજ્જહની સવારે હાજી મિનામાં ફજરની નમાઝ અદા કરવા બાદ સૂરજ નિકળવાનો ઈન્તેજાર (પ્રતક્ષા) કરશે પછી અરફાનાં માટે રવાના થઈ જશે. અરફા જતા સમયે હાજી ઝિકરે ઈલાહીમાં વ્યસ્ત રહેશે અને તલબિયહ પઢતો રહેશે.

હાજીને જોઈએ કે એહરામમાં દાખલ થતા સમયથી લઈને દસમી ઝિલ હિજ્જહની રમી જમરહ સુઘી તલબિયહ પઢે, જ્યારે દસમી ઝિલ હિજ્જહની રમી જમરહ શરૂ થાય, તો તલબિયહ પઢવાનું બંદ કરે. ત્યાર બાદ હજ્જનાં અંત સુઘી તલબિયહ પઢવામાં નહી આવશે.

અરફા પહોંચવા બાદ હાજી ગુસલ કરશે. આ ગુસલ વુકૂફે અરફા (અરફામાં રોકાવા) નાં માટે છે, તેથી હાજીએ વુકૂફ શરૂ કરવાથી પેહલા ગુસલ કરવુ જોઈએ. હાજી માટે જાઈઝ છે કે તે આ ગુસલને ઝવાલ પછી કરે અથવા ઝવાલથી પેહલા કરે.

હદીષ શરીફમાં આવ્યુ છે કે હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અરફાનાં દિવસે ગુસલ ફરમાવ્યુ હતુ.

અરફામાં વુકૂફ

વુકૂફે અરફા આ છે કે હાજી ઝવાલ પછી અરફાની ઝમીનમાં ઊભો થઈ જાય અને ખૂબ દુઆ અને ઈસ્તિગફાર કરે. કુર્આને પાકની તિલાવત કરે અને તલબિયહ પઢે.

વુકૂફે અરફાનાં સમયે બેહતર આ છે કે હાજી કિબ્લાની તરફ રૂખ કરીને ઊભો રહે. બેસવુ અને સૂવું પણ તેનાં માટે જાઈઝ છે. પણ આ વાત ધ્યાનમાં રાખો કે વુકૂફનાં સમયે હાજી ખેલ તમાશા અને વગર કામના કામોમાં કદાપી વ્યસ્ત ન થાય, કારણકે આ ઘણોજ મુબારક સમય છે.

વુકૂફે અરફાનો સમય નવમી ઝિલ હિજ્જહનાં ઝવાલ પછીથી શરૂ થાય છે અને દસમી ઝિલ હિજ્જહનાં સુબહ સાદિકનાં સમય સુઘી ખતમ થાય છે. વુકૂફે અરફા હજ્જનો અસલ રૂકન અને ફર્ઝ છે. તેનાં વગર હજ્જ અદા નહી થતો. તેથી જો વુકૂફે અરફા કોઈથી છૂટી જાય, તો તેનો હજ્જ અદા નહી થશે.

જ્યારે કે વુકૂફે અરફાનો સમય નવમી ઝિલ હિજ્જહનાં ઝવાલ પછીથી શરૂ થાય છે અને દસમી ઝિલ હિજ્જહની સુબહ સાદિક સુઘી રહે છે, તેથી જો કોઈ માણસ નવમી ઝિલ હિજ્જહનાં ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) થી પેહલા અરફામાં હાજર ન થયો, તો તેનાં માટે ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) પછી અરફા આવવાનો મોકો છે.

જે લોકો ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) થી પેહલા અરફામાં હાજર હતા, તેઓનાં માટે સુન્નત આ છે કે તેઓ ગુરૂબે આફતાબ પછી મુઝદલિફાનાં માટે રવાના થઈ જાય.

ગુરૂબે આફતાબથી પેહલા હાજીનાં માટે અરફાથી નિકળવુ જાઈઝ નથી. જો કોઈ માણસ ગુરૂબે આફતાબથી પેહલા અરફાથી નિકળી જાય, તો તેનાં ઝિમ્મે દમ વાજીબ થશે (એટલે તેનાં પર વાજીબ છે કે તે હુદૂદે હરમમાં એક ઘેંટુ અથવા એક બકરી કાપે જીનાયતનાં માટે). અલબત્તા જો તે ફરીથી અરફની તરફ પાછો ફરી જાય અને ગુરૂબે આફતાબ પછી અરફાથી રવાના થઈ જાય, તો તે દમ તેનાં શિરેથી સાકિત થઈ જશે.

હાજી જ્યારે અરફામાં હોય, તો તે ઝવાબનાં પછીથી ગુરૂબે આફતાબ (સુર્યાસ્ત) સુઘી વુકૂફમાં વ્યસ્ત રહેશે અને તે ઝોહર અને અસર નમાઝને જમાઅતની સાથે તેનાં નિયુક્ત સમયોમાં પઢશે.

ગુરૂબે આફતાબ પછી હાજી મુઝદલિફા માટે રવાના થઈ જશે. રવાના થતા સમયે હાજી તલબિયહ પઢતા પઢતા અને દુઆ કરતા કરતા રવાના થશે.

હદીષ શરીફમાં નવમી ઝિલ હિજ્જહનાં બારામાં (એટલે અરફાનાં દિવસે) રોઝો રાખવાની ઘણી મોટી ફઝીલત વારિદ થઈ છે, તેથી જે લોકો એહરામની હાલતમાં ન હોય, તેઓનાં માટે તે દિવસે રોઝો રાખવુ મુસ્તહબ છે.

અલબત્તા જે લોકો એહરામની હાલતમાં હોય (હાજીયો માટે), તો તેમ છતા તેઓનાં માટે તે દિવસે રોઝો રાખવુ જાઈઝ છે, પણ તેઓનાં માટે રોઝો ન રાખવુ અફઝલ છે, કારણકે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હજ્જનાં દરમિયાન તે દિવસમાં રોઝો રાખ્યો ન હતો.

ઊલમાએ કિરામે હજ્જનાં દરમિયાન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું રોઝો ન રાખવાની વજહ આ બયાન કરી છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હુજ્જાજે કિરામનાં માટે સહૂલત ચાહતા હતા કે તેઓ તે દિવસે પોતાની કુવ્વત બાકી રાખે, જેથી કે તેઓ વુકૂફે અરફા અને હજ્જનાં બીજા અરકાન આસાનીથી અદા કરી શકે.

અરફામાં કઈ દુઆઓ પઢવી જોઈએ

અરફાનાં દિવસે તે લોકો જેઓ હજ્જમાં છે અને તે લોકો જેઓ હજ્જમાં નથી બન્નેવે નીચે આપેલી દુઆ વધારે પ્રમાણમાં પઢવી જોઈએઃ

لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ ‏قَدِيْرٌ

અલ્લાહ તઆલાનાં અલાવા કોઈ માબૂદ નથી. તેવણ એકલા છે. તેમનો કોઈ શરીક નથી. તેમનાં માટેજ (બઘા જહાનની) બાદશાહત છે અને તેમના માટેજ (બઘી) તારીફ છે. તેમનાં હાથમાં ભલાઈ છે અને તેવણ દરેક વસ્તુ પર કાદિર છે.

અરફાનાં દિવસે હાજી ખૂબ દુઆ કરે, કારણકે આ ઘણો મુબારક દિવસ છે. આ દિવસ ઝિલ હિજ્જહનાં પેહલા દસ દિવસોનો સૌથી અફઝલ દિવસે છે.

હઝરત અલી (રદિ.) થી મનકૂલ છે કે અલ્લાહ તઆલા અરફાનાં દિવસે બીજા દિવસોનાં મુકાબલામાં સૌથી વધારે લોકોને જહન્નમથી આઝાદ કરે છે.

હઝરત અલી (રદિ.) અરફાનાં દિવસે નીચે આપેલ દુઆ માંગતા હતા અને પોતાનાં સાથિયોને પણ આ દુઆને પઢવાની તરગીબ (પ્રોત્સાહન) આપતા હતાઃ

اَللّٰهُمَّ أَعْتِقْ رَقَبَتِيْ مِنَ النَّارِ وَأَوْسِعْ لِيْ مِنَ الرِّزْقِ الْحَلالِ وَاصْرِفْ عَنِّيْ فَسَقَةَ الْجِنِّ ‏وَالْإِنْسِ

હે અલ્લાહ ! મારી ગરદનને જહન્નમની આગથી આઝાદ ફરમાવી દો અને હલાલ રોઝને મારા માટે ફરાખ અને કુછાદા ફરમાવી દો અને ખરાબ જીન્ન અને ખરાબ ઈન્સાનોને મારાથી દૂર ફરમાવી દો.

હાજીને જોઈએ કે વુકૂફે અરફાનાં સમયે સો (૧૦૦) વખત નીચે જણાવેલ દુઆ પઢોઃ

لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ ‏قَدِيْرٌ

અલ્લાહ તઆલાનાં અલાવા કોઈ માબૂદ નથી. તેવણ એકલા છે. તેમનો કોઈ શરીક નથી. તેમનાં માટેજ (બઘા જહાનની) બાદશાહત છે અને તેમના માટેજ (બઘી) તારીફ છે અને તેવણ દરેક વસ્તુ પર કાદિર છે.

પછી સો (૧૦૦) વખત સુરએ ઈખલાસ પઢો અને ત્યાર બાદ સો (૧૦૦) વખત નીચે આપલુ દુરૂદ પઢોઃ

اَللَٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَآلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ وَعَليْنَا ‏مَعَهُمْ

હે અલ્લાહ ! દુરૂદ (પોતાની ખાસ રહમત) મોકલ મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર જેવી રીતે તુએ દુરૂદ (પોતાની ખાસ રહમત) મોકલ્યુ હઝરત ઈબ્રાહીમ (અલૈ) પર અને હઝરત ઈબ્રાહીમ (અલૈ.)ની ઔલાદ પર. બેશક આપ તારીફનાં કાબિલ અને બુઝુર્ગો બરતર છે. અને તેમની સાથે અમારા પર પણ (રહમત) નાઝિલ ફરમાવ.

હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે પણ મુસલમાન (હાજી) અરફાનાં દિવસે ઝવાલ પછી અરફાતનાં મૈદાનમાં માં કિબ્લા રૂખ થઈને વુકૂફ કરે અને ઉપર જણાવેલ અઝકાર પઢે, તો અલ્લાહ તઆલા ફરિશ્તાવો તેનાં બારામાં ફરમાવે છે કે

“હે મારા ફરિશ્તાવો ! મારા તે બંદાનો શું બદલો છે જેણે મારી તસ્બીહ કરી અને મારી વહદાનિયત (એકતા)ની ગવાહી આપી અને મારી મોટાઈ અને મહાનતા બયાન કરી, મને ઓળખ્યો, મારી તારીફ કરી અને મારા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલ્યુ. હે મારા ફરિશ્તાવો ! તમે ગવાહ રહો કે મેં તેને બખશી દીઘો અને તેને શફાઅતનો શર્ફ અતા કર્યો. જો મારો આ બંદો આ બઘા અહલે મોકિફ (અરફાત વાળો) નાં માટે સિફારિશ કરતે, તો હું તેની સિફારિશ કબૂલ કરીશ.”

મુઝદલિફા

મુઝદલિફા પહોંચવા બાદ હાજીનાં માટે ગુસલ કરવુ મુસ્તહબ છે.

જ્યારે હાજી મુઝદલિફા પહોંચશે, તો તે મગરિબ અને ઈશાની નમાઝને એક સાથે પઢશે. હાજીનાં માટે મગરીબની નમાઝ અરફામાં અથવા મુઝદલિફા જતા સમયે રસ્તામાં અદા કરવુ જાઈઝ નથી, બલકે હાજી પર વાજીબ છે કે તે મુઝદલિફામાં મગરીબ અને ઈશાની નમાઝ એક સાથે ઈશાનાં સમયમાં એક અઝાન અને એક ઈકામતની સાથે અદા કરે.

મગરીબની નમાઝ પછી હાજી નફલ નમાઝ અથવા સુન્નત નમાઝ નહી પઢશે, બલકે તે મગરિબ અને ઈશાની સુન્નતો અને નફલો ઈશા નમાઝ પઢવા બાદ એક સાથે પઢશે.

જો કોઈ માણસે મગરિબની નમાઝ અરફામાં અથવા મુઝદલિફાની તરફ જતા સમયે રસ્તામાં પઢી લીઘી, તો તેની નમાઝ દુરૂસ્ત નહી થશે અને તેનાં પર વાજીબ થશે કે તે મુઝદલિફા પહોંચવા પછી ઈશાનાં સમયમાં મગરિબની નમાઝનો ઈઆદો (ફરિથી પઢવુ) કરે, કારણ કે તે દિવસે એટલે નવમી ઝિલહિજ્જહનાં દિવસે મગરિબ નમાઝનો સમય હજ્જ કરવા માટે તેજ સમય છે જે ઈશાની નમાઝનો સમય છે.

તેથી જો કોઈ માણસ ઈશાનાં સમયથી પેહલા મુઝદલિફા પહોંચી જાય, તો તેનાં પર વાજીબ છે કે તે ઈશાનાં સમયનો ઈન્તેજાર કરે અને જ્યારે ઈશાનો સમય દાખલ થઈ જાય, તો પછી તે મગરિબ અને ઈશા એક સાથે પઢે (એટલે પેહલા તે મગરિબની નમાઝ પઢશે, પછી ઈશાની નમાઝ પઢશે અને ત્યાર બાદ તે તે બન્નેવ નમાઝોની સુન્નત તથા નફલ પઢશે).

મુઝદલિફાની રાતમાં હાજીને જોઈએ કે તે ખૂબ ઈબાદત તથા ઝિકર કરે અને દુઆ તથા ઈસ્તિગફારમાં પોતાનો સમય ગુજારે, કારણકે આ રાત ઘણી અઝીમ અને મુબારક રાત છે.  હાજી મુઝદલિફામાં રાત પસાર કરશે અને મુઝદલિફામાં ફજરનાં સમય સુઘી રોકાશે અને ફજર પછી વુકૂફ કરશે.

નોટઃ- ઔરતોં, બાળકો, મરીઝો અને કમઝોરોનાં માટે જાઈઝ છે કે તે મુઝદલિફામાં રાત ન ગુજારે, બલકે મુઝદલિફા પહોંચવા બાદ તે મિના ચાલી જાય અને મિનામાં રાત ગુજારે.

હદીષ શરીફમાં વારિદ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઔરતોં, બાળકો અને કમઝોરોને ઈજાઝત આપી હતી કે તેઓ મુઝદલિફા પહોંચવા બાદ મિના ચાલી જાય અને તેઓ મિનામાં રાત ગુજારે.

દસમી ઝિલ હિજ્જહ

હાજી માટે મસ્નૂન છે કે જે સમયે સુબ્હ સાદિકનો સમય દાખલ થઈ જાય, તે સમયે તે મુઝદલિફામાં ફજરની નમાઝ પઢે (અંઘારામાં).

ફજરની નમાઝ પઢવા બાદ હાજી ને જોઈએ કે  તે કિબ્લાની તરફ રૂખ કરીને વુકૂફ કરે (એટલે તે કિબ્લાની તરફ રૂખ કરીને ઊભા થઈ જાય અને તે ખૂબ દુઆ અને ઈસ્તિગફાર કરે). આ વુકૂફ વાજીબ વુકૂફ ગણવામાં આવે છે. તેથી જો કોઈ માણસથી મુઝદલિફાનો આ વાજીબ વુકૂફ છૂટી જાય, તો તેનાં પર દમ વાજીબ થશે.

અલબત્તા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઔરતો, બાળકો અને કમઝોરો (ડોસા લોકો) ને ઈજાઝત આપી હતી કે તેઓ મુઝદલિફામાં રાત પસાર ન કરે, બલકે મુઝદલિફા પહોંચવા બાદ તેઓ સીઘા મીના ચાલી જાય અને ત્યાંજ રાત પસાર કરે, તો તે લોકો પર મુઝદલિફાનો વુકૂફ વાજીબ નથી. તેથી જો તે ફજરની નમાઝ બાદ વુકૂફને છોડી દે, તો તેઓનાં પર દમ વાજીબ નહી થશે.

હાજીનાં માટે તુલુએ આફતાબથી થોડી વાર પેહલા મુઝદલિફાથી મીનાનાં માટે નિકળવુ મસ્નૂન છે.

રમી 

જ્યારે હાજી મુઝદલિફામાં હોય, તો તેને જોઈએ કે તે મુઝદલિફાથી સિત્તેર (૭૦) કાંકરિઓ (જે ચણાનાં બરાબર હોય) ઉઠાવી લો. તે કાંકરીઓને રસ્તાથી અથવા બીજી કોઈ જગ્યાએથી પણ ઉઠાવવુ જાઈઝ છે. એવી જ રીતે તે કાંકરિયોને મીનાથી પણ ઉઠાવવુ જાઈઝ છે. પણ જમરાતની જગ્યાએથી ઉઠાવવામાં ન આવે  (તે જગ્યા જ્યાંથી કાંકરીઓ મારવામાં આવે છે).

જ્યારે હાજી મિના પહોંચે, તો તે જમરએ અકબાની રમી કરશે. તે દિવસને (એતલે દસમી ઝિલ હિજ્જહને) માત્ર જમરએ ઉકબાની રમી કરવામાં આવશે.

દસમી ઝિલ હિજ્જહની રમીનો સમય સુબહ સાદિકથી શરૂ થાય છે અને અગ્યારમી ઝિલ હિજ્જહની સુબહ સાદિક સુઘી રહે છે. પણ રમીનો મસ્નૂન સમય તુલુએ આફતાબથી લઈને ઝવાલ સુઘી છે અને ઝવાલ પછીથી ગુરૂબે આફતાબ સુઘી રમી કરવુ જાઈઝ છે.

ગુરૂબે આફતાબ પછીથી અગ્યારમી ઝિલ હિજ્જહની સુબહ સાદિક સુઘી રમી કરવુ મકરૂહ છે પણ તે સિવાય કે કોઈ ઉઝર હોય (જેવી રીતે બીમારી, ઉંમર લાયક અથવા લોકોની ભીડનાં કારણે રમીની કુદરત ન હોવુ).

રમીનો તરીકો

હાજી જમરએ ઉકબા ને સાત કાંકરિઓની સાથે મારશે અને દરેક કાંકરી ફેંકતા સમયે તે “અલ્લાહુ અકબર” કહેશે. તથા દરેક કાંકરી ફેંકતા સમયે અથવા બઘી કાંકરીઓને ફેંકવા બાદ નીચે આપેલી દુઆઓ પઢોઃ

‎ ‎بِسْمِ اللهِ وَاللهُ أَكْبَرْ رَغْمًا لِلشَّيْطَانْ وَحِزْبِه

અલ્લાહનાં નામથી અને અલ્લાહ સૌથી મોટા છે. (હું આ કાંકરી ફેંકી રહ્યો છું) શૈતાન અને તેની જમાઅતને ઝલીલ કરવા માટે.

اَللّٰهُمَّ اهْدِنِيْ بِالْهُدٰى وَقِنِيْ بِالتَّقْوٰى وَاجْعَلِ الْآخِرَةَ خَيْرًا لِّيْ مِنَ الْأُوْلٰى

اَللّٰهُمَّ اجْعَلْهُ حَجًّا مَّبْرٌوْرًا وَذَنْبًا مَغْفُوْرًا وَسَعْيًا مَّشْكُوْرًا

હે અલ્લાહ ! ખાસ હિદાયતનાં ઝરીએ મારી રેહનુમાઈ ફરમાવો અને મને તકવાનાં ઝરીએ (ગુનાહોંથી) બચાવી લે અને મારા માટે આખિરતને દુનિયાથી બેહતર બનાવ. હે અલ્લાહ ! મારા હજ્જને મકબૂલ બનાવ. ગુનાહને માફ ફરમાવ અને મારા મુજાહદા (મેહનત)ને મકબૂલ ફરમાવ.

દસમી ઝિલ હિજ્જહનાં જમરએ અકબાની રમી પછી હાજી દુઆ નહી કરશે. બલકે તે પોતાનાં તંબૂમાં પાછો આવી જશે, કારણકે તે દિવસને (દસમી ઝિલ હિજ્જહને) જમરએ અકબાની રમી પછી દુઆ કરવુ મસ્નૂન નથી. અલબત્તા અગ્યારમી, બારમી અને તેરમી ઝિલ હિજ્જહનાં જમરએ સુગરા અને જમરએ વુસ્તાની રમી પછી દુઆ કરવુ મસ્નૂન છે.

હજ્જની શરૂઆતથી લઈને દસમી ઝિલ હિજ્જહની રમીનાં સમય સુઘી હાજીને જોઈએ કે તે વધારે પ્રમાણમાં તલબિયહ પઢે. પણ જ્યારે હાજી દસમી ઝિલ હિજ્જહની રમીને શરૂ કરે, તો તે તલબિયહ પઢવાનું બંદ કરશે અને હજ્જનાં અંત સુઘી તે તલબિયહ નહી પઢશે.

ઝબહ

દસમી ઝિલ હિજ્જહનાં જમરએ અકબાની રમી પછી હાજીને જોઈએ કે તે ઘેંટુ અથવા બકરીની કુર્બાની કરે અથવા ગાય અથવા ઊંટની સાતમાં હિસ્સાની કુર્બાની કરે (એટલે ગાય અથવા ઊંટની  કુર્બાનીમાં એક હિસ્સો લઈ લો). તે કુર્બાનીને “દમે શુકર” કહેવામાં આવે છે.

દમે શુકર તે લોકો પર વાજીબ છે જેઓ તમત્તુઅ હજ્જ અથવા કિરાન હજ્જ કરે છે અને દમે શુકર તે લોકોનાં માટે મુસ્તહબ છે જેઓ ઈફરાદ હજ્જ કરે છે.

જો કોઈ માણસ મુસાફિર ન હોય અને તેનાં પર ઈદુલ અદહાની કુર્બાની વાજીબ હોય, તો આ દમે શુકર ઝબહ કરવુ (હજ્જમાં) તેના ઈદુલ અદહાની વાજીબ કુર્બાનીની તરફથી કાફી નહી થશે, બલકે તેનાં પર ઈદુલ અદહાની કુર્બાની અલગથી કરવી પડશે (ભલે તે મક્કા મુકર્રમહમાં કરે અથવા પોતાનાં વતનમાં કરે).

હલક

દમે શુકરની કુર્બાની પછી મુતમત્તિઅ (તમત્તુઅ હજ્જ કરવા વાળા) અને કારિન (કિરાન હજ્જ કરવા વાળા) નાં માટે જાઈઝ છે કે તે પોતાનાં વાળ મુંડાવે અથવા કપાવે. દમે શુકરની કુર્બાનીથી પેહલા તે (મુતમત્તિઅ અને કારિન) નાં માટે વાળ મુંડાવવુ અથવા કપાવવુ જાઈઝ નથી, તેથી જો કોઈ મુતમત્તિઅ અથવા કારિન દમે શુકરની કુર્બાનીથી પેહલા પોતાનાં વાળ મુંડાવી લે અથવા કપાવી લે, તો તેનાં પર દમ વાજીબ થશે, કારણકે તેણે વાજીબ તરતીબથી ઊંઘુ કર્યુ છે.

મુતમત્તિઅ અને કારિન પર વાજીબ છે કે તે રમી, હલક અને દમે શુકરની કુર્બાનીમાં તે ખાસ તરતીબની રિઆયત કરે જે હદીષ શરીફમાં વારિદ થઈ છે. હદીષ શરીફમાં તે ત્રણ ઈબાદતોનાં માટે નીચે જણાવેલ તરતીબ બયાન કરવામાં આવી છેઃ  પેહલા મુતમત્તિઅ અને કારિન જમરએ અકબાની રમી કરશે પછી કુર્બાની કરશે અને અંતમાં તે પોતાનાં વાળ મૂંડાવશે અથવા કપાવશે.

વાળ મુંડાવવા પછી હાજી માટે જાઈઝ છે કે તે મુંછો કાપે, બગલ અને દૂંટીની નીચેના વાળ કાપે અને નખ વગૈરહ કાપે. વાળ મુંડાવવા અથવા કપાવવાથી પેહલા હાજીનાં માટે મુંછો કાપવુ અને નખ વગૈરહ કાપવુ જાઈઝ નથી.

વાળ મુંડાવવા પછી મુહરિમ (એહરામ વાળા માણસ) નાં માટે તે બઘી વસ્તુઓ હલાલ થઈ જાય છે જે એહરામની હાલતમાં હરામ હતી, અલબત્તા તેની બીવી હજી સુઘી તેનાં પર હરામ છે (એટલે તેનાં માટે બીવીથી સંભોગ (હમબિસ્તરી) કરવુ અથવા તેને શહવત (વાસના) થી અડકવુ જાઈઝ નથી).

પોતાની બીવીનાં વગર દરેક બીજી વસ્તુઓ જે તેનાં માટે હરામ હતી હવે તે તેનાં માટે હલાલ થશે. તેથી મુહરિમ પોતાનાં એહરામ વાળા કપડાને કાઢી શકે છે અને સિવેલા કપડી પેહરી શકે છે. તથા તે ખુશ્બુ પણ પોતાનાં શરીર અને કપડા પર લગાવી શકે છે. જ્યારે મુહરિમ તવાફે ઝિયારત કરશે, તો તેની બીવી પણ તેનાં માટે હલાલ થઈ જશે.

અલબત્તા મુફરિદ (ઈફરાદ હજ્જ કરવા વાળા) નાં માટે રમીનાં પછી તરત વાળ મૂંડાવવુ અથવા વાળ કપાવવુ જાઈઝ છે, કારણકે મુફરિદ દમે શુકરની કુર્બાની નથી કરતો, કારણકે દમે શુકર મુફરિદ પર વાજીબ નથી, બલકે માત્ર મુસ્તહબ છે.

પણ જો મુફરિદ જાનવરને ઝબહ કરવા ચાહે, તો તે સૂરતમાં તેનાં માટે મુસ્તહબ છે કે તે પેહલા ઝબહ કરે અને પછી પોતાનાં વાળ મૂંડાવે અથવા કપાવે (જેવી રીતે મુતમત્તિઅ અને કારિન કરે છે).

તવાફે ઝિયારત

હાજી ને જોઈએ કે તે મક્કા મુકર્રમહ જાય અને તવાફે ઝિયારત કરે.

દસમી ઝિલ હિજ્જહનાં તવાફે ઝિયારત કરવુ સુન્નત છે. જો કોઈએ દસમી ઝિલ હિજ્જહનાં તવાફે ઝિયારત નહી કર્યુ, તો તેનાં માટે જાઈઝ છે કે તે તવાફે ઝિયારતને બારમી ઝિલ હિજ્જહનાં ગુરૂબે આફતાબ સુઘી કરે.

અલબત્તા જો કોઈ ઔરત હૈઝ (માસિક) અથવા નિફાસનાં કારણે આ દિવસો (દસમી, ગ્યારમી અને બારમી ઝિલ હિજ્જહ) માં તવાફે ઝિયારત ન કરી શકે, તો તેનાં માટે જાઈઝ છે કે તે હૈઝ તથા નિફાસનાં ખતમ થવા બાદ તવાફે ઝિયારત કરે.

જો કોઈએ હજી સુઘી (એટલે હકલ બાદ) પોતાનાં એહરામનાં કપડાને ન ઉતાર્યા હોય અને તે તવાફે ઝિયારતનાં માટે જાય, તો જો તવાફે ઝિયારત પછી સઈ કરવા વાળો હોય, તો તે તવાફે ઝિયારતમાં રમલ અને ઈઝતિબાઅ કરશે.

જો તે પોતાનાં એહરામનાં કપડાને ઊતારીને સિવડાવેલ કપડા પેહરી લીઘેલા હોય, તો તે તવાફે ઝિયારતમાં ઈઝતિબાઅ ન કરશે, અલબત્તા તે તવાફ પછી સઈ કરવા વાળો હોય, તો તે તવાફે ઝિયારતમાં રમલ કરશે.

જો કોઈ માણસે હજ્જ શુરૂ કરવાથી પેહલા એક નફલ તવાફ કર્યો અને તે નફલ તવાફ પછી તેણે સઈ કરી આ નિય્યતથી સાથે કે આ સઈ મારા તવાફે ઝિયારત કરવા બાદની સઈનો કાયમ મકામ હશે (એટલે આ સઈ તવાફે ઝિયારત પછીની સઈના બદલામાં હશે), તો આ સૂરતમાં જ્યારે તે તવાફે ઝિયારત કરશે, તો તે પોતાનાં તવાફે ઝિયારતમાં રમલ નહી કરશે (કારણકે રમલ માત્ર તે તવાફમાં થાય છે જેનાં પછી સઈ થાય છે).

તવાફે ઝિયારત પછી હાજી આંઢમી વાર હજરે અસ્વદનો ઈસ્તેલામ કરશે પછી તે બે રકઅત વાજીબુત તવાફ પઢશે.

ત્યાર બાદ હાજી સઈ શરૂ કરશે, પણ સઈ શરૂ કરવાથી પેહલા તે નવમી વાર હજરે અસ્વદનો ઈસ્તિલામ કરશે પછી તે સફાની તરફ વધશે અને સઈ કરશે. જ્યારે હાજી સઈ મુકમ્મલ કરે, તો તે બે રકઅત નફલ નમાઝ પઢશે.

તવાફે ઝિયારત અને સઈ પછી હાજીને જોઈએ કે તે મીનાની તરફ ફરી જાય અને ત્યાં રાત ઝુજારે. જ્યારે તવાફે ઝિયારતથી ફારિગ થઈ જાય, તો હવે તેની બીવી તેનાં માટે હલાલ થઈ જશે.

અગ્યારમી અને બારમી ઝિલ હિજ્જહ

અગ્યારમી અને બારમી ઝિલ હિજ્જહનાં હાજી ત્રણેવ જમરાતની રમી કરે. આ દિવસોમાં રમીનો સમય ઝવાલ પછી શરૂ થાય છે.

રમીનો મસ્નૂન તરીકો આ છે કે હાજી પેહલા જમરએ ઊલાની રમી કરે પછી જમરએ વુસ્તાની અને અંતમાં જમરએ અકબાની રમી કરે.

જમરએ ઊલા અને જમરએ વુસ્તાની રમી પછી હાજીને જોઈએ કે ત્યાંથી હટી જાય અને કોઈ એવી જગ્યામાં જઈને પોતાનાં હાથોને ઉઠાવી લે અને દુઆ કરે.

આ વાત ધ્યાનમાં રાખો કે જમરએ અકબાની રમી કરવા પછી હાજી દુઆ નહી કરશે, કારણકે જમરએ અકબા બાદ દુઆ કરવુ સુન્નત નથી, તેથી તે જમરએ અકબાની રમી કરવા બાદ તરતજ પોતાનાં ખૈમાની તરફ પાછો આવશે.

આ દિવસોમાં (રમીનાં દિવસોમાં એટલે અગ્યારમી, બારમી અને તેરમી ઝિલ હિજ્જહ) રમી વગર જ્યાં સુઘી હાજી પોતાનાં ખૈમામાં હોય, તો તેને જોઈએ કે તે મિનામાં રાત ગુજારે. એવીજ રીતે તે મિનામાં રાત ગુજારે, કારણકે હાજીનાં માટે મિનામાં રાત ગુજારવુ સુન્નત છે.

બારમી ઝિલ હિજ્જહનાં રમી કરવા પછી હાજીને વિકલ્પ છે કે તે મક્કા મુકર્રમા ચાલી જાય અથવા મિનામાં કયામ કરે અને તેરમી ઝિલ હિજ્જહનાં ત્રણેવ જમરાતની રમી કરે.

મિનામાં તેરમી ઝિલ હિજ્જહનાં કયામ કરીને (રોકાયને) ત્રણેવ જમરાતની રમી કરવુ બેહતર છે અને વધારે ષવાબનું કારણ છે તેનાં મુકાબલામાં કે હાજી બારમી ઝિલ હિજ્જહની રમી પછી મક્કા મુકર્રમહ ચાલી જાય.

જો કોઈ માણસ બારમી ઝિલ હિજ્જહનાં ગુરૂબે આફતાબ સુઘી મિનામાં કયામ કરે, તો ગુરૂબે આફતાબ પછી તેનાં માટે મિનાથી નિકળવુ મકરૂહ થશે, પણ જો તે રાતમાં સુબહ સાદિકથી પેહલા મિનાથી નિકળી જાય, તો તેનાં પર દમ વાજીબ નહીં થશે.

અલબત્તા જો તે સુબહ સાદિક સુઘી મિનામાં રોકાયેલો રહે, તો પછી તેનાં પર વાજીબ છે કે તે તેરમી ઝિલ હિજ્જહનાં રમી કરે. તેરમી ઝિલ હિજ્જહનાં રમીનો મુસ્તહબ સમય ઝવાલનાં પછીથી શરૂ થાય છે, પણ જો કોઈ માણસ સુબહ સાદિક અને ઝવાલનાં દરમિયાની સમયમાં રમી કરે, તો તેનાં માટે રમી દુરૂસ્ત થશે, પણ મકરૂહે તનઝીહી થશે.

હજ્જનાં અરકાનની અદાયગી પછી હાજીને જોઈએ કે તે મક્કા મુકર્રમહની તરફ ફરી જાય અને કયામ કરે (રોકાય).

મક્કા મુકર્રમામાં જ્યાં સુઘી તે કયામ કરવા ચાહે કયામ કરે. મક્કા મુકર્રમહમાં કયામનાં દરમિયાન હાજી જેટલુ વધારે ચાહે તે તવાફ અને ઉમરહ કરેે.

અલબત્તા હાજી આ વાત ધ્યાનમાં રાખે કે જો તે ઉમરહ કરવા ચાહે, તો તેને જોઈએ કે તે તેરમી ઝિલ હિજ્જહ પછીજ ઉમહર કરે. કારણકે નવમી ઝિલ હિજ્જહથી તેરમી ઝિલહિજ્જહ સુઘી સાલનાં આ પાંચ દિવસોમાં ઉમરહ કરવુ જાઈઝ છે (મકરૂહે તહરીમી છે).

મક્કા મુકર્રમાથી રવાનગી અને તવાફે વિદાઅ

મક્કા મુકર્રમાથી રવાના થવા પેહલા હાજીનાં માટે તવાફે વિદાઅ કરવુ વાજીબ છે, તેથી જો કોઈ હાજી તવાફે વિદાઅ છોડી દે તો તેનાં પર દમ વાજીબ થશે.

અલબત્તા જો કોઈ ઔરત હૈઝની હાલતમાં હોય અથવા કોઈ હાજી બીમાર હોય અને તે તવાફે વિદાઅ પર કાદિર ન હોય, તો તેનાં પર તવાફે વિદાઅ વાજીબ નહી થશે, તથા જો તે તવાફે વિદાઅને છોડી દે, તો તેનાં પર દમ વાજીબ નહી થશે.

જો કોઈ માણસે તવાફે વિદાઅ નહીં કર્યુ પણ તેણે હજ્જ પછી કોઈ નફલ તવાફ કર્યો, તો આ નફલી તવાફ, તવાફે વિદાઅનાં બદલમાં થશે અને કોઈ વધારે તવાફ નાંકરવાનાં કારણેેથી તેનાં પર દમ વાજીબ નહી થશે.


Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …